SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ હિંદના દરેક ઇલાકામાં પ્રાપ્ત થયા છે અને વિશેષ નીકળતા જાય છે. એમાંના કેટલાક દેશની, સાહિત્યની, ધર્મની, કોમની, જાતિની સેવા ઘણી સારી બજાવી છે. ૬૪. આપણા ઉચ્ચ અંગ્રેજી શિક્ષણ પામેલા સંસ્કારી ગ્રેજ્યુએટોએ ઘણું ઘણું કરવાનું રહે છે. યુનિવર્સિટીનું શિક્ષણ, અખંડ અને ઉચ્ચ વિચાર-સરણિ પ્રત્યેના પ્રેમનો વિકાસ, અને લૌકિક પ્રથાઓ તથા દૃઢીભૂત થયેલી અનુચિત ભાવનાઓની સામે વિરોધ કરવાની શક્તિ ન કેળવી શકે તો તે શું કામનું ? સુશિક્ષિત જન તો જ્યાં સત્ય હોય ત્યાંથી તેને શોધી કાઢી તેને અનુસરશે અને ઘણા લોકો અનુસરે છે તે પ્રમાણે-ગતાનુગતિક ગાડરપ્રવાહ પ્રમાણે અનુસરવાની ચોખ્ખી ના પાડશે. જ્ઞાનમાં શક્તિ છે અને સત્ય સ્વતંત્રતાને માર્ગ કરી આપે છે. દેશનું નવીન ઘડતર કરવા માટે આપણે વિચારવું ઘટે અને પ્રજ્ઞાથી કાર્યક્રમની વ્યવસ્થા કરવી ઘટે. નૂતન ઝાંખી કરવાથી નિપજતી અચલ શ્રદ્ધા, નવીન શરૂઆત અને આશામાંથી સર્જન થાય છે. વર્તમાનયુગમાં ચારે બાજા અનેક આંદોલનો, વિચારપ્રવાહો અને પ્રશ્ન ઉકેલણી ગતિમાનું થયેલ છે. તેમાં વિચારસરણિ ઢીલી અને મુંઝાયેલી રહે, સ્પષ્ટ સૂક્ષ્મદર્શન ન થાય એ સ્વાભાવિક છે આપણી સમાજના અને સંસ્કૃતિના પ્રદેશોમાં પણ વસ્તુસ્થિતિ લગભગ એવી છે. આપણે અભિમાન અને આત્મનિંદા એ બે છેડા વચ્ચે ઝૂલીએ છીએ. સમાજદેહમાં જે ઘા પડ્યા છે તે કેમ રૂઝવવા તે સૂજતું નથી. રૂઢિ શાસ્ત્રને નામે પીડી રહી છે, બીજી બાજા ક્રાંતિકારક તર્કવાદ આખી સ્થિતિની ઉથલપાથલ કરી નાંખે તે પ્રમાણે પોતાના સિદ્ધાંતો ફેંકી રહ્યો છે. સામાજિક અને દેશનાં સંસ્કૃતિવિષયક બળો છિન્નભિન્ન થઈ ગયાં છે. આમાં જાનું અને નવું એ બંનેનું ઐક્ય-એકીકરણ કેમ કરવું એ મોટો પ્રશ્ન છે અને તે પ્રશ્નનું નિરાકરણ યુનિવર્સિટીનું શિક્ષણ ન કરી શકે તો તેવા શિક્ષણથી શું લાભ? ૬૫. ભૂતકાલનું-જૂનું એટલું સોનું, એમ સમજી તેનું બધું રોમાંચકારક-વિસ્મયકારક (romantic) લાગે છે પણ જો તેનાથી આપણે સર્વસંતુષ્ટ રહીએ તો તેથી અધઃપતન પ્રત્યે જવાય, કારણ કે એવી અનેક જૂની પ્રથાઓ અને રૂઢિઓ પ્રચલિત છે કે જે વર્તમાનમાં તે સ્વરૂપે ઉપયોગી નથી. પુર નિત્યે ન સાધુ સર્વમ્ | -જેટલું જાનું એટલું બધું સારું એમ જ નથી. જીવનપ્રવાહમાં ભૂતકાલ તે વર્તમાનકાલ નથી. મૌલિકતા અને સાહસિકતાથી પ્રગતિ આવે છે. અનુકરણથી અને જજૂને ચીલે ચાલ્યા જવાની વૃત્તિથી સડો થાય છે. ભૂતકાળની દેખાતી પ્રજ્ઞા ગમે તેટલી સંપૂર્ણ હોય, છતાં તે જે રૂપોમાં આચ્છાદિત છે તે રૂપો છેવટનાં-આત્યંતિક નથી. તેઓને ભાંગીને નવાં બનાવવાની જરૂર છે. ભણેલાઓએ જીવનનું તાત્ત્વિક સ્વરૂપ પ્રાપ્ત કરી તેને નવાં કાર્યોમાં કામે લગાડવું જોઈએ. એક જાતિ કે કોમનું તાત્વિક સ્વરૂપ તે પૂર્વ યુગોમાં જે સ્થિતિમાં સ્થિર થયેલ હોય તેમાંથી પણ મળતું નથી; કોઇપણ પ્રજાના ઇતિહાસની પર્યાલોચના કરીએ તો એવું ઉડું ને પાયામાંથી ચણેલું કંઈક મળી આવશે કે જે સંપૂર્ણતા પામ્યા વગર નિરંતર નવીન ને નવીન થતું જાય. આ વિકાસ પામતી વૃદ્ધિ-વિકાસવાદ જીવનનું રહસ્ય છે–તાત્ત્વિક સ્વરૂપ છે. આર્ય સંસ્કૃતિમાં મનુષ્યના આત્માની અમરતા પર, સમસ્ત વિશ્વની અનંતતા પર અને જ્યાંથી સત્ય મળે ત્યાંથી તેના શોધનપર પ્રધાન ભાર મૂકવામાં આવ્યો છે. ભારતદેશે જીવનના વિકાસક્રમ પ્રત્યે પોતાનું તત્ત્વજ્ઞાન વિસ્તાર્યું છે. શુદ્ધ આત્માની પ્રાપ્તિના પ્રયત્ન વડે જ મુંઝવણમાં નાંખે તેવાં અનાવશ્યક આવરણોનો નાશ થશે. જે વસ્તુઓ ડગી નથી તે કાયમ દૃઢ રહે તેટલા માટે આસપાસ જે કાષ્ઠ, ઘાસ અને ઠુંઠાં ઉભાં રહ્યાં હોય તેનો રસ્તો કરી નાંખવો જોઇએદૂર કરવાં જોઇએ. ૬૬, ભારતના બધા આર્ય ધર્મોમાં મૂળતત્ત્વો અને તે સંબંધીની ફિલસુફી લગભગ એક પ્રકારની, એક જ ઉદેશ-સાધ્ય પ્રત્યે પ્રયાણ કરનારી છે. માત્ર શબ્દ-પરિભાષા જુદી જુદી વાપરવામાં આવી છે. છતાં જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy