SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૨ વસ્તુ-તેજ-યુગ. (સં. ૧૨૭૫ થી ૧૩૦૩) વસ્તુપાલનું આત્મવૃત્તાંત. तस्यानुजः पितृपदाम्बुजचंचरीक: श्रीमातृभक्तिसरसीरसकेलिहंसः । साक्षाजिनाधिपति धर्मनृपांगरक्षो जागर्ति नर्तितमना मुदि वस्तुपालः ॥ नागेन्द्रगच्छमुकुरामरचन्द्रसूरि-पादाब्जगहरिभद्रमुनीन्द्रशिष्यात् । व्याख्यावचो विजयसेनगुरोः सुधाभमास्वाद्य धर्मपथि सत्पथिकोऽभवद्यः ॥ कुर्वन्मुहु विमलरैवतकादि तीर्थयात्रां स्वकीय पितृपुण्यकृते मुदा यः । संघट्टिसंघपदरेणुभरेण चित्रं सद्दर्शनं जगति निर्मलयांबभूव ॥ यः स्वीयमातृपितृबन्धुकलत्रपुत्रमित्रादिपुण्यजनये जनयांचकार । सद्दर्शनव्रजविकासकृते च धर्मस्थानवली वलयिनीमवनीमशेषां ॥ - વસ્તુપાલકૃત નરનારાયણાનંદકાવ્ય સર્ગ ૧૬ શ્લોક ૩૧ થી ૩૩, ૩૭. - તેનો (મલ્લદેવનો) હાનો ભાઈ કે (હું) વસ્તુપાલ કે જે પિતાના ચરણકમલનો સેવક, માતુશ્રીની ભક્તિરૂપી સરોવરમાં રસમય રમત રમતો હંસ, જિનેશ્વરના ધર્મરૂપી રાજાનો સાક્ષાત્ અંગરક્ષક તરીકે પ્રેમમાં નાચતા મનવાળો જાગે છે, - નાગૅદ્ર ગચ્છમાં આદર્શ એવા અમરચંદ્રસૂરિના ચરણકમલમાં ભ્રમરરૂપ એવા હરિભદ્ર મુનીન્દ્રના શિષ્ય વિજયસેનસૂરિનાં અમૃત જેવાં વ્યાખ્યાનવચનોનું આસ્વાદન કરીને ધર્મપથમાં જે સુંદર પથિક છે, - જેણે ઘણીવાર વિમલાચલ રૈવતક આદિ તીર્થોની યાત્રા પોતાના પિતાના પુણ્યાર્થે હર્ષથી કરી છે, અને જે સંઘટ્ટનથી ઉત્પન્ન થયેલ સંઘની પદરજના સમૂહથી (કદરૂપો અને મેલો થવાને બદલે) સદર્શન-સારા દર્શનવાળો એટલે સુંદર અને જગતમાં નિર્મલ થયો એ વિચિત્ર છે, - જેણે પોતાના માતા પિતા ભાઈ સ્ત્રી પુત્ર મિત્ર વગેરેના પુણ્યોપાર્જન માટે અને સત્ શ્રદ્ધાનું વ્રજ વિકસાવવા માટે આખી અવનિને ધર્મસ્થાનોની હારથી વિંટળાયેલી કરી. तस्यानुजो विजयते विजितेन्द्रियस्य सारस्वतामृतकृताद्भुतहर्षवर्षः । श्री वस्तुपाल इति भालतलस्थितानि दौस्थ्याक्षरणि सुकृती कृतिनां विलुपन् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy