SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સમયમાં રાજાના ગોષ્ઠિક (સલાહકારક મંત્રી) અને અણહિલપુરના વતની પ્રાગ્વાટ જ્ઞાતિના સજ્જનના પુત્ર કૃષ્ણના કુટુમ્બ માટે રચ્યો જણાવ્યો છે. સં. ૧૦૭૬ માં સાગરદને જંબૂસ્વામીચરિત્ર રચ્યું. તેમજ ઘણું કરી આજ શતકમાં પદ્મકીર્તિએ પાર્શ્વપુરાણ ૧૮ સંધિમાં {પાસણાહચરિઉ હિંદી સાથે સં. પ્રફુલ્લકુમાર મોદી પ્રાકૃત ગ્રંથ ૫. } નયનન્દિએ સુદર્શનચરિત ૧૨ સંધિમાં છે. જૈનશાસ્ત્ર ઔર અહિંસા શોધ સંસ્થાન વૈશાલી } અને આરાધના ૧૧૪ સંધિમાં, અને કનકામરે કરંકડુચરિત ૧૦ પરિચ્છેદમાં રચેલ છે. ૪૭૬. બારમી સદીમાં નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિએ જયતિહુયણ નામનું ૩૩ ગાથાનું સ્તોત્ર રચ્યું. સં. ૧૧૨૩માં ઉપરોક્ત સાધરણે વિલાસવઈ કહા રચી. (જુઓ પારા ૨૯૫) હેમાચાર્યના ગુરુ દેવચંદ્રસૂરિએ ૭ કડવામાં તુલસાખ્યાન રચ્યું. આ દેવચંદ્ર સં. ૧૧૬૦માં રચેલા શાંતિનાથ ચરિત્રમાં, તે જ વર્ષમાં વર્ધમાનસૂરિએ રચેલા ઋષભચરિત્રમાં તેમજ સં. ૧૧૯૯માં લક્ષ્મણગણિએ રચેલા પ્રાકૃત સુપાસનાહ ચરિઅમાં કેટલાક અપભ્રંશ ભાગ મળી આવે છે. આ શતકમાં માણિકયપ્રસ્તારિકા પ્રતિબદ્ધ રાસ, સંદેશરાસક {કર્તા અબ્દુલ રહેમાન સં. હજારીમલ દ્વિવેદી પ્ર. હિન્દી ગ્રં. રત્નાકર ) રચાયા છે અને જિનદત્તસૂરિએ ચર્ચરી, ઉપદેશ રસાયન રાસ, અને કાલસ્વરૂપકુલક રચેલ છે. જેની પ્રત ૧૧૯૧ની લખાયેલી મળી છે તે ધોહિલનું પમિસિરિ ચરિત્ર છે {સં. મધુસૂદન મોદી પ્ર. ભારતીય વિદ્યાભવન } કે જેમાં ચાર સંધિમાં પદ્મશ્રી સતીના શીલનું વર્ણન છે. આ શતકમાં થયેલ મહાપ્રભાવક ઉપરોક્ત વાદિદેવસૂરિએ પોતાના ગુરુ મુનિચંદ્રસૂરિ ઉપર સ્તવન રચ્યું છે.૩૬૩ ૪૭૭. આ રીતે આઠમીથી બારમી સદી સુધીમાં અપભ્રંશજૂની ગુજરાતીમાં વાડમય રચાયેલું મળી આવે છે, અને આઠમી સદીથી તે ભાષા બોલાતી હોવી જોઇએ એમ અનુમાન કરવામાં હરકત નથી. આના સમર્થનમાં સં. ૮૩૫ માં રચાયેલી કુવલયમાલામાં મુખ્ય ૧૮ દેશોનો અને તે દેશની ૧૮ દેશી ભાષાઓનો ઉલ્લેખ કરતાં, તેમાં સૌરાષ્ટ્ર અને લાટ દેશનો ઉલ્લેખ કરવા ઉપરાંત ગૂર્જર લોક ને તેમની ભાષાનો સ્પષ્ટ ઉલ્લેખ છે : ઘયલો(લા)લિયપુડુંગે, ધમ્મપરે સંધિવિગ્નાં ણિકણે, ણી રે ભલ્લઉં' ભણિરે, અહ પથ્થઈ ગુજ્જરે અવરે. -પછી ગુર્જર લોકોને જોયા. એ લોકો ઘીથી જેનું પૃષ્ટાંગ-પાછલું અંગ લાલિત છે એવા, ધર્મપરાયણ, સંધિવિગ્રહમાં નિપુણ અને “ણઉ રે ભલ્લઉં' એમ બોલનારા હોય છે. વળી સાથે લાટપ્રદેશ (ભરૂચ આસપાસનો) કે જેનો હાલ ગુજરાતમાં સમાવેશ થાય છે તેનો પણ ઉલ્લેખ છે કે : હાઉલિત્તવિલિજે, કાસીમેતે સુસોહિયસુગરે, આહ૭ કાઈ તુષ્ઠ મિતુ' ભણિરે અહ પેચ્છઈ લાડે. ૩૬૩. પ્ર. જૈન શ્વે. કોન્ફરન્સ હેરેલ્ડ પુ. ૧૩ અંક ૯ થી ૧૧ માં સપ્ટે. થી નવેં. ૧૯૧૭ ના સંયુક્ત અંકમાં પ્રસિદ્ધ થયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy