SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૫૧૫ થી ૨૧૯ વસ્તુપાલ-તેજપાલનું પ્રાક્રમ ૨૩૯ સંપૂર્ણ વિશ્વાસ હતો અને તેમની વિરુદ્ધની ચાડી-ચુગલી પર તે જરા પણ લક્ષ આપતો નહોતો. વિરધવલના સમસ્ત રાજ્યનું સવૈશ્વર્ય મહામાત્ય વસ્તુપાલ પાસે હતું, અને રાજાનો સમસ્ત મુદ્રાવ્યાપાર મંત્રી તેજપાલના હાથમાં હતો. આ સત્તા અને વિશ્વાસ અયોગ્ય સ્થાને મૂકાયાં નહોતાં. આ બંને ભાઈઓ કે જેઓ મોટા યોદ્ધા હતા અને જેમનામાં ઘણી જ ઉચ્ચ પ્રકારની રાજ્યદ્વારી દક્ષતા અને રાજનીતિજ્ઞતા હતી, તેઓએ રાજ્ય અને રાજ્યસત્તા વધારવામાં આપેલો ફાળો ઘણો વિશાલ છે. વાઘેલાઓનું આ એક મહાભાગ્ય હતું કે તેમને આવા બે કાબેલ અને રાજનીતિજ્ઞ દક્ષ પુરુષો રાજ્યનો પાયો નાંખવા માટે મળી ગયા, જો કે માતૃભૂમિના પ્રેમ વગરના ટૂંકા મનના સ્વાર્થી મંત્રીઓ પછી થયાના કારણથી જ આ રાજ્યનો જલદીથી અંત આવ્યો. !! ૫૧૭. બંને ભાઈઓ યોદ્ધાઓ હતા, તેમાં વસ્તુપાલના શંખ સાથે યુદ્ધનું વર્ણન કર્યું. તેજપાલ સંબંધે એક ઉદાહરણ આપીએ. મહતટ (મહીકાંઠા) નામના દેશનો ધૂપુલ નામના રાજા હતો, તેની રાજધાની ગોદ્રહ (ગોધા) હતી. તે ગૂજરાત દેશમાં વેપાર કરવા જતા આવતા વેપારીઓના માલને છીનવી લેતો હતો અને વિરધવલના કહેણને દાદ આપતો નહિ. આ બંને ભાઈઓએ એક વખતે તેની પાસે દૂત મોકલી કહેવરાવ્યું કે રાણા વીરધવલની આજ્ઞા સ્વીકારવી ઘટે, પરંતુ તેણે ઉત્તરમાં રાણાને માટે એક કાજલની ડબી અને એક શાટિકા (સ્ત્રીની સાડી) મોકલી. રાણાએ પોતાના સૈનિકોને કહ્યું કે ધંધુલ સાથે યુદ્ધ કરવા માટે કોણ બીડું ઉઠાવે છે ? તેજપાલે જ તે ઉઠાવ્યું અને તે સેના લઇ રવાના થયો. તેણે પોતાના થોડા સૈનિક આગળ મોકલ્યા કે જેમણે જઈ ગોવાળીઆઓને મારી તેમની ગાયો લઈ લીધી. ધૂઘુલની પાસે આ સમાચાર જતાં તે પોતાના સૈનિકો લઈ સામો આવ્યો અને મંત્રીની સામે થયો. બંને વચ્ચે થયેલા કંઠ યુદ્ધમાં તેજપાલે તેને હરાવી કેદ કર્યો અને વરધવલને મોકલેલી કાજળની ડબી ધંધુલના ગળામાં બાંધી દીધી અને સાડી પહેરાવી દીધી. રાજાએ તેજપાલનો ઘણો પુરસ્કાર કર્યો. ૫૧૮. એક વખતે દૂતોએ આવી વસ્તુપાલને ખબર આપી કે મોજદીન સુરત્રાણ પશ્ચિમ દિશામાં સેના લઈ રવાના થયેલ છે. મંત્રીએ તુરત તેણે તે બાબતનો પ્રબંધ કરી અર્બુદગિરિના નાયક ધારાવર્ષને કહેવરાવ્યું કે જ્યારે યવન સેવા દક્ષિણ તરફ આવે કે ઘાટોને રોકી દે. તેણે તેમજ કર્યું. વસ્તુપાલ આચનક તેના પર તૂટી પડ્યો. યવન તોબા તોબા કરી અહીં તહી ભાગવા લાગ્યો. પરંતુ માર્ગ રોકાઈ ગયા હતા. આથી ઘણી ખરાબ રીતે તેનું લશ્કર મરાયું અને વસ્તુપાલે તેના (તસ્દીર્ષનશૈ: શનિ મૃત્વ) લાખો મુંડ-માથાં ગાડામાં ભરીને ધોલકામાં લાવી વરધવલને બતાવ્યાં (રાજશેખર ૨. પ્ર.)૨૮૩ ૫૧૯. સોરઠના-(કચ્છ) ભદ્રેશ્વરના રાજા ભીમસેન (ભીમસિંહ)નું સૈન્ય એક વખત ચઢી આવ્યું ને ઘોર યુદ્ધ થયું. તેમાં બંને મંત્રીઓ ભારે વીરતાથી લડ્યા. અંતે સંધિ થતાં યુદ્ધનો અંત થયો. - ૩૮૩. આ હકીકત લઈ તેના ઐતિહાસિક સત્ય સંબંધે શ્રી રસિકલાલ છોટાલાલ પરીખે “એક ઐતિહાસિક શ્રુતપરંપરા અને તેની પરીક્ષા” એ નામના લેખમાં યોગ્ય વિચારણા કરી છે. જૈ. સા. સં. ૩, ૧ પૃ. ૧૫૩ થી ૧૬૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy