SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૪૮૫ થી ૪૯૨ ૨૨૭ નગરમાં મહાવી૨ ચૈત્યની પ્રતિષ્ઠા કરનારા અને શ્રી દેવેન્દ્રસૂરિના સ્વહસ્તથી સૂરિપદ પ્રાપ્ત કરનારા એવા ભદ્રેશ્વરસૂરિ થયા કે જેમના પટ્ટધર ‘કલિકાલ ગૌતમ' અભયદેવસૂરિના ઉપદેશથી આસડે જૈન સિદ્ધાન્તનો સાર લઇ લીધો હતો. આસડને ‘કવિસભા શૃંગાર’ નામનું બિરૂદ મળ્યું હતું.૬° તેણે કાલીદાસના મેઘદૂત પર ટીકા, અનેક જિનસ્તોત્ર સ્તુતિઓ અને ઉપદેશકંદલી નામના પ્રકરણ (પી. ’૫, ૪૮)ની રચના કરી. વળી પોતાના ‘બાલસરસ્વતી' નામથી પ્રખ્યાતિ પામેલા રાજડ નામના પુત્રના તરુણ વયમાં જ થયેલા મૃત્યુથી પોતાને થયેલ શોકમાંથી અભયદેવસૂરિએ બોધ આપી, જાગૃત કર્યો હતો અને તેમનાં વાક્યોથી વિવેકમંજરી નામનું પ્રકરણ પોતે સૂત્રિત કર્યું, (પી. ૨, ૫૬, પી. ૩, ૧૨ તથા ૧૦૦). ૧ ૧૩માં સૈકામાં સાહિત્યરચના ૪૯૧. સપાદલક્ષ (શાકંભરી) રાજા સમક્ષ વાદીઓને જીતનાર ધર્મઘોષસૂરિ થયા, તેમના પટ્ટધર ગદ્યગોદાવરીના કર્તા યશોભદ્રસૂરિ થયા, તેમના પછી રવિપ્રભસૂરિ થયા ને તેમના શિષ્ય ઉદય પ્રભસૂરિએ નેમિચંદ્રસૂરિના પ્રવચનસારોદ્વાર પર વિષમપદ વ્યાખ્યા નામની ટીકા રચી (પી. ૩, ૧૨૬ ને ૨૬૨ {સંમુનિચંદ્ર વિ. પ્ર. ૐૐકાર સા. નિધિ}) તેમજ શિવશર્મસૂરિકૃત પાંચમા પ્રાચીન કર્મ ગ્રંથ નામે શતક ૫૨, અને બીજા પ્રાચીન કર્મગ્રથ નામે કર્મસ્તવ પર પણ ટિપ્પનો રચ્યાં (પ્રાચીન કર્મ ગ્રંથોની પ્રસ્તાવના આ. સભા નં. ૫૨). ઉપરોક્ત (બોધિતશાકંભરીભ્રૂપ એવા) ધર્મઘોષસૂરિયશોભદ્રસૂરિ-દેવસેન ગણિ શિ. પૃથ્વીચંદ્રસૂરિએ કલ્પટિપ્પન રચ્યું. (કી. ૩ નં. ૧૬૩; પી. ૨, ૧૩૬૯; પી. ૩, ૧૫, ૩૯૭; જેસ.; {પા. કલ્પસૂત્ર નિર્યુક્તિ ચૂર્ણિ અને ટિપ્પણ સાથે સં. પુણ્ય વિ. પ્ર. સારાભાઈ નવાબ }) ૪૯૨. ‘સં. ૧૨૫૩માં શ્રીપ્રભસૂરિએ ધર્મવિધિ ગ્રંથ રચ્યો (કે જેના પર તેમના પ્રશિષ્ય ઉદયસિંહે સં. ૧૨૮૬માં-૨સ મંગલ સૂર્ય મિતે વર્ષે-ટીકા કરી હતી જુઓ પારા પ૬૬) અને સં. ૧૨૫૪ માં કાસદ્રહ ગચ્છની સાથે જ સ્થપાયેલા જાલિહર ગચ્છના ૬૮ ( બાલચંદ્ર ગુણભદ્ર-સર્વાનંદ ( પાર્શ્વચરિતના કર્ણા )-ધર્મઘોષ શિષ્ય) દેવસૂરિએ પ્રાકૃતમાં પદ્મપ્રભ ચરિત {સં. ૧૯૫૪માં } રચ્યું ( કાં. છાણી. {સં. રૂપેન્દ્રકુમાર પગારિયા, પ્ર.લા.દ.વિ. }) આ દેવસૂરિએ દેવેન્દ્રસૂરિ પાસેથી તર્ક અને હરિભદ્રસૂરિ પાસેથી સિદ્ધાંત મૂળથી શીખી આ ચિરત્ર બનાવ્યું હતું. સં. ૧૨૫૫માં ખ. જિનપતિસૂરિશિષ્ય પૂર્ણભદ્રસૂરિએ પંચાખ્યાનક (પંચતંત્ર) શોધ્યું કે જેના પર ઈટલીનો વિદ્વાન હર્ટલ મુગ્ધ થયો છે. આજ વર્ષમાં શ્રીમાલી ધવલ શ્રેષ્ઠિની ભાર્યા રૂક્મિણીએ સુમતિસિંહ મુનિને તિલકમંજરીની તાડપત્ર પરની પ્રત વ્હોરાવી. (ડો. ભાવ.) ૩૬૭. आसडः कालिदासत्य यशोदीपमदीपयत् । मेघदूतमहाकाव्ये टीकास्नेहनिषेचनात् ॥ श्रुत्वा नवरसोद्गार किरोऽस्य कवितागिरः । राजसभ्याः कविसभाशृंगार इति यं जगुः ॥ जिनस्तोत्रस्तुती: पद्यगद्यवंधैरनेकशः । चक्रे यः क्रूरकर्महिजांगुलीमंत्रसंनिभाः ॥ येनोपदेशकंदल्याह्यानप्रकरणच्छलात् । कृतं मोक्षाध्वनी नेभ्यः पाथेयातिथ्यमक्षयं ॥ વિવેકમંજરીવૃત્તિ પ્રશિસ્ત પી. ૩, ૧૦૦. ૩૬૮. કાસદ્રહ અને જાલિહર ગચ્છ બંને એક સાથે નીકળ્યા એમ તે જ ચરિતના અંતે જણાવ્યું છે :विषाहरसाहार गच्छा गुच्छव्वसुमणमणहरणा । जालिहर कासहरया मुणिमदुवरपरिगया दोन्नि ॥ ४९ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy