SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કે તેજપાલ બધાં રાજકાર્ય સંભાળતો તેથી વસ્તુપાલને અવકાશ મળી શકતો.૩૭૩ તેથી જે વિદ્વાનોકવિઓને તેણે પોપ્યા હતા-સન્માન્યા હતા-કદર કરી નવાજ્યા હતા. તેઓએ વસ્તુપાલની પ્રશંસાના ગ્રંથો રચ્યા હતા. આ ગ્રંથો વસ્તુપાલના સમયમાં જ રચાયેલા હોઈ સામાન્ય રીતે આપણા કવિઓના કાવ્યોમાં રહેતી અતિશયોક્તિવાળી પ્રશંસાત્મક શબ્દરચના બાદ કરતાં વિશેષ વિશ્વસનીય અને ઐતિહાસિક વિગતોનો સત્ય પ્રકાશ પાડનાર ગણી શકાય. તે પરથી ટૂંકમાં ટાંચણરૂપે અત્ર કંઈક નોંધીશું. તેમના સમય પછીના ગ્રંથોમાંથી પણ ઉપયોગી ઘણી હકીક્તો મળે છે. પણ વિસ્તારભયથી તેને અત્ર ખાસ સ્પર્શવાનું યોગ્ય નથી ગયું.૩૪ ૫૦૯. પૂર્વવૃત્તાંત-ચંડપ નામે અણહિલપુર પાટણમાં અતિ ચતુર અને પ્રતાપી પૂર્વપુરુષ થયો. તે ગૂર્જર રાજયનો સચિવ હતો. તેના પુત્ર ચંડપ્રસાદે મંત્રીપદની મુદ્રા આજીવન ધરી રાખી. તે પદ પર એટલી યોગ્યતાથી કાર્ય કર્યું કે રાજા તેને ક્ષણભર પોતાની દૂર નહોતો રાખતો, તે જૈનધર્મપરાયણ હતો. તેને થયેલા બે પુત્ર નામે શૂર અને સોમમાં સોમને સિદ્ધરાજે પોતાના રત્નભંડારનો રક્ષક તરીકે નિયુક્ત કરેલ હતો. “તેને જિનવર સિવાય અન્ય દેવ ન્હોતો, હરિભદ્રસૂરિ સિવાય અન્ય સત્ય ગુરુ ન્હોતા. સિદ્ધરાજ વિના અન્ય કોઇ તેનો ધણી-માલેક નહોતો-આ ત્રણ નિયમ તેણે બરાબર હૃદયમાં ધારી પોતાની કીર્તિ વધારી હતી. દુર્ભત્રીથી થયેલ દાવાનલથી વિદ્ગલ પૃથ્વીમાં તે ગૂર્જરધરાધીશ ૩૭૩. આ વાત વસ્તુપાલે પોતે જ પોતાના નરનારાયણાનંદ કાવ્યમાં સર્ગ ૧૬ શ્લોક ૩૬માં જણાવી છે - यः कामवृत्तिरनुजेन निजेन तेज:पालेन पूर्णनृपकार्यपरम्परेण । सद्धर्मकर्मरस एव मनो मनोज्ञविद्वद् विनोदपयसि स्नपयांबभूव ॥ ૩૭૪. વસ્તુપાલ સંબંધી સમકાલીન સાહિત્ય ૧-૩ ચૌલુક્યકુલકવિ સોમેશ્વરકૃત કીર્તિકૌમુદી (સં. ૧૨૮૨ આસપાસ), અને તેના બીજા ગ્રંથ નામે સુરથોત્સવનો છેલ્લો સર્ગ, તથા ઉલ્લાઘરાઘવના દરેક સર્ગનો છેલ્લો શ્લોક, ૪-૫ સોમેશ્વરકૃત ગિરનારના તેમજ આબુના મંદિરોમાં કોતરેલી એમ બે વસ્તુપાલ પ્રશસ્તિઓ સં. ૧૨૮૮, ૬ અરિસિંહકૃત સુકૃતસંકીર્તન, (સં. ૧૨૮૫ આસપાસ), ૭-૮ જયસિંહકૃત હમીરમદમદન નાટક,-તથા વસ્તુપાલ પ્રશસ્તિકાવ્ય, ૯-૧૦ ઉદયપ્રભસૂરિકૃત ધમાલ્યુદય નામનું ૧૬ સર્ગનું મહાકાવ્ય તથા સુશ્રુતકીર્નિકલ્લોલિની કાવ્ય. એ બધાં મંત્રીની સત્તા અને કીર્તિનો સૂર્ય મધ્યાન્હ તપતો હતો તે સમયે એટલે સં. ૧૨૮૬-૮૮ પહેલાં રચાયાં છે. ત્યારપછીના તેના જીવનનો અહેવાલ કોઇએ આપ્યો નથી. ૧૧ બાલચંદ્રસૂરિએ સં. ૧૨૯૬ પછી વસંતવિલાસ કાવ્ય રચ્યું છતાં તેમાં પણ પછીના તેના જીવનનો વૃત્તાંત નથી. વસ્તુપાલ થઈ ગયા પછીનું સાહિત્યઃ ૧૨ મેરૂતુંગકૃત પ્રબંધચિંતામણી સં. ૧૩૬૧, ૧૩ જિનપ્રભકૃત તીર્થકલ્પ સં. ૧૪ રાજશેખરકૃત ચતુર્વિશતિ પ્રબંધ સં. ૧૪૦૫, ૧૫ જિનહર્ષત વસ્તુપાલચરિત્ર સં. ૧૪૯૭ કે જે નં. ૧ ને ૧૪ ને અનુસરે છે છતાં તેમાં ઘણી નવી અને ઉપયોગી માહિતી છે. ભાષાની કૃતિઓઃ-૧૬ વસ્તુપાલ રાસ હીરાનંદસૂરિકૃત સં. ૧૪૮૪, ૧૭ લક્ષ્મીસાગરસૂરિકૃત (પ્રાયઃ સં. ૧૫૪૮), ૧૮ પાર્જચંદ્રકૃત પ્રાયઃ સં. ૧૫૫૫, ૧૯ સમયસુંદરકૃત સં. ૧૬૮૨ (૬), ૨૦ મેરૂવિજયકૃત સં. ૧૭૨૧. વસ્તુપાલ સંબંધીના લેખોમાં સુકૃત સંકીર્તન, વસંતવિલાસ, હમીરમદમર્દન, નરનારાયણાનંદ એ ચારે પર સ્વ. સાક્ષર શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ. એ. ની વિદ્વત્તાયુક્ત અંગ્રેજી પ્રસ્તાવનાઓ, કીર્તિકૌમુદીના ગુ. ભા. ની સ્વ. વલ્લભજી આચાર્યની પ્રસ્તાવના, રાસમાળા (ફોર્બ્સકત), વીરા, ૨૪૩૭ નો જૈન પત્રનો ખાસ અંકમાંનો ઝવેરી જીવણચંદ સાકરચંદનો ‘વસ્તુપાળ-તેજપાળ” એ નામનો લેખ પૃ. ૧૨૬ થી ૧૪૫, મધપૂડોમાં શ્રી નરહરિ પરીખનો લેખ નામે વસ્તુપાળ તેજપાળ', નારી પ્રવારિખિ પત્રિા મા 4-અંજ ૨ માં પહેલો જ પંડિત શિવરામશર્માનો લેખ નામે નેશ્વરવ और कीर्त्तिकौमुदी. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy