SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પ૨૦. વસ્તુપાલને લીલા(લલિતા)દેવી અને વેજલદેવી નામે બે પતી હતી. લલિતાદેવી ગુણશાલી અને બુદ્ધિશાળી હોવાના કારણે વસ્તુપાલ તેની ખાસ સલાહ લેતા, અને તેનાથી જયન્તસિંહ (જૈત્રસિંહ) નામનો પુત્ર થયો હતો અને તેજપાલને બે સ્ત્રી નામે અનુપમાદેવી અને સુહડાદેવી પૈકી અનુપમાદેવીથી લાવણ્યસિંહ (લૂણસિંહ) નામનો પુત્ર થયો હતો. જયન્તસિંહ૮૪ સં. ૧૨૭૯ થી ખંભાતનો સૂબો હતો (ગિરનાર પ્રશસ્તિ) અને તેની પ્રાર્થનાથી બાલચંદ્ર સૂરિએ ‘વસંત વિલાસ' મહાકાવ્ય રચ્યું .ગા.ઓ.સિ.) અને તેની આજ્ઞાથી (ખંભાતના) ભીમેશ્વર ભગવાનની યાત્રાના ઉત્સવ પ્રસંગે ખંભાતમાં પહેલવહેલું જયસિંહ સૂરિનું હમ્મીરમદમર્દન નામનું નાટક ભજવાયું હતું. વસ્તુપાલના મૃત્યુ પછી વીશળદેવે જૈત્રસિંહને તેના શૌર્યથી આકર્ષાઈ પેટલાદનો સૂબો નીમ્યો હતો અને તેણે પોતાના કાકા તેજપાલના મૃત્યુ પછી તેના સ્મારક તરીકે ચંદ્રોન્માનપુર (ચાણસમા?)માં આ ગામ ચાણસ્મા અને હારીજ વચ્ચે આવેલું ચન્દ્રમણા છે. એમ આ. પ્રદ્યુમ્નસૂરિ મ. સ્થળની મુલાકાત લઈ જણાવે છે. એક જિનમંદિર, સરોવર, ધર્મશાળા, સત્રાલય કરાવ્યાં. (જિનહર્ષ-વસ્તુપાલ ચરિત્ર ૮૫૯૨-૫૯૩) જૈત્રસિંહને જયતલદેવી, જમ્મણ દેવી અને રૂપાદેવી નામની ત્રણ સ્ત્રી હતી. લાવણ્યસિંહ સં. ૧૨૯૬માં ભરૂચનો હાકેમ હતો, તેને રયણાદેવી અને લખમાદેવી નામની બે સ્ત્રીઓ અને ગઉરદેવી નામની એક પુત્રી હતી. તેજપાલને સુહડદેવીથી સુહસિંહ નામનો બીજો પુત્ર હતો, વળી બઉલકે નામની પુત્રી હતી. સુહડસિંહની બે સ્ત્રીનાં નામ સુહડાદેવી અને સુલખણાદેવી હતાં. પર૧. સં. ૧૨૭૫ વર્ષમાં મંત્રી વસ્તુપાલ અને તેજપાલથી પ્રાગ્વાટ લઘુ શાખા પ્રગટ થઈ૮૫ એટલે તેમના સમયમાં પોતાની પોરવાડ જ્ઞાતિમાં “દશા' અને “વીસા” એ બે ભેદ પડ્યા. વીસ વસાનાઉત્તમ-પૂરી યોગ્યતા વાળા તે “વીસા'; અને તેથી ઓછી યોગ્યતા વાળા તે “દશા'. (આ દશા વીસાના ભેદ અન્ય વણિક જ્ઞાતિઓમાં અને તે ગુજરાતમાં જ ધીમે ધીમે દેખા દેતા ગયા, અને સં. ૧૫૧૨ માં તો આ ભેદ જાણીતા થઈ ગયા.)૮૬ પર૨. ધનસંગ્રહ અને તેનો સુકૃત્યોમાં ઉપયોગ-વસ્તુપાલના પૂર્વજો મંત્રિઓના અધિકાર પર નિયુક્ત રહ્યા હતા અને ધર્મપરાયા હતા. તેના પિતા મંત્રી અથરાજ સંબંધી સોમેશ્વરે લખ્યું છે કે आनीतं न्यायतो वित्तं व्ययितं धर्मकर्मसु । यशस्तु जनति स्तुत्यं केवलं यस्य तिष्ठति ॥ की. कौ. ३, १९ ૩૮૪. જુઓ ગિરનાર પ્રશસ્તિ. જયન્તસિંહને બે પુત્ર નામે પ્રતાપસિંહ અને બીજો હતા તે બંનેના શ્રેય માટે વસ્તુપાલે ખંભાતના કુમાર વિહારમાં બે દેવકુલિકાઓ બંધાવી હતી. ૩૮૫. જુઓ જૈન કૉ. હેરલ્ડના સન ૧૯૧૧ના ખાસ અંકમાં મેં આપેલી “તપાગચ્છ પટ્ટાવલી' અને જૈન સા. સંશોધકના ખંડ ૧ અંક ૩ માં આપેલી “વીરવંશાવલી.” ૩૮૬. સં. ૧૩૬૧નું મેરૂતુંગનું પ્રબંધચિંતામણી, સં. ૧૫૭૮નું સૌભાગ્યનંદીકૃત વિમલચરિત્ર, સં. ૧૭૨૧માં મેરૂવિજયે રચેલ વસ્તુપાલ તેજપાલ રાસ, સં. ૧૮૭૭માં દીપવિજયે બનાવેલા સોહમ કુલરનપટ્ટાવલીરાસ', કાન્હડદે પ્રબંધ આદિ પરથી સ્વ. મણિલાલ બકોરભાઈ વ્યાસનો નિર્ણય જુઓ. તેનો ગ્રંથ નામે “શ્રીમાળી (વાણીઆ)ઓના જ્ઞાતિભેદ.” સં. ૧૯૭૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy