SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૪૭૩ થી ૪૭૫ અપભ્રંશભાષામાં સહિત્ય ૨૨૧ પડવાથી આપણી ભાષાની તેમજ બંગાળી, હિંદી, મરાઠી વગેરે બીજી પણ અર્વાચીન ભાષાની ઉત્પત્તિ ઉપર અપૂર્વ પ્રકાશ પડશે. (બીજી સા. પ. ના પ્રમુખ તરીકેનું ભાષણ સન ૧૯૦૭). ૪૭૩. ત્યાર પછી વિશેષ શોધખોળ કરતાં અપભ્રંશ સાહિત્ય વિશેષ કરીને મુખ્યત્વે જૈનો પાસેથી મળી આવ્યું છે. વિક્રમોર્વશીયના ચતુર્થ અંકમાંનું અને હેમાચાર્યના વ્યાકરણમાં સંગ્રહેલ અપભ્રંશ સાહિત્ય સિવાય તેની પૂર્વનું વિશેષ નહોતું મળતું તે મળી આવ્યું છે અને હજુ પણ વિશેષ મળવા સંપૂર્ણ સંભવ છે. પાટણના જૈન ભંડારમાંનું અપભ્રંશ સાહિત્ય રૂપરેખારૂપે સ્વ. ચીમનલાલ દલાલે સુરતની સાહિત્ય પરિષદના સમયે પોતાના લેખમાં બતાવ્યું છે. હેમાચાર્યે પોતાની પૂર્વના અપભ્રંશ સાહિત્યમાંથી ઉતારા કર્યા છે તેથી તેમની પૂર્વે ઘણું અપભ્રંશ સાહિત્ય વિદ્યમાન હતું તે નિર્વિવાદ છે. તેમની પૂર્વના અપભ્રંશ સાહિત્યનો અત્રે દિગ્દર્શનરૂપે નિર્દેશ કરીશું. ૪૭૪. વિક્રમે આઠમીથી દશમી સદી વચ્ચે કવિ સ્વયંભૂદેવ અને તેના પુત્ર ત્રિભુવનસ્વયંભૂ થયા. પિતાએ બે ગ્રંથો-હરિવંશ પુરાણ અને પઉમચરિય (રામાયણ) અપભ્રંશમાં રચી અપૂર્ણ મૂકેલા તે પુત્રે પુરા કર્યા.પ્ર.ભા.જ્ઞા. પ્રા.ગ્રં. ૫. અને સીધી ગ્રં.} ધનપાલ કવિ લગભગ દસમી સદીમાં થયો કે જેણે ભવિસયત્ત કહા અપભ્રંશમાં રચી (આ કથા જર્મનીમાં ડો. યાકોબીએ ૧૯૧૮માં પ્રસિદ્ધ કરી અને પછી ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ નં. ૨૦ માં સ્વ. દલાલથી સંશોધિત થઈ અને પ્રો. ગુણેની પ્રસ્તાવના અને ટિપ્પણ સહિત બહાર પડી. {‘ધનપાલકૃત બાહુબલી ચરિતની હ.લિ પ્રત જયપુરમાં આમેર શાસ્ત્ર ભંડારમાં છે.' અપભ્રંશ હિન્દી કોશ }) મહાકવિ ધવલે ૧૮૦૦૦ શ્લોકમાં હરિવંશપુરાણ આ સદીમાં રચ્યું; તેમાં મહાવીર અને નેમિનાથ તીર્થંકરોનાં ચરિત્ર છે ને મહાભારતની કથા પણ છે. આ સર્વ કવિઓ દિગંબર જૈન છે.{રિદ્વણેમિચરિઉ - સ્વયંભૂ, સં. દેવેન્દ્રકુમાર, પ્ર. ભા. શા. } ૪૭૫. અગીઆ૨મી સદીમાં શ્વેતામ્બર મહેશ્વરસૂરિએ સંયમમંજરી (પી. ૪, ૧૨૧) રચી. મુંજ અને ભોજનો રાજકવિ ધનપાલ,-તેણે સત્યપુરમંડન મહાવીરોત્સાહ નામનું ટુંકું કાવ્યર કર્યું. દિગંબર મહાકવિ પુષ્પદંતે તેર હજાર શ્લોકપ્રમાણ મહાપુરાણ {સ. પી. એલ વૈદ્ય. પ્ર. ભા. શા. } અપરનામ તિસદિ મહાપુરિસ ગુણાલંકાર, અને અનુક્રમે ચાર અને નવ સંધિમાં યશોધરચરિત્ર અને નાગકુમારચરિત્ર {જસહરચ. ણાયકુમાર ચ. પ્ર. ભા. શા. અને વીર જિણિંદ ચરિઉ. પ્ર.ભા.શા. } રચ્યાં. અપભ્રંશ કાવ્યમાં અધ્યાય, સર્ગ, પ્રક૨ણ કે પરિચ્છેદને ‘સંધિ’ એ નામ અપાયું છે. શ્રીચંદ્રમુનિએ કથાકોશ ૫૩ સંધિમાં રચ્યો. તેમાં રોચક ઉપદેશપૂર્ણ કથાઓ કહેલી છે. આ ગ્રંથ આ કવિએ અણહિલ્લપુર પાટણમાં મૂલરાજ નૃપતિના ૩૬૨. પ્ર. જૈનસાહિત્ય સંશોધક ખંડ ૩ અંક ૩. તેમાં ધનપાલ કહે છે કે :- તુરકોએ શ્રીમાલદેશ, અણહિલવાડ, ચડ્ડાવલ્લિ (ચંદ્રાવતી), સોરઠ, દેલવાડા અને સોમેશ્વર એ બધાં સ્થાનોનો નાશ કર્યો છે, અને એક માત્ર સાચોરના મહાવીરને (મંદિ૨ને) તેઓ ભાંગી નથી શકયા. આ તુરકોની ચડાઈ તેના પોતાના સમયમાં જ (સં. ૧૦૮૦-૮૧ માં) ગુજરાત પર કરેલી મહમુદ ગીઝનીની ચડાઇ છે. વળી તેમાં કવિએ જૈનોનાં પ્રસિદ્ધસ્થાનો આ રીતે ગણાવ્યાં છે કે : કોરિટ, શ્રીમાલ, ધાર, આહાડ, નરાણા, અણહિલવાડ, વિજયકોટ અને પાલીતાણા. એ બધાં સ્થાનો કવિએ જોયાં જણાય છે ને સાચોરમાં વધુ ચિત્તસંતોષ થયો હોય એમ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy