SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ यस्माद् यो यस्य योग्यः स्यात् तत्तेनालोच्य सर्वथा । प्रारब्धव्यमुपायेन सम्यगेष सतां नयः ॥ શ્રી રાયચંદ કવિ કહે છે કે :જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ. ગાંધીજી કહે છે કે “જૈન દર્શનમાં અહિંસાનો એટલી બધી સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવ્યો છે કે તે અહિંસાધર્મને નામે પણ ઓળખાય છે. તેથી અહિંસાને પોષક એવાં જે કાંઈ તત્ત્વો જૈનેતર ગ્રંથો કે સંપ્રદાયોમાં મળી આવે તે બધાં જૈનોને માટે આદરણીય છે, તેવી જ રીતે જૈન દર્શનમાં જે જે અહિંસાધર્મ આદિનાં તત્ત્વો છે તે અજૈનોને માટે આદરણીય છે. વળી તેઓ કહે છે કે “ધર્મને સભ્યતાની સાથે સરખાવી શકાય. જેમ આપણે પોતાની સભ્યતાને સાચવતા છતાં બીજી સભ્યતામાં જે સારું હોય તેનો અનાદર ન કરતાં તેમાંથી તે લઇએ છીએ, તેમ પરધર્મને વિષે પણ કરાય.’ ૬૯. આ પુસ્તક જે નિબંધની સંશોધિત-વર્તિત બૃહત્ આવૃત્તિ છે તે નિબંધની પ્રેરણા કરનાર સાહિત્યસંસના પ્રમુખ સાક્ષર શ્રી કનૈયાલાલ મુનશી, તેની આવૃત્તિ કરવાની પ્રેરણા કરનાર મારા મિત્રો, જૈન પુસ્તક ભંડારો જોવા તપાસવાની સગવડતા કરી આપનાર મુનિ અને શ્રાવક મહાશયો, હસ્તલિખિત પ્રતોના સંબંધી બહાર પડેલ રીપોર્ટો-સૂચીઓ અને તેના ઘડનારા વિદ્વાનો, ચિત્રોના ‘બ્લૉકો’ વિના બદલાએ સૌજન્યથી પૂરાં પાડનાર સજ્જનો અને સંસ્થાઓ, વગેરે જે જે આ પુસ્તકના પ્રકાશનમાં ઉપકારકનિમિત્તભૂત થયા છે તે સર્વેનો તેમજ પ્રસ્તાવના લખવા માટે (કે જેમાંના બધા વિચાર સાથે હું સંમત નથી) વડોદરા કોલેજમાં ઇતિહાસના પ્રોફેસર કામદારનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને ખાસ કરી જે. જૈનોની મહાન્ સંસ્થા-શ્રી જૈન છે. કૉન્ફરન્સ કે જેણે મારી આ કૃતિને પ્રકાશિત કરી એક પ્રકારે અખિલ ભારતના સાહિત્યની સેવા કરી છે તેનું ઋણ વિસર્યું વિસરાય તેમ નથી. તે મહાસંસ્થાએ આખી જૈન શ્વે. સમાજમાં પ્રબલ જાગૃતિ ફેલાવી છે, સુધારા તથા પ્રગતિશીલ કેળવણીના પ્રચારનું વિશાલ વાતાવરણ ઉપજાવ્યું છે, દેશના હિતને તથા સ્વધર્મને જાળવી વિચારસ્વાતંત્ર્યનો પાયો નાખ્યો છે, ભય વહેમ સંકુચિતતા અનર્થપરંપરા ઘેલછા અસહિષ્ણુતા અને અવિવેક પર પ્રહાર કરી સમાજને સીધા અને પ્રગતિશીલ માર્ગે દોરી છે–એમ અનેકાનેક લાભો આ મહાસંસ્થાએ કર્યા છે અને તે દ્વારા થઈ શકે તેમ છે. તે એક જીવંત પ્રાણવાનું નિયમબદ્ધ, સંગઠિત, એકત્ર, જાજવલ્યમાન સંસ્થા સર્વથા બની રહે એ મારી હૃદયેચ્છા છે. ૭૦. આ ઇતિહાસમાં વિશ્વસનીય હકીક્તોનો પ્રમાણ–આધાર આપી સંગ્રહ કરવામાં આવ્યો છે. મળેલી અસંખ્ય હકીકતોને પ્રમાણપુરઃસર લેવી, તેમાંથી ખરૂં શું છે તે તારવવું અને તેની યથાસ્થાને યથા રીતે યોજના કરવી એમાં બહુ મહેનત, મગજમારી અને વિચારપૂર્વક મનન કરવાં પડ્યાં છે અને તેથી વોનસ્તત્ર ટુર્નમ: | એ કથન બરાબર સમજાયું છે. અત્યુક્તિ કોઈપણ સ્થળે બનતાં સુધી ન થાય એની કાળજી રાખી છે; કારણ કે તેનાથી મૂળ વસ્તુને અન્યાય થાય છે અને તે વસ્તુને યથાર્થ સ્વરૂપે સમજી શકાતી નથી. ગાંધીજી ખરૂં કહે છે કે “અત્યુક્તિ એ અસત્યનું એક ભૂડું સ્વરૂપ છે. અસત્ય વડે પ્રજા ચઢતી હોય તો પણ આપણે એ ચઢતીનો અસ્વીકાર કરવો એ વધારે શોભે, કેમ કે એવી ચઢતી એ છેવટે પડતી કરાવે છે. તેજ પ્રમાણે હું જૈન હોઈ જૈન સાહિત્યની ચઢતી અત્યુક્તિથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy