SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ખંભાત તો અમારી કુલક્રમાગત સંપત્તિ છે, માટે અમને ખંભાતમાં પ્રવેશ કરવા દઈ પછી તમે સુખેથી રાજ્ય કરો. વિરધવલે તમને એક શહેર આપ્યું ત્યારે શંખરાજા તમારા ગુણોની વધારે કદર કરશે અને તમને એક આખા દેશનો આગેવાન બનાવશે. આ શંખરાજાએ જેણે બાર માંડલિક રાજ્યની મૂર્તિઓને પગમાં સોનાની સાંકળથી બાંધેલી છે, અને જેણે એક બાજુ અર્ણોરાજના પુત્રોએ માલવાના રાજાને વચમાં રાખી હલ્લો કર્યો અને બીજી બાજુ યાદવ રાજા સિંહનનું લશ્કર સામું આવ્યું ત્યારે યાદવરાજાના આખા સૈન્યને નસાડ્યું તેની સામે તમો વાણિયા નહિ ટકી શકો; વાણિયાને નાશવાથી શરમ નથી.” આના ઉત્તરમાં વસ્તુપાલે દૂતને જણાવ્યું કે “દુર્ભાગ્યવશ તારા સ્વામીની બુદ્ધિ ન્યાયમાર્ગનું અવલંબન કરવામાં ધૃણા કરતી હોય તો તું જઈને તેને સ્પષ્ટ કહી દે કે અમે પણ તેના અખંડ ઉદ્યોગનું ખંડન ખજ્ઞ દ્વારા કરવા માટે સંપૂર્ણ તૈયાર છીએ. (કી. કૌ.) શંખરાજા જે પ્રમાણે મને મળવા માગે છે તે પ્રમાણે તેને મળવા ખુશી છીએ. ભલે તે આવે. આખો દેશ તે આપશે એ તેનું કથન મારે શુકન છે. માંડલિક રાજાઓની મૂર્તિઓ પગે બાંધી તે ઠીક છે, પણ યાદવરાજાના કેદખાનામાં તેના પગમાં બેડીઓ પડી હતી તેથી મને દુઃખ થાય છે.૮૨ ફક્ત ક્ષત્રિયો જ યુદ્ધ-કળાના રહસ્યને જાણે છે અને વાણિયાઓ તે જાણતા નથી એ ભ્રમ છે. અંબડ જો કે વાણિયો હતો તો પણ તેણે કોંકણ રાજા મલ્લિકાર્જુનને લડાઇમાં હણી નાંખ્યો હતો ? હું વાણિયો છું પણ અસિ રૂપી ત્રાજવાથી રણરૂપી હાટમાં કેમ કામ લેવું તે માટે પ્રખ્યાત થયેલો છું. શત્રુઓના મસ્તક રૂપી માલ ખરીદું છું અને તેની કિંમતમાં તેમને સ્વર્ગ આપું છું. જો તારો શંખ સિંધુરાજનો ખરો પુત્ર હોય તો તેને તુરત અહીં આવી યુદ્ધનું સ્થળ પસંદ કરવા કહેજે.' (વ. વિ.) ૫૧૫. ત્યાર પછી પ્રચંડ યુદ્ધ થયું. શંખના યોદ્ધાઓ અને વસ્તુપાલના યોદ્ધાઓ મરાયા. અંતે શંખની સામે મંત્રીએ પણ પોતાની તલવાર મ્યાનથી બહાર કરી, અને પોતે સૈન્ય સાથે ચડ્યો. શંખ આ નવા સૈન્યને જોઈ વસ્તુપાલને અજેય માની ભરૂચ તરફ નાસી ગયો. (સં. ૧૨૭૯ માં વસ્તુપાલના પુત્ર જયન્તસિંહને ખંભાતના અધિપતિ (સૂબો) નીમ્યો તે પહેલાં શંખ સાથેનું આ યુદ્ધ થયેલું હોવું જોઈએ.) ૫૧૬. તે બંને મંત્રીઓનું સ્થાન વળી કંઈક અજબ જ હતું. વિરધવલનો બને ભાઇઓ ઉપર એક પ્રબંધમાં વસ્તુપાલની સઇદ સાથેની લડાઇમાં ભરૂચવાળા ખંડેરાજ સાંખલાની હકીકત આવે છે, અને કીર્તિકૌમુદી આદિમાં એ સાંખલાને શંખ કહેલ છે; પણ તેનું મૂળ નામ ખંડેરાજ હતું એ નિર્ણત થાય છે. પરમાર વંશની સાંખલા નામની શાખા પણ છે. યાદવરાજા સિંહણ-સિંઘણ દક્ષિણમાં પાટણા (ખાનદેશ, તાલુકા ચાલીસગાંવ)નો રાજા હતો અને તેનો શાકે ૧૧૨૮ (વિ. સં. ૧૨૬૩)નો લેખ મળ્યો છે. (એપી. ઇન્ડી. પુ. ૧ પૃ. ૩૪૩). આ લેખ બીજી રીતે ઉપયોગી છે કે તેમાં મરાઠી ગદ્યનો જૂનો નમૂનો મળે છે ને વળી તેમાં પ્રસિદ્ધ જ્યોતિષી ભાસ્કરાચાર્યના પૂર્વજ ભટ્ટ ભાસ્કર કે જેને ભોજરાજે વિદ્યાપતિની પદવી આપી હતી એવો ઉલ્લેખ છે. (શ્રી જિનવિજયની નોંધ). ૩૮૨. ક્ષત્રિયા: સમરતિરણં નાનત્તે ન વાગો પ્રમ : અશ્વો વળાવિ અધને મિનૃિવં ન નધાન | , दूत ! रे वणिगहं रणहट्टे विश्रुतोऽसितुलया कलयामि । मौलिभाण्डपटलानि रिपूणां स्वर्गवेतनमथो वितरामि ॥ વસંતવિલાસ. ૫, ૪૩-૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy