SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૫૧૦. અશ્વરાજને કુમારદેવીથી ચાર પુત્રો લાવણ્યાંગ (લુણિગ), મલ્લદેવ, વસ્તુપાલ (વસ્તિગ) અને તેજઃપાલ (તેજિગ) અને સાત પુત્રીઓ જાલ્હમા પ્રમુખ:-(જાલ્યૂ), માઊ, સાઊ, ધનદેવી, સોહગા, વયજુકા અને પરમલદેવી થઈ. લૂણિગ બાલ્યાવસ્થામાં મરણ પામ્યો, મલ્લદેવ પણ યુવાન વયમાંજ મરણ પામ્યો. (ચ. પ્ર.) મલ્લદેવને બે પત્ની નામે લીલાદેવી અને પ્રતાપદેવી પૈકી લીલાદેવીથી પૂર્ણસિંહ નામનો પુત્ર થયો. (પૂર્ણસિંહને અલ્હણાદેવીથી પેથડ નામનો પુત્ર પછી થયો હતો કે જે આબુની પ્રતિષ્ઠા વખતે વિદ્યમાન હતો.) કુમારદેવીનું અવસાન થતાં માતૃપક્ષના ગુરુ મલધારગચ્છના નરચંદ્રસૂરિએ ત્યાં ઉપદેશથી શોક નિવાર્યો. ત્રણે ભાઇઓએ મંડલી છોડ્યું અને યાત્રાએ ગયા. ત્યાંથી પાછા ફરીને ધોળકે ગયા. કીર્ત્તિકૌમુકી, વસંતવિલાસ અને પ્રબંધ ચિંતામણીમાં એમ જણાવેલું છે કે વસ્તુપાલ-તેજપાલ બે ભાઈઓ ધોળકે ગયા હતા અને વીરધવળે પોતે તેમને અધિકાર આપી નીમ્યા; પરંતુ સુકૃતસંકીર્તન, વસ્તુપાલપ્રશસ્તિ અને સુકૃત કીર્ત્તિ કલ્લોલિનીમાં એમ જણાવ્યું છે કે બંને ભાઇઓ ચૌલુક્ય રાજા ભીમદેવની નોકરીમાં પહેલાં જોડાઈ ગયા હતા અને વીરધવલના કહેવાથી ભીમે તેમને વીરધવળને સોંપ્યા હતા. ભીમના પ્રધાન તરીકેની પરવશતા પોતે સ્વીકારી એવું વસ્તુપાલનું પોતાનું કથન આ બીજી વાતને ટેકો આપે છે.૩૭૯ ૨૩૬ ૫૧૧. ભીમદેવ (બીજો) નબળો અને લંપટ હતો. તે ભોળો ભીમ એ નામથી પ્રસિદ્ધ થયો. તેને ન્હાનપણમાં રાજ્ય મળ્યું હતું. તેથી તેના મંત્રીઓ તથા સામંતોએ તેનું ઘણું ખરૂં રાજ્ય દબાવ્યું. બહારના દુશ્મનોના હુમલામાંથી પોતાના રાજ્યનું રક્ષણ કરવાને તે શક્તિમાન ન હતો. કુતુબુદ્દીન ઐબકે સં. ૧૨૫૩માં ગૂજરાતને લૂંટ્યું હતું. આથી તે નામમાત્ર રાજા રહ્યો અને ગૂજરાતના રાજ્યના ગુમાવેલા વૈભવ અને પ્રતિષ્ઠાને પાછી મેળવવા માટે કુમારપાલની માસીના પુત્ર અર્ણોરાજના પુત્ર લાવણ્યપ્રસાદ (લવણપ્રસાદ)ને પોતાનો મહામંડલેશ્વર-સર્વેશ્વર (Vice-regent) બનાવ્યો. આ પ્રમાણે ભીમ ફક્ત નામનો જ રાજા હતો. આ લવણપ્રસાદ અને તેનો યુવરાજ વીરધવલ ગુજરાતના ખરા રાજા જેવા હતા. છતાં તે પિતા-પુત્ર અણહિલપુરની ગાદીને વફાદાર રહ્યા અને ગાદી પચાવી પાડી પણ નહિ-પોતાને મહારાજાધિરાજ તરીકે કહેવડાવ્યા નહિ; પણ ફક્ત ‘મહામંડલેશ્વર’ના પદથી સંતુષ્ટ રહ્યા. રાણો લવણપ્રસાદ અણહિલપુર દરબારમાં રહ્યો હોય એમ લાગે છે અને પોતાની માતાના પુણ્યાર્થે બંધાવેલાં મંદિરો વગેરેના નિભાવ માટે તેણે અપાવેલ જુદાં જુદાં દાનપત્રો પરથી ત્યાં સર્વોપરી સત્તા ભોગવતો હશે એમ સ્પષ્ટ જણાય છે. તે વખતે વીરધવલ ધોળકામાં નિષ્કંટક રાજ્ય ચલાવતો હતો. ૫૧૨. વીરધવલ રાજાએ મંત્રીપદે વસ્તુપાલ-તેજપાલની નિમણુક કરી તે પહેલાં વસ્તુપાલે રાજાને સ્પષ્ટ કહ્યું કે ‘રાજન ! એ આપનો મોટો અનુગ્રહ કે આપે અમને યોગ્ય ગણ્યા. રાજાની કૃપાદૃષ્ટિ જ્યાં જ્યાં પડે છે ત્યાં ત્યાં પવિત્રતા, કુલીનતા, દક્ષતા અને સુભગતા ખડી થાય છે. પરંતુ હવે ३७८. भास्वत्प्रभावमधुराय निरन्तरायधर्मोत्सवव्यतिकराय निरन्तराय । यो गूर्जरावनिशिरोमणिभीमभूपमन्त्रीन्द्रतापरवशत्वमपि प्रपेदे ॥ Jain Education International -નરનારાયણ. કાવ્ય સર્ગ ૧૬-૩૫. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy