SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૧ અપભ્રંશ સાહિત્ય. (વિ. ૮થી૧૨મી સદીનું) રોલાવૃત્ત. જય તિહુઅણ વર કપ્પ-રૂકખ જય જિણ ધન્વંતરિ જય તિહુઅણ-કલ્યાણ-કોસ દુરિઅ-ક્કરિ-કેસરિ; તિહુઅણ-જણ-અવિલંધિ-આણ ભુવણત્તય-સામિઅ, કુણસુ સુહાઇ જિણેસ પાસ થંભણય-પુર-દ્વિઅ. ૧ હે ત્રિભુવનવિષે શ્રેષ્ઠ કલ્પવૃક્ષ ! જય પામો; ધન્વંતરીરૂપ જિન જયવંતા રહો, ત્રિભુવનના કલ્યાણના કોશ-ભંડા૨, દુરિત રૂપી હાથીને કેસરી-સિંહ એવાની જય હો ! જેની આજ્ઞા ત્રિભુવનના લોકોએ ઉલ્લંઘી નથી એવા, ત્રણ ભુવનના સ્વામી, સ્થંભનક નગરમાં રહેલા પાર્શ્વજિનેશ્વર ! સુખી કરો-અમોને સુખી કરો. [અભયદેવસૂરિષ્કૃત જયતિહુઅણ સ્તોત્ર] Jain Education International ૪૭૧. હેમાચાર્ય અપભ્રંશ ભાષાના પાણિની છે, એટલે કે તેમણે પહેલવહેલું અપભ્રંશનું વ્યાકરણ રચ્યું; એથી પુરવાર થાય છે કે તેમની પહેલાં અપભ્રંશ સાહિત્ય હતું. ૪૭૨. ગૂજરાતી ભાષાની જનની અપભ્રંશ ભાષા છે. ગુજરાતી સાહિત્યનો આરંભ આજથી પાંચસે વર્ષ ઉ૫૨ થયો એમ સામાન્ય રીતે મનાતું. સાક્ષર શ્રી કેશવલાલ ધ્રુવે ગુજરાતી ભાષાના ત્રણ યુગ પાડી ઇ.સ. દસમા અગીઆરમા શતકથી ચૌદમા શતક સુધીનો પહેલો યુગ ઠરાવ્યો; અને જણાવ્યું કે અપભ્રંશ કિંવા પ્રાચીન ગૂજરાતીનાં વ્યાકરણના આદિ પ્રવર્તક અને પ્રાકૃત બોલીઓના પાણિની તે હેમાચાર્ય-તે સમર્થ ગૂર્જર ગ્રંથકારનો સમય ઇ.સ. ૧૦૮૮-૧૧૭૨; એમના અપભ્રંશ ખંડમાં સંગ્રહેલું સાહિત્ય અગીઆરમા અને બારમા શતકની લોકભાષાના દૃષ્ટાંતરૂપે છે; હેમાચાર્યનો સંગ્રહ મોટો છે, મહાભારત ભાગવત આદિ કાવ્યો તેમના સમયમાં અથવા તે પહેલાં રચાયેલાં હતાં અને અપભ્રંશ સાહિત્ય એટલે કે પ્રાચીન ગુજરાતી સાહિત્ય સારું ખેડાયલું હતું, તેની એમના ઉતારામાં આપણને ઝાંખી થાય છે. ગૂજરાતી સાહિત્યના આરંભનો અવવિધ અગીઆરમા શતકની પણ પૂર્વે જાય છે. વિશેષમાં તેમણે કહ્યું કે જૈનભંડારોમાં બારીક તપાસ કરાશે તો ઘણાં અમૂલ્ય રત્નો નીકળી આવવાનો સંભવ છે. અપભ્રંશ સાહિત્ય બહાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy