________________
પ્રકરણ - ૨
સોલંકી વંશનો સમય(અનુસંધાન) (સં.૧૨૩૦ થી સં.૧૨૯૯)
"व्याकरणात् पदसिद्धिः पदसिद्धरर्थनिर्णयो भवति । अर्थात् तत्त्वज्ञानं तत्त्वज्ञानात् परं श्रेयः ॥ सुकृतं जनयत्यादावसुरसुरस्वामितां ततः क्रमशः । निर्वृतिवनितावाप्तिं धार्मिकगुणकीर्तनं विदुषाम् ॥"
- પ્રા. જ્યાશ્રય પર ટીકા ૧, ૧. -વ્યાકરણથી શબ્દની સિદ્ધિ થાય છે, શબ્દસિદ્ધિથી અર્થનો નિર્ણય થાય છે, અર્થથી તત્ત્વજ્ઞાન થાય છે ને તત્ત્વજ્ઞાનથી પરમધ્યેય પ્રાપ્ત થાય છે.
-વિદ્વાનોને ધાર્મિકગુણના કીર્તનથી પહેલાં સુકૃત-પુણ્ય થાય છે, પછી ક્રમશઃ સુરાસુરનું આધિપત્ય અને નિવૃત્તિ-મોક્ષરૂપી સુંદરીની પ્રાપ્તિ થાય છે.
૪૭૯. કુમારપાલ પછી તેનો ભત્રીજો અજયપાલ જૈનષી નિબુદ્ધિ અને નિર્દય રાજા થયો. તેના પૂર્વજોએ જૈન પર જેટલી ભલાઈ કરી હતી તેટલો અત્યાચાર તેણે કર્યો હતો, કુમારપાલે જે જે મહાન જૈનમંદિરો ચણાવ્યાં હતાં. તેનો નાશ કરવાનું તેણે ચાલુ રાખ્યું, હેમાચાર્યના પટ્ટધર મહાકવિ રામચંદ્રસૂરિને તેમના જ ગુરુભાઈ બાલચંદ્રની મિત્રતાભરી શીખવણીથી તપાવેલ તાંબાની પાટ પર બેસાડી જીભ ખેંચીને મારી નાંખ્યા. (પ્ર. ચિં; ચ. પ્ર. વગેરે). તેના રાજ્યમાં યશપાલ નામનો જૈન સચિવ હતો તેમજ બીજા જૈન અધિકારીઓ અને આભડશ્રેષ્ઠિ જેવા સર્વમાન્ય જૈનો હશે, પરંતુ મોટે ભાગે તે જૈનથી થઈ રહ્યો હતો. તેના સમયથી સોલંકીઓના રાજ્યની અવનતિનો પ્રારંભ થયો. સિદ્ધરાજ જયસિંહે જીતેલ અને કુમારપાલે આધીન રાખેલ માલવાનું રાજ્ય સ્વતંત્ર થયું. અજયપાલનું ખૂન સં. ૧૨૩૩માં એક દ્વારપાલે કર્યું.
૪૮૦. અજયપાલના સમયમાં તેના જૈનમંત્રી નામે યશપાલે (મોઢ વંશના મસ્ત્રિ ધનદેવ અને રૂકમિણીના પુત્ર) મોહપરાજય નાટક થારાપદ્રપુર(થરાદ)માં ત્યાંના કુમારવિહારક્રોડાલંકાર શ્રી વીર જિનેશ્વર યાત્રા મહોત્સવ પ્રસંગે રચ્યું-તેમાં આલંકારિક રીતે કુમારપાલ રાજા સાથે ધર્મરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org