SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૪૭૯ થી ૪૮૪ ૧૩માં શતકમાં સાહિત્યરચના * ૨ ૨૫ અને વિરતિ દેવીની પુત્રી કૃપાસુન્દરીનું પાણિગ્રહણ શ્રી મહાવીર અને હેમાચાર્ય સમક્ષ કરાવ્યું છે. જૈન ધર્મના આ મહાન વિજયની મિતિ સં. ૧૨૧૬ ના માર્ગશીર્ષ માસની શુકુલ દ્વિતીયા બતાવી છે-તે દિવસે કુમારપાલે પ્રકટ રૂપે જૈન ધર્મનો સ્વીકાર કર્યો. આ ગ્રંથ {નાટક } સં. ૧૨૨૯ થી ૧૨૩૨ વચમાં રચાયું જણાય છે. ૪૮૧. સં. ૧૨૩૧માં મલવાદી આચાર્ય કૃત ધર્મોત્તર ટિપ્પનક તાડપત્ર પર લખાયું છે કે જે પ્રત પાટણ ભંડારમાં છે. (પી. ૫, ૩.) સં. ૧૨૩૨ માં ધારાનગરીના આગ્રદેવના પુત્ર નરપતિએ અજયપાલ દેવ રાયે અણહિલનગરે નરપતિજયચર્યા (સ્વરોદય) રચ્યો તેમાં સ્વરો પરથી શુકન જોવા ને ખાસ કરી માગ્નિક યંત્રો વડે યુદ્ધમાં જય મેળવવા માટે શકુન જોવાની વાત છે. (વેબર નં. ૧૭૪૪ વે. નં. ૩૮૦ થી ૩૮૪, ભાં. ૮૨-૮૩ પૃ. ૩૫, ૨૨૦). ૪૮૨. વાદિદેવ સૂરિ શિષ્ય મહેન્દ્ર સૂરિ શિષ્ય પ્રદ્યુમ્ન સૂરિએ વાદસ્થલ નામનો એક ગ્રન્થ રચ્યો હતો. તેમાં આશાવલ્લીના ઉદયનવિહારમાં ટ્વેતામ્બર યતિથી પ્રતિષ્ઠિત થયેલાં જિનબિંબો પૂજનીય નથી એવો વાદ ખરતર જિનપતિ સૂરિના મતાનુયાયીઓ કરતા હતા. તેનું ખંડન છે. (જેસ. પ્ર. ૨૭) તે ગ્રંથના સામે ખ. જિનપતિ સૂરિએ (વિધિ) પ્રબોધ્યવાદસ્થલ એ નામનો ગ્રંથ રચ્યો કે જેમાં પોતાના મતનું પ્રતિપાદન કરવાનો પ્રયત્ન કર્યો છે. (જેસ. પ્ર. ૨૮) સં. ૧૨૩૩ માં આ જિનપતિ સૂરિએ કલ્યાણ નગરમાં મહાવીરપ્રતિમા પ્રતિષ્ઠિત કરી (જિન, કૃત તીર્થકલ્પ). તેમણે રચેલ તીર્થમાલા, જિનવલ્લભકૃત સંઘપટ્ટક પર ટીકા-બ્રહવૃત્તિ, જિનેશ્વરકૃત પંચલિંગિ પર વિવરણ (વે. નં. ૧૬૨૩) ઇત્યાદિ સુપ્રસિદ્ધ છે. તે સૂરિએ ત્યવાસીઓને વધુ ખોખરા કર્યા. - ૪૮૩. સં. ૧૨૩૩માં વાદિદેવસૂરિ શિષ્ય રત્નપ્રભસૂરિએ પ્રાકૃતમાં નેમિનાથ ચરિત્ર (જેસ. પ્ર. ૪૦) અને સં. ૧૨૩૮માં ભૃગુપુર-ભરૂચમાં અશ્વાવબોધ તીર્થમાં ધર્મદાસકૃત ઉપદેશમાલા પર વૃત્તિ (દોઘટ્ટી) રચી કે જે વૃત્તિ ભદ્રેશ્વરસૂરિ આદિએ સંશોધિત કરી હતી અને તેમની પ્રતિભાશાલી ન્યાયશાસ્ત્રની કૃતિ નામે રત્નાકરાવતારિકા કે જે સ્વગુરુ વાદિ દેવસૂરિ કૃત સ્યાદ્વાદ રત્નાકર પર લઘુ ટીકા છે તે સુપ્રસિદ્ધ છે કે જેમાં બૌદ્ધ તાર્કિકો અચંટ અને ધર્મોત્તરનો ઉલ્લેખ છે. {પ ધીરુભાઈના વિવેચન સાથે પ્રકા. જિ. . . અને સંપા. દલસુખભાઈ માલવણિયા પ્રકા.લા.દ.વિ} ૪૮૪. વાદિ દેવસૂરિના શિષ્ય મહેશ્વર સૂરિએ પાક્ષિક સપ્તતિ પર સુખપ્રબોધિની નામની વૃત્તિ રચી કે જેમાં વજસેન૧૪ ગણિએ સહાય કરી હતી. (કા. વડો. નં. ૧૦). ૩૬૪. આ કદાચ સં. ૧૨૭૦ આસપાસ હશે. આ વૃત્તિપરથી લઘુવૃત્તિ ખ. જિનભદ્રસૂરિસિદ્ધાન્તરૂચિ-અભયસોમ શિ. હર્ષરાજે રચી છે (પી. ૫, ૨૧૫). ૩૬૫. પી. ૩, ૧૬૬; પી. પી, ૧૨૩; વે. નં. ૧૫૭૧; જેસ.-આમાં સિદ્ધર્ષિકૃત ઉપદેશમલાટીકાનો ઉલ્લેખ છે. ૩૬૬, એક વજસેનગણિતના શિષ્ય હરિ થયા છે કે જેમણે કર્પરમકર (કાં.વડોમ.ભી.મા.) નામનો સુભાષિતોનો ગ્રંથ-સુક્તાવલી તથા નેમિચરિત્ર રચેલ છે, અને જેઓ પોતાના ગુરુ વજસેનને ત્રિષષ્ટિસાર પ્રબંધના કર્તા તરીકે ઓળખાવે છે. આ વજસેનનો ઉલ્લેખ નાગપુરીય તપાગચ્છના સંવત ૧૪મી સદીમાં વિદ્યમાન હોવાનો નાગપુરીય તપાગચ્છીય પટ્ટાવલીમાં છે. (જુઓ જેસ. પ્ર. પુ. ૫૩, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ગઘ) આ બંનેનો સમય નિશ્ચિત કરવા યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy