SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ર ર ૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૪૮૫. અજયપાલ પછી તેનો બાલક પુત્ર મૂલરાજ (બાલ મૂલરાજ) ગુજરાતના રાજ્યસિંહાસન પર બે વર્ષ રહી મરણ પામ્યો. સં. ૧૨૩૫. પછી તેનો નાનો ભાઈ ભીમદેવ બીજો બાલ્યાવસ્થામાં ગાદીએ આવ્યો, ત્યારથી જ ગુજરાતના રાજ્યની દશા બગડતી ગઈ અને સામન્તો સ્વતંત્ર થતા ગયા. ૪૮૬. સં. ૧૨૩૬ માં તાડપત્ર પર સિદ્ધષિક્ત ઉપદેશમાલા વિવરણની પ્રત લખાઇ. (પા. સૂચિ નં. ૬૪). સં. ૧૨૩૭માં આબુ ઉપર પ્રસિદ્ધ મંત્રી પૃથ્વીપાલ (પારા ૩૮૧)ના પુત્ર મંત્રી ધનપાલે પોતાના મોટાભાઈ જગદેવના અને પોતાના નામથી બે હાથીઓ હસ્તિશાળામાં કરાવ્યા અને ત્રીજો હાથી પણ તેણે જ કરાવ્યો હશે. આ ધનપાલે પોતાના પિતાના પગલે ચાલીને આબુના વિમલવસહિ મંદિરની કેટલીક દેરીઓનો જીર્ણોદ્ધાર સં. ૧૨૪૫માં કરાવ્યો છે. સં. ૧૨૪૧ માં સોમપ્રભસૂરિએ શ્રીપાલ કવિના પુત્ર સિદ્ધપાલની વસતિમાં રહી કુમારપાલપ્રતિબોધ રચ્યો એ અગાઉ કહેવાઈ ગયું છે. - ૪૮૭. સં. ૧૨૪૩ માં પર્ણમિક ચંદ્રપ્રભસૂરિના શિષ્ય અને જયસિંહ નૃપતિએ સન્માનેલા ધર્મઘોષસૂરિ પાસેથી જેમણે સૂરિપદ પ્રાપ્ત કર્યું હતું એવા યશોઘોષસૂરિના શિષ્ય હેમપ્રભસૂરિએ હરિપાલ મંત્રીની વિજ્ઞપ્તિથી વિમલસૂરિકૃત પ્રશ્નોત્તરરત્નમાલા પર વૃત્તિ રચી. (જે. નં. ૯૦, જે. પ્ર. ૪૦). રાજગચ્છના (શીલભદ્ર-માણિકય-ભરતેશ્વર-વૈરસ્વામી-નેમિચંદ્ર-સાગરચન્દ્ર શિષ્ય) માણિજ્યચંદ્ર સૂરિએ સં. ૧૨૪૬ માં (રસવત્ર ગ્રહાધીન વર્ષે-૧૨૧૬ માં ?) મમ્મટ કૃત કાવ્યપ્રકાશ પર કાવ્યપ્રકાશસંકેત નામની ટીકા રચી. આ ટીકા તે ગ્રંથ પર પહેલામાં પહેલી છે. (પ્ર. આનંદાશ્રમ ગ્રંથમાલા પૂના, સં. ૧૨૭૧ ની પ્રત જે.; પા. સૂચિ નં. ૬૭) આ સમયમાં વાદિ દેવસૂરિ શિ. ભદ્રસૂરિ શિ. પરમાનન્દસૂરિએ ખંડનમંડન ટિપ્પન રચ્યું. (કેશરવિજય ભં. વઢવાણ.) ૪૮૮. સં. ૧૨૪૭માં ભીમદેવના રાજ્યમાં લાટદેશે દંડનાયક સોભનદેવ, અને મુદ્રાધિકારી રત્નસિંહ હતા. (પી. ૩, ૫૧). - ૪૮૯. સં. ૧૨૪૮ માં (કરિ સાગર રવિ-૧૨૭૮ ?) ચંદ્રગચ્છના-રાજગચ્છના (વાદમહાર્ણવના કર્તા અભયદેવસૂરિ-ધનેશ્વર-અજિતસિંહ-વર્ધમાન-દેવચંદ્ર-ભદ્રેશ્વર-અજિતસિંહ-દેવભદ્રસૂરિ કે જેમણે પ્રમાણપ્રકાશ અને શ્રેયાંસચરિત રચ્યાં તેના શિષ્ય) સિદ્ધસેનસૂરિએ નેમિચંદ્રકૃત પ્રવચન સારોદ્ધાર પર તત્ત્વજ્ઞાન વિકાશિની નામની વૃત્તિ રચી. (પી. ૨, ૮૮; વે. નં. ૧૬૪૦-૪૧, પ્ર. કે. લા. નં. ૫૮, અને ૬૪) તેમાં તે સિદ્ધસેનસૂરિ પોતાના અન્ય ગ્રંથો નામે-સ્તુતિઓ, પદ્મપ્રભ ચરિત્ર અને સામાચારીનો પણ ઉલ્લેખ કરે છે. (પ્ર. સા. વૃત્તિ પૃ. ૧૮૭, ૪૪૦ અને ૪૪૨). સં. ૧૨૫૧માં ભીમદેવના રાજ્યમાં લાટદેશના દર્ભાવતી-(ડભોઈ)માં શ્રીમાળી શ્રાવકે વટપદ્રક (વડોદરા) ના પ. વોરારિ પાસે તાડપત્ર પર યોગશાસ્ત્રની વૃત્તિ લખાવી (પી. ૩, ૭૭). ૪૯૦. આસડ-આ નામનો શ્રાવક મહાકવિ થયો. તે ભિલ્લમાલ (શ્રીમાલ) વંશના કટુકરાજનો આનલદેવીથી થયેલ પુત્ર હતો. કર્કરાજને જૈનદર્શનમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. ગૂર્જરધરામાં મંડલી (માંડલ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy