SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૫૨૦ થી ૨૫ વસ્તુપાલ-તેજપાલનો પરિવાર ૨૪૧ -જગમાં તેનો યશ ફેલાય છે કે જેણે ન્યાયથી ધનનો સંગ્રહ કર્યો હોય અને જે ધનને ધાર્મિક કાર્યોમાં વાપરેલું હોય. પર૩. વસ્તુપાલ-તેજપાલ બંને મંત્રીઓ થયા. તેમણે ન્યાયથી ધન મેળવ્યું અને તે ઉપરાંત બીજાં કારણો પણ ધનસંગ્રહનાં મળ્યાં. (૧) એક સમયે તેઓ પોતાના ધનને હડાલક (હડાલાકાઠિયાવાડ) માં એક સ્થાનપર દાટવા જતાં ત્યાં ખોદતાં ભારે ખજાનો મળ્યો. (૨) જ્યારે વસ્તુપાલ સ્તંભતીર્થમાં મંત્રી થઈ ગયો ત્યાં એક મુસલમાન સોદાગર નામે સૈયદ (સિદિક) અતિ ધનવાનું રહેતો હતો, તે વસ્તુપાલની આજ્ઞા ન માનતાં સામો થયો ને ભૃગુપુર (ભરૂચ)ના શંખને પોતાની મદદે બોલાવ્યો અને તેને વસ્તુપાલની સામે યુદ્ધ કરવા તત્પર કર્યો. વસ્તુપાલે શંખને પરાજિત કરી સૈયદને કેદ કરી તેની સંપત્તિનું અપહરણ કર્યું. જ્યારે આ બાબતની સૂચના લવણપ્રસાદને કરવામાં આવી ત્યારે તેણે આજ્ઞા કરી કે જે કંઈ બહુમૂલ્ય હોય તે રાજમાં જમા કરી દેવું. વસ્તુપાલે વિજ્ઞાપન કર્યું કે તે સોદાગર એટલો બધો શ્રીમંત છે કે તેના ઘરની ધૂળ પણ બહુમૂલ્ય છે. રાજાએ ઘરની ધૂળ મંત્રીને સમર્પણ કરી. દૈવયોગે તે જ કાલે સૈયદનાં કેટલાંક વહાણોમાં આગ લાગી અને ઘણો બહુમૂલ્ય ધાતુમયે સામાન ધૂળ થઈ ગયો કે જે રાજાની આજ્ઞાનુસાર વસ્તુપાલનું નિજ દ્રવ્યબન્યું. પર૪. આ બંને મંત્રીશ્વરોના દાનનો લાભ એકલા જૈન ધર્મીઓને મળતો અથવા તેનો વિસ્તાર એકલા ગુજરાતમાં જ હતો એમ ન હતું. “દક્ષિણમાં શ્રી શૈલ (શ્રી પર્વત-કાંચીની પાસે), પશ્ચિમમાં પ્રભાસ ઉત્તરમાં કેદાર અને પૂર્વમાં કાશી સુધીમાં કોઈ પણ દેવાલય ન હતું, કોઈ પણ ધર્મ કે વિદ્યાની સંસ્થા ન હતી કે જેને વસ્તુપાલ તેજપાલની મદદ મળતી ન હોય. સોમેશ્વર મહાદેવના મંદિરને દર વર્ષે દશ લાખ અને કાશી વિશ્વેશ્વરના મંદિરને દર વર્ષે એક લાખની ભેટ ધરાતી. તે જ પ્રમાણે દ્વારકાના મંદિરને પ્રયાગરાજને, ગંગાતીર્થને તથા આબુ ઉપરના અચળેશ્વર મહાદેવને (જુઓ ત્યાંનો ખંડિત લેખ) એક એક લાખ દ્રવ્ય પ્રતિવર્ષ પહોંચાડવામાં આવતું. હિંદુસ્તાનમાં કાંઈકે જાણવા લાયક કે કાંઈકે પવિત્ર ગણાતું એવું એક પણ સ્થળ ન હતું, જ્યાં વસ્તુપાળ તેજપાળને યાદ કરાવે એવું કાંઈ ને કાંઈ ન હોય' (મધપૂડો) આબુની તથા ગિરનારની પ્રશસ્તિમાં અને વસંતવિલાસમાં કથેલ છે કે તેમનાં ખોદાવેલાં કૂવા, વાવ, સરોવર, નવીન બંધાવેલાં અને જૂના સમરાવેલાં સ્થાનોનો હિસાબ એક પૃથ્વી જ જાણતી હશે. તેમણે ભરૂચમાં ભૃગુ મહાદેવનું દેવાલય પાંચ લાખ દ્રવ્ય ખર્ચે સમરાવ્યું હતું. પ૨૫. તીર્થકલ્પમાં જિનપ્રભસૂરિએ વસ્તુપાલસંકીર્તનમાં જણાવ્યું છે કે “સવા લાખ જિનબિંબો કરાવવા શત્રુંજયતીર્થમાં ૧૮ ક્રોડ ૯૬ લાખ, ગિરિનારતીર્થમાં ૧૨ ક્રોડ ૮૦ લાખ, અબ્દશિખરે લૂણિગવસતિમાં ૧૨ ક્રોડ પ૩ લાખ ખર્મા, ૯૮૪ પૌષધશાલા, ૫૦૦ દંતમય સિંહાસનો, ૫૦૫ જાદરમય સમવસરણો, ૭૦૦ બ્રાહ્મણશાલા, ૭૦૦ સત્રાકાર (સદાવ્રતશાલા), ૭૦૦ તપસ્વિ અને કાપાલિકોના મઠો કરાવ્યાં. ભોજન નિર્વાપાદિદાન સર્વેને કર્યું. ૩૦૦૨ માહેશ્વરાયતનો (શિવમંદિરો), ૧૩૦૪ શિખરબદ્ધ જૈન પ્રાસાદો. ૨૩૦૦ જિર્ણચંત્યોદ્ધાર કર્યો. ૧૮ કોટિ સુવર્ણવ્યયથી સરસ્વતી ભાંડાગારો ત્રણ સ્થાને ભર્યા, ૫૦૦ બ્રાહ્મણોનો વેદપાઠ કરતો હતો. વર્ષ મધ્યે ત્રણ સંઘપૂજા કરતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy