SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ બતાવું એવી ઈચ્છામાં રહેલો સંપ્રદાયમોહ મેં સ્વીકાર્ય ગણ્યો નથી એ નમ્રપણે જણાવું છું, તેમજ સર્વ ધર્મો પ્રત્યે પ્રેમ, ઉદારતા અને સહિષ્ણુતા રાખવાનો આદર્શ સ્વીકાર્યો છે અને તેથી બીજા સંપ્રદાય પ્રત્યે તિરસ્કાર કે નિંદાવચન લેશ પણ ન વપરાય અને સમભાવબુદ્ધિ જાગૃત રહે તેની પણ કાળજી રાખી છે. કે ૭૧. શ્રુત-સાહિત્ય પ્રત્યેની ભક્તિએ આ કૃતિ કરવામાં મને પ્રેરિત કર્યો છે; સૂરિના આદિનાથ-ભક્તામર સ્તોત્રનું નીચેનું પદ્ય સ્મરણમાં બરાબર આવે છે अल्पश्रुतं श्रुतवतां परिहासधाम, त्वद्भक्तिरेव मुखरीकुरुते बलान्माम् । यत्कोकिलः किल मधौ मधुरं विरौति तच्चारुचूतकलिकानिकरैकहेतुः ॥ “હું રહ્યો અલ્પશ્રુત આ શ્રુતવાન પુરૂષોના પરિહાસનું સ્થાન, છતાં તારી ભક્તિ જ મને પરાણે બોલતો કરે છે; જેમ કોકિલા વસંતમાં મધુર ૨વ કરે છે તેમાં હેતુ માત્ર આમ્રકળીઓનો સમૂહ જ છે. –વજ્રથી વીંધાયેલા રત્નમાં સૂત્રની જેમ (અત્ર) મારી ગતિ છે. प्रांशुलभ्ये फले लोभादुबाहुरिव वामनः ॥ આ વખતે શ્રી માનતુંગ મહાન્ કવિ કાલિદાસનાં નીચેના બે શ્લોકાર્ધમાં વર્ણવેલી છે. તેવી મારી ગતિ-સ્થિતિ છે તે હું મુક્તકંઠે જણાવું છું: मणौ वज्रसमुत्कीर्णे सूत्रस्येवास्ति मे गतिः ॥ - –ઉંચાથી જે ફલ લભ્ય થાય તેમ છે તે પ્રત્યે વામન (ઠીંગણો) તે ફલના લોભથી પ્રેરાઇ પોતાનો હાથ લંબાવે, એવી મારી સ્થિતિ છે. ૭૨. જૈન ધર્મ અને તેના સાહિત્ય પ્રત્યે જ્યારે જ્યારે ખોટા આક્ષેપો થાય છે ત્યારે ત્યારે એક સુપ્રસિદ્ધ અંગ્રેજી ભજનની કડી યાદ આવે છે કે જ્યારે ધૂમસ ઉડી જશે ને વાતાવરણ સ્વચ્છ થશે 'ત્યારે આપણે એક બીજાને અધિક પીછાનીશું.’ Jain Education International મારા આ પ્રયત્નથી શ્વેતામ્બર જૈનોએ આર્ય સંસ્કૃતિની ભવ્ય ઇમારતમાં કેટલો સુંદર ફાળો આપ્યો છે. તેનો બરાબર ખ્યાલ જૈન કે જૈનેતર-સર્વ સાહિત્યવિલાસી વર્ગમાં આવશે તો મારો પરિશ્રમ નિરર્થક નથી ગયો એ સમજાતાં આ સાહિત્યસેવકને આનંદ થશે. આવા પ્રયત્નો બૌદ્ધ, વૈષ્ણવ, શૈવ, શીખ, જરથોસ્તી, ખ્રિસ્તી અને ઇસ્લામી ધર્મના સાહિત્યના ઇતિહાસો લખી બહાર પાડવામાં તે તે ધર્મના વિદ્વાનો કરશે તો વિશેષ આનંદ થશે. મુંબઈ નવેંબર ૧૯૩૨. For Private & Personal Use Only મોહનલાલ દલીચંદ દેસાઈ www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy