SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૫૧૦ થી ૧૧૪ વીરધવળ-વસ્તુપાળ-તેજપાળ ૨ ૩૭ કળિયુગ આવ્યો છે, તેમાં સેવકોમાં નથી રહી કાર્યપરાયણતા, તેમ સ્વામીઓમાં નથી રહી કૃતજ્ઞતા. રાજાની નજર અંધકારથી નાશ પામી છે. દુષ્ટ મંત્રી રાજાઓને કુમાર્ગે ચલાવે છે તેથી બંનેનો નાશ થાય છે. સાચી વાત એ છે કે સંસારમાં કોઈ એવો નથી કે જે લોભરહિત હોય, પરંતુ બુદ્ધિમાને એવું કામ કરવું જોઇએ કે જેથી સંસારમાં નિંદા ન થાય અને પરલોકમાં બાધા ન આવે. માટે ન્યાયનું અવલંબન કરી, દુષ્ટોનો અનાદર કરી, સહજ શત્રુઓનો પરાજય કરી, શ્રીપતિચરિત્રને હૃદયમાં ધરી-ધર્મપરાયણ રહી, ધરિત્રીનો ઉદ્ધાર કરવા આપ ઇચ્છતા હો તો આપની આજ્ઞા માથે ચઢાવીએ. નહિ તો આપને સ્વસ્તિ આપનું કલ્યાણ થાઓ-આપને નમસ્કાર.૩૦ વળી અમે સેવાને અર્થે અત્રે આવેલા છીએ, અમારા ઘરમાં ત્રણ લક્ષ દ્રવ્ય છે. હવે અમે સેવામાં રહીએ તે પછી કદાપિ અમારી વિરૂદ્ધ આપને કોઈ પિશુનવચન (ચાડી) ઉપર વિશ્વાસ આવે તો અમારા દ્રવ્યસહિત અમને રજા આપવી. અમારું સર્વસ્વ હરી લેવું નહિ.” રાજાએ આ બાબત તેમને ખાતરી આપી અને બંને ભાઈઓને રાજમુદ્રા આપી મંત્રીપદ પર નિયુક્ત કર્યા. (કી.કૌ.) આ ઘટના સં. ૧૨૭૬માં બની. ૫૧૩. આ મંત્રીઓ નિમાયાથી વિરધવળના રાજ્યનો ઘણો ઉદય થયો. લાટદેશના તાબેનું ખંભાત બંદર તેણે સ્વાધીન કર્યું હતું. તે ગુજરાતનું સમૃદ્ધિવાનું મોટું બંદર હતું અને સત્તા તથા સમૃદ્ધનું મોટું મથક હતું. વસ્તુપાળને રાજાએ ખંભાત મોકલ્યો. ત્યાં જઈ પ્રજાને કષ્ટ દેનારા પૂર્વ અધિકારીઓને ક્રમશઃ દૂર કર્યા. દુર્જનોને શાસન (દંડ) કર્યું. તેથી સજ્જનો અને વ્યાપારીઓ નિરાંતે રહેવા-વ્યાપાર કરવા લાગ્યા. ગૂર્જરદેશ સર્વત્ર સુખ અને શાંતિ ભોગવતો હતો ત્યાં દક્ષિણના રાજા સિંહનનો સંતાપ થયો. તેણે અચાનક આક્રમણ કરવા મોકલેલી સેના ભરૂચ સુધી આવી, લાવણ્યપ્રસાદ અને વરધવલ બંને પિતા-પુત્ર સામે ગયા. આ જાણી ગોદ્રહ (ગોધરા) અને લાટ (ગૂજરાતનો દક્ષિણ દેશ)ના રાજા કે જે સાથે ગયા હતા તે મારવાડના ચાર રાજાઓ સાથે મળી ગયા ને બંને પિતા-પુત્રને રામભરોસે છોડી દીધા, છતાં તે બંનેએ ધીરજ ન છોડતાં યાદવોની સેના સામે તૂટી તેને હરાવી. પછી તે એ રાજાઓએ આ બંને પિતા-પુત્ર સાથે સંધિ કરી. પછી માળવાના શત્રુઓની સામે થઈ તે કાર્ય સંભાળ્યું. ૫૧૪. અહીં જ્યારે ઉક્ત પિતા-પુત્ર સંગ્રામમાં આસક્ત હતા. ત્યાં બીજી બાજુ વસ્તુપાલની બુદ્ધિ અને વીરતાની પરીક્ષાનો અવસર ઉપસ્થિત થયો. ખંભાતમાં વસ્તુપાલ પર ભરૂચના રાજા શંખે...૧ દૂત મોકલી કહાવ્યું ‘વિરધવળનો મારવાડના રાજાઓએ કરેલી ચડાઇમાં જય થયો નથી દેખાતો. 3८०. पुरस्कृत्य न्यायं खलजनमनादृत्य सहजा-नरीन्निर्जीत्य श्रीपतिचरितमाश्रित्य च यदि । समुद्धर्तुं धात्रीमभिलषसि तत्सैष शिरसा धृतो देवादेशः स्फुटमपरथा स्वस्ति भवते ॥ की. कौ. रु. ७७. ૩૮૧. શંખ તે લાટદેશના ચાહમાણ રાજા સિંહના ભાઈ સિંધુરાજનો પુત્ર હતો. તે એક યોદ્ધો હતો અને યાદવ રાજા સિંહણના સૈન્યને તેણે નર્મદાના તીરે પાછું કાઢ્યું હતું. એક વખત તે યાદવરાજાથી કેદ થયો અને તેની સમક્ષ જતાં તેણે તેના વ્યક્તિત્વથી અંજાઇ છોડી દીધો હતો. બાર માંડલિકની મૂર્તિઓ તેના પગે સુવર્ણની સાંકળથી બંધાતી હતી એમ વસંતવિલાસમાં જણાવ્યું છે. ખંભાત પહેલાં લાટદેશના રાજાના તાબામાં હતું, પણ તે રાજા પાસેથી વિરધવલે ખુંચવી લીધું હતું. એક બાજુ સિંહનની ચડાઈ અને બીજી બાજુ મારવાડના રાજાઓનો બળવો-દ્રોહ એ સ્થિતિનો લાભ લઈ ખંભાત પર તેણે હુમલો કર્યો પણ વસ્તુપાળ તેને હરાવ્યો વધુ માટે જુઓ હમીરમદમર્દન (ગા. ઓ. સી.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy