SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ૪૯૩.ખ. જિનપતિસૂરિએ શ્રેષ્ઠિ નેમિચંદ્ર ભાંડાગારિકને જૈનધર્મી કરેલ હતો. (ભા. ૪, ૧૪૯) તે શ્રેષ્ટિએ સક્રિસય (ષષ્ઠિ શતક) નામનો ઉપદેશમય પ્રકરણ ગ્રંથ પ્રાકૃતમાં રચ્યો. (વે. નં. ૧૬૭૦૭૨, પ્રોહી. હં; અને મોહનલાલ ગ્રં.નં. ૨ સત્યવિજય ગ્રં.નં. ૬.) આ શ્રેષ્ઠિના પુત્ર સં. ૧૨૨૫માં દીક્ષા લઈ પછી જિનપતિસૂરિના પટ્ટધર નામે જિનેશ્વરસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. સં. ૧૨૫૮માં ભીમદેવ રાજ્ય મલયચંદ્ર (મલયગિરિ ) વિરચિત ષડશીતિ વૃત્તિ તાડપત્ર પર લખાઈ (પા. સૂચિ નં. ૫૫). ૪૯૪. સં. ૧૨૬૦ માં વટ-વડગચ્છના (સર્વદેવસૂરિ-જયસિંહ-ચંદ્રપ્રભ-ધર્મઘોષ-શીલગુણસૂરિમાનતુંગસૂરિ શિ.) મલયપ્રભ સ્વગુરુ માનતુંગસૂરિકૃત જયન્તી પ્રશ્નોત્તર સંગ્રહ-સિદ્ધજયંતી પર વૃત્તિ રચી (પી. ૩, ૩૭) અને તે નાઉ નામની પ્રાગ્વાટ જ્ઞાતિની શ્રાવિકાએ સં. ૧૨૬૧ માં પંડિત મુંજાલ પાસે મુંકુશિકા સ્થાને લખાવીને અજિતપ્રભસૂરિને સમર્પિત કરી. (પી. ૩, ૪૫). - ૪૯૫. સં. ૧૨૬૧ માં ચંદ્રગચ્છના(પી.) ચંદ્રપ્રભસૂરિ-ધર્મઘોષ-ચક્રેશ્વર-શિવપ્રભસૂરિ શિષ્ય તિલકાચાર્ય પ્રત્યેકબુદ્ધ ચરિત (પી. ૩, ૧૦૯; વે... ૧૭૫૨) રચ્યું. સં. ૧૨૬૨માં ખ. જિનપતિસૂરિ શિષ્ય જિનપાલે જિનેશ્વરકૃત ષટું સ્થાનક પર વૃત્તિ (બુ, ૬, નં. ૭૭૬), ૧૨૬૩ માં આંચલિક જયસિંહસૂરિ પટ્ટધર અને શિષ્ય ધર્મઘોષસૂરિએ પ્રાકૃતમાં શતપદી-પ્રશ્નોત્તર પદ્ધતિ (પી. ૫. ૬૬) રચી અને ઋષીમંડલ પ્ર. રચ્યું. સં. વિજયોમંગસૂરિ પધમંદિરગણિ વૃત્તિ સાથે મુદ્રિત } અને સં. ૧૨૬૪માં નાગેન્દ્ર ગચ્છના (રામસૂરિ-ચંદ્રસૂરિ-દેવસૂરિ-અભયસૂરિ-ધનેશ્વરના શિષ્ય અને વિજયસિંહસૂરિના ગુરુભાઈ દેવેન્દ્રસૂરિએ ચંદ્રપ્રભ ચરિત સંસ્કૃતમાં સોમેશ્વરપુર (સોમનાથ દેવકીપત્તન)માં ર. (બુ, ૨ નં. ૩૪૭, બુહ ૩, નં. ૧૫૮; પી. ૪, ૮૫ મુદ્રિત {પ્ર. હર્ષપુષ્પા}). આ દેવેન્દ્રસૂરિએ સેરીસા તીર્થની ઉત્પત્તિ કરી સંભવે છે. (જુઓ નાભિનંદનોદ્વાર પ્રબંધ પ્રસ્તાવ ૪, શ્લોક ૬૪૬-૫૧ જૈનયુગ ૧, પૃ. ૧૮૮). ૪૯૬. ગુજરાતના વાયેટ ગામમાં વાયટીય (વાયડ) ગચ્છના પ્રસિદ્ધ જિનદત્તસૂરિ સં. ૧૨૬૫માં થયા. તેમણે અનેકને જૈન કર્યા. તે વાયડ ગામ પરથી વાયડા બ્રાહ્મણો અને વાયડા વાણીઆ થયા છે અને જૈનમાં વાયટીય ગચ્છ થયો છે. તેમણે વિવેક વિલાસ નામનો ગ્રંથ રચ્યો (વે. નં. ૧૬૫૯, પ્ર. ય. ગ્રં. તથા મે. હી.) તે જિનદત્તસૂરિ વસ્તુપાલની સાથે શત્રુંજયની યાત્રાએ ગયેલા સૂરિઓમાંના એક હતા એમ સુકૃત સંકીર્તનમાં જણાવ્યું છે. તેમના શિષ્ય ચમત્કારી યોગવિદ્યાવાળા જીવદેવસૂરિ થયા. તેમણે તે ગામમાં બ્રાહ્મણો અને શ્રાવકો વચ્ચે અત્યંત સ્નેહ બંધાવ્યો. (પ્ર. ચ. માં વાયડગચ્છીય જીવદેવસૂરિનો પ્રબંધ આપેલ છે. તે પ્રમાણે જીવદેવસૂરિ વાયડગચ્છીય જિનદત્તસૂરિના શિષ્ય રાશિલસૂરિના શિષ્ય થાય. વિક્રમના પ્રધાન લિંબાએ વાયડમાં આવી ભ. મહાવીરના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી તેના ધ્વજદંડની પ્રતિષ્ઠા સં. ૭માં આ. જીવદેવસૂરિ હાથે ૩૬૯. આ જીવદેવ તે લક્ષ્મણગિણિએ જે જીવદેવસૂરિની સ્તુતિ પોતાના સુપાસના ચરિતમાં આ પ્રમાણે કરી છે કે : “શ્રીમદ્ જીવદેવસૂરિની વાણીને પ્રાકૃત પ્રબંધના કવિઓ જ નહીં, પરંતુ દેવતાઓ પણ પોતે કલ્પવૃક્ષની મંજરી માફક શ્રવણગોચર કરે છે તેથી ભિન્ન સમજવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy