SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ હતો. આમ કવિત્વ ત્રણ પેઢી સુધી ઉતર્યું હતું. આ વિજયપાલ કૃત દ્રૌપદી સ્વયંવર નામનું દ્વિઅંકી સંસ્કૃત નાટક ગુજરાતના સોલંકી “અભિનવ સિદ્ધરાજ' બિરૂદ ધારક મહારાજ ભીમદેવ (બીજો ભીમભોળો ભીમ-રાજ્ય સં.૧૨૩૫ થી ૧૨૯૮)ની આજ્ઞાનુસાર ત્રિપુરુષદેવ સામે વસન્તોત્સવ સમયે ભજવવામાં આવ્યું હતું અને તેના અભિનયથી ગૂર્જર રાજધાની અણહિલપુરની પ્રજા પ્રમુદિત થઈ હતી.૩૦ ૪૯૯. અજયપાલ પછીના સોલંકી રાજાઓના સમયમાં પણ જૈન મંત્રીઓ અને દંડનાયકો હતા. તે પૈકી અંબડ મંત્રી અને આલ્હાદન દંડનાયકનાં નામ મળે છે. તે બંને સગા ભાઈ હતા. મૂળ ગલ્લક કુળમાં જન્મેલા. તે સમસ્ત કુલ નાગૅદ્રગચ્છના સાધુઓને ગુરુ તરીકે સ્વીકારતું હતું. તેમાં વાધૂ નામના પૂર્વજ સંગમખેટકમાં મહાવીર ચૈત્ય બંધાવી સો હલ-સાંતીવાળી જમીન વાડી સહિત તે ચૈત્યને અર્પણ કરી. તેના પુત્ર કપૂર્દીએ યુગાદિદેવ-ઋષભદેવનું ચૈત્ય વટસર નામના ગામમાં બંધાવ્યું. તેના પુત્ર આમ્રદેવ ને તેનો પુત્ર દેવચંદ્ર ને તે દેવચંદ્રને ચાર પુત્રો થયા. જયેષ્ઠ અંબ૩૭૧ સચિવ હતો, બીજો જલ્પણ, ત્રીજો આલ્હાદન નામે દંડનાયક (સેનાપતિ) થયો અને ચોથો મલ્હાદન. આમાં અંબડ મંત્રી સ્વર્ગસ્થ થતાં આલ્હાદન દંડનાયકે સત્યપુર (સાચોર)ના વીર પ્રાસાદમાં ઋષભદેવની થારાપદ્ર (થરાદ)ના નામેય ચૈત્યમાં પાર્શ્વનાથની તથા ચંદ્રપ્રભસ્વામિ સીમંધર યુગંધરની અને અંબિકા ભારતીની મૂર્તિ સ્થાપિત કરી. આ આલ્હાદનની પ્રાર્થનાથી સં. ૧૨૯૯માં અણહિલ્લ નગરમાં નાગેન્દ્રગચ્છના વીરસૂરિપરમારવંશીય વર્ધમાન-રામ-ચંદ્ર-દેવ-અભયદેવ-ધનેશ્વર-વિજયસિંહસૂરિ શિષ્ય વર્ધમાનસૂરિએ ૫૪૯૪ શ્લોક પ્રમાણ વાસુપૂજ્ય ચરિત (વિ.સં. ૧૨૯૯માં} રચ્યું. (વે.નં. ૧૭૭૨, પ્ર. જે. ધ. સભા નં. ૧૮). * ૫૦૦. આ સમયમાં તાડપત્રપર સં. ૧૨૪૭ માં કલ્પસૂત્રની (પી. ૩, ૫૧), ૧૨૫૧માં આ. હેમચંદ્રકૃત યોગશાસ્ત્રની (પી. ૩, ૪૫) પ્રત લખાઈ ૧૨૬૧ માં ભીમદેવરાજ્ય માનતુંગકૃત સિદ્ધજયંતીની પ્રત પ્રાગ્વાટ ઠ. નાઉ શ્રાવિકાએ મુકુંશિકાસ્થાનમાં લખાવી અજિતદેવસૂરિને અર્પણ કરેલી (પી. ૩, ૪૫), સં. ૧૨૬૪ (૧૨૮૮) માં ગુણપાલકૃત પ્રાકૃત ઋષિદત્તા ચરિતની પ્રત અણહિલવાટકે ભીમદેવના રાજ્યમાં (કી. ૨, ૯) લખાઈ અને સં. ૧૨૯૫ માં ખરતર જિનપતિજિનેશ્વરસૂરિ શિ. વીર-કલેશ ગણિએ આવશ્યકવૃત્તિ (ક. છાણી) અને સં. ૧૨૯૬ માં ઉપદેશદલવૃત્તિ પુસ્તકની તાડપત્ર પર પ્રતો લખાઇ. (પી. ૫, ૪૨). - ૫૦૧. વળી ગુજરાતના સામંત-આબુના રાજા ધારાવર્ષ (કુમારપાલના મહા સામત્ત યશોધવલનો પુત્ર)ના ભાઈ પ્રલ્હાદનદેવે પાર્થપરાક્રમ વ્યાયોગ રચ્યું (પ્ર. ગા. ઓ. સી.)ને પોતાના નામથી અલ્હાદનપુર (પાલણપુર) વસાવ્યું. ને ત્યાં પાલ્ડવિહાર નામનું જૈન મંદિર કરાવ્યું. અજયપાલ મેવાડના રાજા સામંતસિંહ સાથેના યુદ્ધમાં બહુ ઘવાયો હતો, ત્યારે રાજ્ય અને પ્રાણીની રક્ષા આ પ્ર©ાદનદેવે (પાલનસીએ) પોતાની વીરતાથી કરી હતી. પ્ર©ાદનદેવે શ્રી ભોજ અને મુંજ સંબંધી એક કરૂણરસ પ્રધાન કથા રચ્યાનું સોમેશ્વર કહે છે. પરંતુ તે કથા કે અલ્લાદનદેવના બીજા ગ્રંથો હાથ લાગતા નથી. પણ આ પંડિત (રાજા) કે જે સોમેશ્વરના પિતાના ગુરુ થાય તે અત્યંત પરોપકારપરાયણ પુરુષ હશે ૩૭૦. જુઓ તે નાટકની જિનવિજયજીએ લખેલી પ્રસ્તાવના પ્ર. ઓ. સભા ભાવનગર. ૩૭૧. આ અંબડ સં. ૧૨૯૬માં ભીમદેવનો મહામાત્ય હતો. જુઓ ઉપદેશકંદલી લેખનપ્રશસ્તિ પી. ૫, ૫૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy