SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ કે જૈનેતર, બ્રાહ્મણ કે બ્રાહ્મણેતર વગેરેમાં આંતરિક એકતા ન દેખાતી હોય અને કવચિત્ કવચિત્ ક્લેશ ને કલહનું રૂપ લેતી હોય તો તે દુઃખદાયક છે, નરી મૂર્ખતા છે. એક જ ભૂમિમાં ઉછરનાર, એક જ ભૂમિનાં અન્ન પાણીથી પોષણ લેનાર, એક જ પ્રકારની સંસ્કૃતિના સંસ્કાર પામનાર, એક જ જાતનાં સુખદુઃખો ભોગવનાર અરસપરસ સહકાર, પ્રેમ અને વિશ્વાસ દાખવી શકે અને તેથી એકતા સાધી શકે; અને તે સાથે દરેક પોતપોતાની વિશિષ્ટ વિધિ ક્રિયાઓનું પાલન પણ કરી શકે અને પોતાનો ધર્મ પાળી શકે પણ એક બીજા તે માટે કંઇપણ વિરોધ રાખી ન શકે. ૬૭. જાદી જાદી સંસ્કૃતિમાં ઉછરેલી પણ એકબીજા સાથે જ વસતી હિન્દુ અને મુસ્લિમ જાતિમાં પણ ઐક્ય જોકે દુઃસાધ્ય અમુક વખત સુધી હોય પણ અસાધ્ય તો નથી. એક જાતનાં દુ:ખમાંથી બંને પસાર થઇ તે સાથે સહેવાની અને તેનો પ્રતિકાર કરવાની તકો મેળવે, એક બીજા એકબીજાનાં પોતાને ઇષ્ટ લાગતાં તત્ત્વો ગ્રહણ કરે અને એકબીજાની ધર્મક્રિયાઓ પ્રત્યે સહિષ્ણુતા રાખે, યા દરેક પૃથગ્ રીતે પોતાની પ્રગતિ કરે પણ સામાન્ય જ્યાં બચાવ કરવો પડે ત્યાં એકત્રિત થઇ બચાવ કરે તો એકતા શીઘ્ર સુલભ થાય. સમ્રાટ અકબરે એકતાની દિશામાં શુભ પ્રયાસ કર્યો હતો, તેણે તો દરેક ધર્મના આચાર્યો, મોલવીઓને ભેગા કરી તેમની પાસે તેમના ધર્મનાં તત્ત્વો સંબંધી હકીક્ત મેળવી ‘દીને ઇલાહી’ નામનો બધામાંથી ઇષ્ટ તત્ત્વો લઇને કરેલો નવો મત કાઢ્યો; તેમજ ભાષા પણ આખા દેશમાં એક કરી નાંખી. બીજા પ્રયત્નોમાં શિલ્પકળામાં બંને સંસ્કૃતિનો મેળ થયેલો જોવાય છે; સંગીતમાં તાનસેને અને શિખ ગુરૂઓએ બંનેનું સંયોજન (adjustment) કર્યું. કબીર અને ગુરૂ નાનકે બંને સંસ્કૃતિમાંથી ધાર્મિક ભજનો રચી-સંગ્રહી બંનેમાં સમભાવ પેદા કરવાનો શ્રમ ઉઠાવ્યો. આમ અનેક પ્રયત્નો થવાથી કેટલીક સરળતાઓ થઇ ગઇ. મુસ્લિમમાંથી હિંદુ ધર્મને મળતો સુફીવાદ ઉત્પન્ન થયો; પોતે વિદેશી રહ્યા નથી એમ સમજાયું, એક બીજા સુખસંપથી રહેવા લાગ્યા; છતાં એકબીજાની સંસ્કૃતિ, સાહિત્ય અને ઇતિહાસનું અજ્ઞાન અલગપણાની ભાવના ઉત્પન્ન કરવા માટે ઓછું જવાબદાર નથી. એકબીજાના સાહિત્યનો એક બીજાએ અભ્યાસ કરવો એ કોમવાદ દૂર કરવા માટે એક રાજમાર્ગ છે. ૬૮. સાહિત્ય કે વિજ્ઞાન ગમે તે હો, પરંતુ તેના વિષે બે તત્ત્વો સ્થાપિત છે તે પ્રત્યે દુર્લક્ષ કરી શકાય તેમ નથી. (૧) કોઈપણ સાહિત્ય કે વિજ્ઞાન બીજાં સાહિત્ય કે વિજ્ઞાનોનાં ઉપલબ્ધ સમાંતર (collateral) પુરાવા પ્રત્યે અલક્ષ કરી શકે નહિ, (૨) સાહિત્ય કે વિજ્ઞાન અમુક જાતિના લોકો માટે જ નથી. પરંતુ સંસ્કૃતિવાળા જગમાં સમસ્ત વિદ્યાવાનૢ જાતિ માટે છે. એક ધર્મની કે એક દેશની કે એક જાતિની વ્યક્તિએ સર્જેલા સાહિત્ય કે વિજ્ઞાનને એકાકી પૃથક્ રાખી ન શકાય, અને સર્વ વ્યક્તિઓપછી તે વ્યક્તિ ગમે તે ધર્મ પાળતી, ગમે તે દેશની કે જાતિની હોય-ના સાહિત્ય કે વિજ્ઞાનના સિદ્ધાંતોને શ્રી હરિભદ્રસૂરિના યોગબિંદુના નીચેના શ્લોક પ્રમાણે અંગીકાર કરવા ઘટે; તેમ કરવાથી ફલસિદ્ધિ અચૂક થાય છે ઃ આત્મીય: પરીયો વા : સિદ્ધાંતો વિપશ્ચિતામ્ ?! दृष्टेष्टबाधितो यस्तु युक्तस्तस्य परिग्रहः ॥ –વિદ્વાનોને પોતાનો સિદ્ધાંત કે પારકાનો સિદ્ધાંત એવું શું છે ? જે સિદ્ધાંત દૃષ્ટ અને ઇષ્ટથીવસ્તુ અને સ્વરૂપથી-અબાધિત એટલે અવિરૂદ્ધ હોય તેનો પરિગ્રહ એટલે સ્વીકાર કરવો યોગ્ય છે. કહ્યું છે કે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy