SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ તેના ગૃહે ૧૫00 શ્રમણો નિત્ય વિહાર કરતા. હમેશાં દોઢ સહસ્ત્ર તટિક કાપેટિકો ભોજન કરતા. ૧૩ તીર્થયાત્રા સંઘપતિ બનીને કરી, તેમાં પ્રથમ યાત્રામાં ૪ સહસ્ત્ર ૫ સો ગાડાં અધ્યાપાલકો સહિત, ૭૦૦ સુખાસનો, ૧૮૦૦ વાહિની-પાલખી, ૧૯૦૦ હાથીઓ, ર૧૦૦ શ્વેતાંબરો, ૧૧૦૦ દિગંબરો, ૪૫૦ જૈન ગાયકો, ૩૩૦૦ બંદિજનો હતાં. ૮૪ તળાવો બંધાવ્યાં; ૪૬૪ થી અધિક વાપિ-વાવ,૩૨ પાષાણમય દુર્ગ-કિલ્લાઓ, ૨૪ દંતમય જૈનરથો, ૨૦૦૦ શાકઘટિત-સાગના બનાવેલા (રથો) કરાવ્યા. વસ્તુપાલને સરસ્વતી કંઠાભરણ આદિ ૨૪ બિરૂદો હતાં. ૬૪ મસીત (મજીદ-મુસલમાનોનાં ધર્મસ્થાનો) બંધાવી. દક્ષિણમાં શ્રી પર્વત સુધી, પશ્ચિમમાં પ્રભાસ સુધી, ઉત્તરમાં કેદાર સુધી, પૂર્વમાં વારાણસી સુધી તેનાં કીર્તનો થતાં. સર્વ મળી ૩૦૦ ક્રોડ ૧૪ લાખ ૧૮ સહસ્ત્ર ને ૮ સો લૌષ્ઠિક ત્રિયોનાનિ દ્રવ્ય વ્યય કર્યો. ૬૩ વાર સંગ્રામમાં જૈનપત્ર મેળવ્યું. (આજ પ્રમાણે ચ. પ્ર. માં છે) તેનાં ૨૪ બિરૂદની આવલી એ છે કે પ્રાગ્વાટ જ્ઞાતિ અલંકરણ, સરસ્વતી કંઠાભરણ, સચિવ ચૂડામણિ, કૂર્ચાલ સરસ્વતી, સરસ્વતિ ધર્મપુત્ર, લઘુ ભોજરાજ, ખડેરા, દાતાર ચક્રવર્તિ, બુદ્ધિ અભયકુમાર, રૂપે કંદર્પ, ચતુરીમાં ચાણક્ય, જ્ઞાતિગોવાલ, સઈયદવંશયકાળ, શંખલરાયમાનમર્દન, મજ્જા જૈન, ગંભીર, ધીર, ઉદાર, નિર્વિકાર, ઉત્તમજનમાનનીય. સર્વજનશ્લાઘનીય, શાંત, ઋષિપુત્ર, પરનારી સહોદર. પર ૬. લૂણીગવસહિ-લૂણવસહિ-તેજપાલે પોતાના પુત્ર લૂણ (લાવણ્ય) સિંહ અને સ્ત્રી અનુપમાદેવીના પુણ્યાર્થે ૮૭ ભીમદેવ (બીજા) ના મહામંડલેશ્વર આબૂના પરમાર રાજા સોમસિંહ (ઉક્ત ધારાવર્ષના પુત્ર)ની અનુમતિ લઈ, તે આબૂ ગિરિપરના દેલવાડા ગામમાં વિમલવસતિ પાસે જ તેના જેવી જ ઉત્તમ પ્રકારની કોરણીવાળા આરસપાસનું, મૂલ ગભારો-ગૂઢમંડપ-નવચોકીઓરંગમંડપ-બલાનક (દ્વારમંડપ)-ખત્તક (ગોખલા), જગતિ (ભમતી) ની દેરીઓ અને હસ્તિશાલા વગેરેથી સુશોભિત, કરોડો રૂપીયા ખર્ચીને લૂણસિંહ (લૂણીગ) વસહિકા નામનું નેમિનાથ પ્રભુનું ભવ્ય મંદિર કરાવ્યું. સં. ૧૨૮૮. તેમાં સ્તંભતીર્થમાં અંજનશલાકા કરાવેલું એવું કસોટીના પથ્થરનું બિંબ સ્થાપિત કર્યું.૮૮ અને તેની પ્રતિષ્ઠા (પોતાના પિતૃ પક્ષના ગુરુ) નાગેન્દ્રગચ્છના મહેન્દ્રસૂરિ-શાન્તિસૂરિ-આનંદ અને અમરસૂરિ-હરિભદ્રસૂરિના શિષ્ય વિજયસેનસૂરિ પાસે સં. ૧૨૮૭ના (ગુ.) ફાગણ (મારૂ) ચૈત્ર વદિ ૩ રવિવારે બહુ આડંબર ને ધામધૂમથી કરાવી. તે મંદિરના ગૂઢમંડપના મુખ્ય દ્વારની બહાર નવ ચોકીઓમાં દરવાજાની બંને બાજુમાં ઉત્તમ પ્રકારની કોરણીવાળા બે ગોખલા પોતાની બીજી સ્ત્રી સુહડાદેવીના કલ્યાણ માટે કરાવ્યા (કે જેને લોકો “દેરાણી જેઠાણીના ગોખલા” કહે છે), અને ૩૮૭. અબૂકનુપમ પત્ની તેન:પાનજી મંત્રિાઃ | નાવલિંદ નામયમાધુપ્તાનેતોઃ સુત: ૧૨ . તેન:પાને પુષ્પાર્થ તયો: પુત્ર- નત્રયો: શ્રી fમનાથી તેને તેને મટે ૬૦ || - સોમેશ્વરકૃત તે મંદિરનો પ્રશસ્તિ લેખ જિ. ૨, ૮૩. પરંતુ મેરૂતુંગ પ્ર. ચિં. માં તથા રાજશેખર ચ. પ્ર. માં જણાવે છે કે તેમના પુર્વના સ્વર્ગસ્થ ભાઈ લૂણિગના શ્રેય માટે તે કરાવ્યું તે હકીકત ઉપરની મૂલ પ્રશસ્તિ જોતાં યથાર્થ નથી. 3८८. वैक्रमे वसु वस्वर्क मितेऽब्दे नेमिमंदिरम् । निर्ममे लूणीगवसत्याह्वयं सचिवेन्दुना ॥ कषोपलमयं बिंबं श्री तेज:पाल मंत्रिराट् । तत्र न्यास्थत्स्तंभतीर्थे निष्पन्नं हक सुधांजनम् ॥ - જિનપ્રભસૂરિકૃત અર્બુદકલ્પ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy