SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુપાલ તેજપાલ ૨૩૫ સિદ્ધરાજની સભાના વિશ્વાસભાજન થયેલાની કીર્તિ ચંદન સમાન પ્રસરી હતી.’૩૭૫ તેને સીતા નામની પત્નીથી અશ્વરાજ નામનો પુત્ર થયો. તે માતૃભક્ત હતો ને તે મંત્રીકાર્યમાં પ્રવીણ હતો એટલું જ નહિ પરંતુ વ્યવસાયમાં બહુ ઉદ્યોગી હોવાથી તેને ન્યાય માર્ગે ધન સારૂં ઉપાર્જી ધર્મકાર્યોમાં ખર્યું. રાજ્યમાં મોટા હોદા પર રહી ચૌલુક્ય રાજાની પ્રીતિ સંપાદિત કરી. તેણે પોતાની માતાની સાથે સાત તીર્થયાત્રા-શત્રુંજય અને ગિરનાર પર કરી.૭૬ દંડપતિ આભૂની॰ પુત્રી કુમારદેવી સાથે તે પરણ્યો. કુમારદેવી વિધવા હતી તે વાત ટિપ્પણ ૩૭૪ માં નોંધેલા ૧ થી ૧૧ પૈકી કોઈ પણ સંસ્કૃત પુસ્તકમાં નથી તેથી તે વાત માનવાલાયક નથી. તેણે કુવા અને તળાવો ખોદાવ્યાં અને મંદિરો બંધાવ્યાં (જિનહર્ષ વળી જણાવે છે કે કુટુંબ સહિત તે ચૌલુક્ય રાજાએ પ્રસન્ન થઇને અર્પણ કરેલા સંહાલકપુરમાં જઇ રહ્યો; એ પરથી જણાય છે કે અશ્વરાજ સુંહાલકમાં અધિકારી તરીકે નીમાયો હશે. તેના મરણ પછી તેની પત્ની છોકરાંને લઇને મંડલી (માંડલ) જઇ રહેવા લાગી.) પારા ૫૦૯ ૩૭૫. વસ્તુપાલ પોતે જ પોતાના નરનારાયણાનંદ કાવ્યના સોળમા સગમાં ૧૪-૧૫ શ્લોકમાં કથે છે કે:देव: परं जिनवरो हरिभद्रसूरिः सत्यं गुरुः परिवृढः खलु सिद्धराजः । धीमाननेन नियतं नियमत्रयेण कीर्त्तिं व्यधात्त्रिपथगामिव यः पवित्रां ॥ पुस्फूर्ज गूंजरधराधवसिद्धराजराजत्सभाजनसभाजनभाजनस्य । दुर्मंत्रिमंत्रितदवानलविह्वलायां श्रीखंडमंडननिभा भुवि यस्य कीर्त्तिः ॥ તથા જુઓ વસંતવિલાસ ત્રીજો સર્ગ પૃ. ૧૪. ૩૭૬. નરનારાયણાનંદમાં ને વસંતવિલાસમાં ૭ યાત્રાનો ઉલ્લેખ છે. ગિરનાર પ્રશસ્તિમાં બે યાત્રાનો ઉલ્લેખ કરી તેને ‘સંઘપતિ' કહેલ છે. ૩૭૭. પ્રાગ્ધાટ વંશમાં સામંતસિંહ-શાંતિ-બ્રહ્મનાગ-નાગડ પુત્ર આભૂ તે ચૌલુકય રાજ્યનો દંડપતિ-(જિનહર્ષનું વ. ચ.) ૩૭૮. માત્ર નં. ૧૨ એટલે સં. ૧૩૬૧માં મેરૂતુંગે રચેલા પ્રબંધ ચિંતામણી પૃ. ૨૫૧-૧૨ માં કુમારદેવી વિધવા હતી એ વાત આવી છે અને તે આ રીતે કેઃ-મંત્રીઓની જન્મવાર્તા એવી છે કે કયારેક શ્રી પાટણમાં ભટ્ટારક હરિભદ્રસૂરિના વ્યાખ્યાનમાં કુમારદેવી નામની એક રૂપવતી વિધવા સ્ત્રી આવેલી. તેના સામું આચાર્ય વારંવાર જોવા લાગ્યા; તેથી ત્યાં બેઠેલા મંત્રી આશરાજનું મન તેના પર આકર્ષાયું. તેના ગયા પછી મંત્રએ ગુરુને તેની સામું જોવાનું આગ્રહપૂર્વક કારણ પૂછ્યું, જ્યારે ગુરુએ કહ્યું કે ઇષ્ટ દેવતાએ અમને, એ સ્ત્રીની કુખમાં સૂર્ય અને ચંદ્રમાનો ભાવી અવતાર કહેલો છે તેથી તે બાબતમાં સામુદ્રિક લક્ષણો અમે ફરી જોતા હતા. આ રીતે સૂરિ પાસેથી તત્ત્વ જાણીને તેણે તે સ્ત્રીનું અપહરણ કર્યું અને પોતાના પ્રિયા બનાવી. ક્રમથી તેના પેટે જ્યોતિર્વિદ્રો જેવા તે વસ્તુપાલ તેજપાલ નામના મહામંત્રીઓ થયા.’-આ વાત નં. ૧૩ થી ૧૫ એટલે જિનપ્રભે, રાજશેખરે કે જિનહર્ષે પણ પોતાના ગ્રંથમાં જણાવી નથી, પણ નં. ૧૭, ૧૮ અને ૨૦ ના વસ્તુપાલના રાસોમાં સ્પષ્ટપણે જણાવી છે તેથી તે રાસકારો મેરૂતુંગને અનુસર્યા છે એમ સમજાય છે. સ્વ. મણિભાઇ વ્યાસ જણાવે છે કે મેરૂતુંગ વસ્તુપાલ તેજપાળથી લગભગ ૫૭ વર્ષે-નજીક કાળમાં થયો તે વખતે બંને મંત્રીઓના વંશજોહયાત હોવા જોઇએ, લોકોને પણ ઘેર ઘેર એ વાત જાણીતી હોવી જોઇએ. એ વખતે કવિને વિશ્વસનીય માહિતી મેળવવાને પૂરેપૂરી અનુકૂલતા હતી. વસ્તુપાલ તેજપાલ- ચશમા વસ્તુપાત્તેન રુદ્ધમાાશમંડાં-જેમના યશથી આકાશ છવાઈ ગયું-તેમને માટે આવી નોંધ કરવી એ જેવા તેવા જોખમનું કામ નહોતું. જો એ કાળના લોકોમાં સર્વત્ર આ વાત ચાલતી ના હોત તો વસ્તુપાળ તેજપાળ જેવા યશસ્વી અને દાનવીર શ્રાવક માટે ગ્રંથકાર આવી નોંધ કદી કરત નહિ. ગ્રંથકારને અનેક મહાપુરુષ ચરિત્રનો સંગ્રહ કરવો હતો એટલે પોતાની ફરજને અંગે તેણે આ હકીકત નોંધી છે. -શ્રી વાણીઆના જ્ઞાતિભેદ. પૃ. ૧૬૪. આ રા. વ્યાસનો ઉલ્લેખ શ્રી જિનવિજયને વધારે વિચારશીલ અને પ્રમાણભૂત જણાય છે. જૈ. સા. સં. ૩-૧-૧૦૮. સ્વ. શ્રી દલાલ આ વાત સમકાલીન એક પણ ગ્રંથમાં નથી માટે તેને અવિશ્વસનીય માને છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy