SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૪૯૩ થી ૪૯૮ વાયડગચ્છ જીવદેવસૂરિ ૨ ૨૯ કરાવી. વાયડમાં વસતા લલ્લ નામના કોટિધ્વજ શેઠે બ્રાહ્મણોનો પોતે ભક્ત હોઈ મહાયજ્ઞ શરૂ કર્યો. પણ તેમાંથી દિલ ઉઠી ગયું ને જીવદેવસૂરિના ઉપદેશથી પોતે જૈન થયા. એટલે જૈન ચૈત્ય કરાવવા માંડ્યું. તેમાં ભુવનદેવીને શાંત કરી તેની ભૂમિને શુદ્ધ કરી જીવદેવસૂરિએ તે ચૈત્ય પૂર્ણ કરાવ્યું ને તેમાં ભુવનદેવીની દેરી કરાવી. લલ્લ જૈન થતાં વાયડના બ્રાહ્મણોનો વૈષ વધ્યો ને આખરે આ સૂરિના પ્રતાપથી લલ્લ સાથે બ્રાહ્મણોનું એવું સુલેહનામું થયું કે “જૈનો વાયડમાં ગમે તે ધાર્મિક ઉત્સવો કરે તેમાં કોઈએ કોઈપણ પ્રકારનું વિઘ્ન નાંખવું નહિ. (વાયડમાં જે કંઈપણ ધાર્મિક કાર્યવ્યવસ્થા થશે તેમાં) ભ. મહાવીરના સાધુઓનો ભાગ પહેલો રહેશે. (જીવદેવસૂરિની ગાદી ઉપર) જે નવીન આચાર્ય બેસે તેનો પટ્ટાભિષેક બ્રાહ્મણોએ સુવર્ણનું યજ્ઞોપવિત પહેરાવીને બ્રહ્માના મંદિરમાં કરવો.” વગેરે. આ પરથી મુનિ કલ્યાણવિજય કહે છે કે આ જીવદેવસૂરિ પ્રસિદ્ધ વિક્રમાદિત્યના સમયના નહિ પણ એ સમયથી લગભગ ૫૦૦-૬૦૦ વર્ષ પછીના પુરુષ હતા. લલ્લશેઠ દ્વારા જે બ્રાહ્મણોએ જૈનોની સાથે શરતો કરેલી તેજ બ્રાહ્મણો કાલાન્તરે સત્તાહીન અને જાગીરહીન થતાં જૈનોના આશ્રિત ભોજકો થયા હતા એમ હું માનું છું. ભોજક જાતિનું હજી પણ આદરસૂચક વિશેષણ ‘ઠાકોર’ છે-એ સૂચવે છે કે પૂર્વે એ જાતિ જાગીરદાર હશે એ નિશ્ચિત છે. એ લોકોનું પાલણપુરની આસપાસના પ્રદેશમાં ઢાગર પ્રગણામાં, જેમાં વાયડ પણ આવેલ છે ત્યાં, માન છે અને જૈનો ઉપર કેટલાક પરંપરાગત લાગા છે. આથી પણ આ લોકોનો આ પ્રદેશમાં પૂર્વે અધિકાર અને વસવાટ હોવાનું જણાઈ આવે છે. જ્યારથી એ લોકોએ વાયડ ખોયું ત્યારથી જ અધિક પરિચય અને સંબંધના કારણે એમણે જૈન મંદિરોની પૂજા ભક્તિ કરવાનું શરૂ કર્યું હશે, અને જૈનોએ એમને લાગા બાંધી આપ્યા હશે. દંતકથા પ્રમાણે એમને આ હેમચંદ્ર જૈન બનાવ્યાનું, કે બીજી દંતકથા પ્રમાણે ખરતર ગચ્છીય જિનદત્તસૂરિએ જૈનધર્મમાં લેવરાવ્યાનું અને જૈનોને ઘરે ભોજન કરવાથી “ભોજક' નામ પડ્યાનું કથન યથાર્થ જણાતું નથી, કારણ કે “ભોજક’ શબ્દ નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિ (પારા ૨૯૩)ના વખતમાં પણ પ્રચલિત હતો અને તેનો અર્થ “પૂજક એ થતો હતો. આથી માનવાને કારણે મળે છે કે પ્રસિદ્ધ આચાર્ય હેમચંદ્રા અને જિનદત્તસૂરિની પહેલાં જ એ લોકોને વાયડ ગચ્છના જ કોઈ આચાર્યે જૈન મંદિરોના પૂજક તરીકે કામ કરી લીધા હશે, અને તે આચાર્યનું નામ જિનદત્તસૂરિ' પણ હોય, તો તે નવાઈ નથી, કારણ કે વાયડ ગચ્છમાં દરેક ત્રીજા આચાર્યનું નામ “જિનદત્તસૂરિ' જ અપાતું હતું-જુઓ ટિ. ૩૯૩. પ્રબંધમાં જણાવેલ જીવદેવસૂરિના વંશજ આ પારામાં ઉલ્લેખેલ વિવેકવિલાસના કર્તા જિનદત્તસૂરિ , અને તેમના શિષ્ય પારા ૫૪૪-૪૬માં ઉલ્લેખેલ અમરચંદ્રસૂરિ જણાય છે. (પ્ર. ચ. પ્ર.) ૪૯૭. સં. ૧૨૬૮માં તાડપત્ર પર મુનિચંદ્ર લોકાનંદયોગ્ય નાગાનંદ નાટકની પ્રત લખી (પી. ૫, ૧૦૯). સં. ૧૨૭૧ માં ગુણવલ્લભે નરચન્દ્રના કહેવાથી વ્યાકરણ ચતુષ્કાવચૂરિ સમર્થિત કરી. સં. ૧૨૭૩ માં અજીતદેવે યોગવિધિ, તથા હરિભદ્રસૂરિ (બીજા) એ મુનિપતિ ચરિત્ર પ્રાકૃતમાં (પી. ૫, ૧૩૧), ૧૨૭૪ માં ઉક્ત તિલકાચાર્યે જતકલ્પ પર વૃત્તિ (પી. ૫, ૧૩૧) અને સં. ૧૨૭૫ માં ઉક્ત પૂર્ણભદ્ર આનન્દાદિ દશ ઉપાસક કથા (જેસ. પ્ર. ૧૭) રચી. ૪૯૮. ઉપર નિર્દેશેલ મહાકવિ શ્રીપાલના પુત્ર સિદ્ધપાલનો પુત્ર વિજયપાલ પણ મહાકવિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy