SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૪૭૬ થી ૪૭૮ અપભંશભાષામાં સહિત્ય -પછી લાટના લોકોને જોયા. એ લોકો સ્નાન અને લેવિલેપ કરનારા, (માથામાં) સેંથો પાડનારા, સુશોભિત શરીરવાળા અને ‘આહમ્દ કાઇ તુમ્હેં મિત્તુ' એમ બોલનારા હોય છે. ૪૭૮. તેરમાં શતકમાં હેમાચાર્યના સમયનું અપભ્રંશ સાહિત્ય મળી આવે છે. યોગચંદ્ર યા યોગીન્દ્રદેવના યોગસાર (૧૦૫ દોહામાં) અને પરમાત્મપ્રકાશ ગ્રંથ છે. {યોગસાર પરમ પ્રકાશ પ્ર. પરમ શ્રુત પ્ર. મંડલ} આ બંનેની ભાષા ઘણી સરળ, પ્રવાહી અને સુંદર છે. {સાવય ધમ્મ દોહા. દેવસેન પ્ર. અંબાલાલ દિ.ગ્રં., સુલોચના ચરિઉ-દેવસેન હ.લિ. પ્રત આમેર શાસ્ત્ર ભંડાર } માઇલ્લ ધવલે દેવસેનના દર્શનસારને દોહામાં મુકેલ છે. {સં. નાથૂરામ પ્રેમી પ્ર. જૈનગ્રંથ રત્નાકર} સં. ૧૨૧૬ માં હરિભદ્રસૂરિનું નેમિનાહરિય સં છે. ચૂ. ભાયાણી, મધુસૂદન મોદી પ્ર.લા,દ.વિ.મં. } કુમારપાલના રાજ્યમાં પ્રાકૃત અપભ્રંશ ભાષામાં ૮૦૩૨ ગાથામાં સંપૂર્ણ થયું. તેના પહેલા ભાગમાં અરિષ્ટનેમિ અને રાજીમતિના નવ પૂર્વભવોનું વર્ણન છે; અને બીજા ભાગમાં તે તીર્થંકરનું ચરિત્ર છે કે જેમાં કૃષ્ણ અને પાંડવોનાં ચરિત્રો ઓતપ્રોત છે. વરદત્તનું બે સંધિનું વજસ્વામીચરિત્ર અને રત્નપ્રભની ૯ કડવામાંઅધિકારમાં અંતરંગ સંધિ {સંધિ કાવ્ય સમુચ્ચય-અંતર્ગત પ્રકાશિત સં. ૨ મ.શાહ પ્ર.લા.દ.વિ. } તેમજ તે રત્નપ્રભનાં કેટલાંક કુલકો સં. ૧૨૩૨માં ને કુમારપાલના રાજ્યમાં રચાયેલાં આ શતકનાં મળી આવે છે. [આ અપભ્રંશ સાહિત્યનો આઠમીથી તે ઠેઠ સોળમી સદી સુધીનો વિશેષ વિસ્તાર મારા ‘જૈન ગૂર્જર કવિઓ’ પ્રથમ ભાગ એ નામના પુસ્તકમાં જૂની ગુજરાતી ભાષાનો સંક્ષિપ્ત ઇતિહાસ' એ મારા નિબંધરૂપે પ્રસ્તાવના પ્રકટ થઈ છે તેમાંથી જોઇ લેવો. અપભ્રંશાદિ ભાષા સંબંધી વિશેષમાં પં. બહેચરદાસની તેમના ‘પ્રાકૃત વ્યાકરણ’ની પ્રસ્તાવના, પં. લાલચંદની ‘અપભ્રંશકાવ્ય ત્રયી'ની સંસ્કૃત પ્રસ્તાવના પૃ. ૭૨ થી ૧૧૨ અને પં. હરગોવિંદદાસની તેમના ‘પાઈઅ-સદમહષ્ણવો’ નામના પ્રાકૃતભાષાના કોશમાં તેમના ઉપોદ્ઘાતમાંથી પુષ્કળ સામગ્રી મળશે.] ૨૨૩ {અપભ્રંશ કા જૈન સાહિત્ય ઔર જીવનમૂલ્ય ડૉ. સાધ્વી સાધના પ્ર. ભારતીય વિદ્યા પ્ર. ‘અપભ્રંશ ભાષા ઔર સાહિત્ય કી શોધપ્રવૃત્તિયાં' ડૉ. દેવેન્દ્રકુમાર શાસ્ત્રી પ્રકાશક-ભારતીય જ્ઞાનપીઠ.} Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy