SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૫૦૬ થી ૫૦૮ વસ્તુપાલ તેજપાલ अन्वयेन विनयेन विद्यया विक्रमेण सुकृतक्रमेण च । क्वापि कोऽपि न पुमानुपैति मे वस्तुपालसदृशो दृशोः पथि ॥ ૨૩૩ - સોમેશ્વરકૃત આબુપ્રશસ્તિ સં. ૧૨૮૭ તે ઇંદ્રિયજયીનો લઘુબંધુ નામે શ્રી વસ્તુપાલ સારસ્વત અમૃતથી અદ્ભુત હર્ષવૃદ્ધિ કરનાર અમૃતવર્ષી કવિ અને વિદ્વાનોના ભાલતલ પર લખાયેલા દુ૨ક્ષરોને ભૂંસી નાંખનાર તરીકે વિજયી છે. વંશ, વિનય, વિદ્યા, વિક્રમ અને સુકૃત-એ ક્રમમાં વસ્તુપાલ સમાન અન્ય કોઈ પુરુષ કાંઇ પણ મારી દૃષ્ટિએ આવતો નથી. ૫૦૬. ‘“મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ-ગુજરાતના આ બે વિણક્ બંધુઓ પોતાના સદ્ગુણો અને સુકૃત્યોથી જે કીર્ત્તિ મેળવી ગયા, તેવી કીર્ત્તિ મેળવનારા પુરુષો ભારતના ઐતિહાસિક મધ્યકાલમાં ઘણાં થોડા થયા છે. ‘એ બંને ભાઈઓ-જન્મથી હતા તો પુનઃવિર્વાહિત માતાના પુત્ર, પણ ગૌરવ અને સમ્માનની દૃષ્ટિએ આદર્શ કુલપુંગવોથી પણ પૂજાય તેવા થયા; જાતિથી હતા તો વૈશ્ય, પણ શૌર્ય અને ઔદાર્યના ગુણે કરી મહાન્ ક્ષત્રિયોથી પણ ચઢી જાય તેવા થયા; પદથી હતા તો મહામાત્ય, પણ સત્તા અને સામર્થ્યના યોગે કરી મોટા સમ્રાટોથી પણ વધી જાય તેવા થયા; ધર્મથી હતા તો જૈન, પણ સહિષ્ણુતા અને સમદર્શિતાના સદ્ભાવે લોકમાન્ય મહાત્માથી પણ સ્તવાય તેવા થયા; વ્યવસાયથી હતા તો રાજસેવક પણ કળા અને ધર્મના અલૌકિક પ્રેમપ્રભાવે યોગી પુરુષોથી પણ વંદાય તેવા થયા, અને વેષથી હતા તો વૈભવશાલી ગૃહસ્થ, પણ ત્યાગ અને વિરાગની વાસનાએ મુનિજનોથી પણ અભિવાદાય તેવા થયા. ૫૦૭. ‘હિંદુ સંસ્કૃતિના અસામાન્ય સંરક્ષક થઇને પણ મુસલમાનોના ધર્માચરણ માટે અનેકાનેક મસ્જીદો બંધાવી આપનારા, જૈનધર્મના ૫૨મ ઉપાસક થઇને પણ સેંકડો શિવાલયો અને સંન્યાસીમઠો ચણાવી આપનારા, અહિંસા પરમો ધર્મ: ના દૃઢ શ્રદ્ધાળુ થઇને પણ દેશદ્રોહી અને ધર્મદ્વેષીઓનો સમૂળ ઉચ્છેદ કરાવી નાંખનારા, રાજ્યલક્ષ્મીના સ્વયંવર જેવા સ્વામી બનીને પણ દાસીની જેમ તેને તુચ્છકારી કાઢનારા, રાજા-મહારાજાઓના નમસ્કાર ઝીલનારા થઇને પણ ગુણવાન દરિદ્રોની ચરણપૂજા કરનારા, કુટિલ રાજનીતિના સૂત્રધાર થઇને પણ કવિતા અને કળાની સરિતામાં નિરંતર ક્રીડા કરનારા, અને વિદેશીઓ અને વિધર્મીઓની લક્ષ્મીને લૂંટનારા બનીને પણ દાનાર્થીઓ માટે ધનની નદિઓ વ્હેવડાવનારા એ ગૂર્જર મહામાત્યોની જોડીના પુરુષો, આખા ભારતના મધ્યકાલીન ઇતિહાસમાં, શોધ્યા જડે એમ નથી.' (જિ. વિ.) ૫૦૮. મોટા મોટા ચક્રવર્તી રાજાઓના જેટલી જ પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિને પામેલા વસ્તુપાલ અને તેજપાલ આ બે પ્રસિદ્ધ મંત્રીશ્વરો શ્રી પત્તનના રહેવાસી તથા પ્રાગ્ધાટ (પોરવાડ) જ્ઞાતિના જૈન ધર્મી વણિકો હતા.' (મધપૂડો) બંને મહામાત્યો, યોદ્ધાઓ અને મહાદાની-ધાર્મિક હતા, પરંતુ વસ્તુપાલમાં વિશેષતા એ હતી કે તે પોતે સ્વયં કવિ હતો-વિદ્વાન્ હતો અને સાથે વિદ્વાનોનો પોષક-આશ્રયદાતા હતો અને વસ્તુપાલ વિદ્વજ્જનો સાથે વિનોદમાં મગ્ન રહી શકતો તેનું કારણ તેજપાલ હતો કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy