SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૪૬૪. રામચંદ્ર અને ગુણચંદ્ર બંનેએ મળીને સ્વપજ્ઞ વૃત્તિ સહિત દ્રવ્યાલંકાર (જે. ૯૫મૂળ ૩ પ્રકાશ, ૨-૩ સ્વાપજ્ઞટીકા સાથે સં. જંબૂવિજયજી પ્ર.લા.દ. વિદ્યામંદિર }) અને નિવૃત્તિ સહિત નાટ્યદર્પણ રચેલ છે. દ્રવ્યાલંકારમાં ત્રણ પ્રકાશ છે : પહેલામાં જીવ દ્રવ્યને, બીજામાં પુદ્ગલ દ્રવ્યને, અને ત્રીજા અકંપપ્રકાશમાં ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્યોને પ્રમાણથી પ્રતિષ્ઠિત સ્થાપિત કર્યા છે. નાટ્યદર્પણની નિવૃત્તિમાં બંને કર્તાએ નાટક, પ્રકરણ, નાટિકા, પ્રકરણી, વ્યાયોગ, સમવકાર, ભાણ, પ્રહસન, ડિમ, અંક, ઈહામૃગ અને વીથી એ નામના બાર રૂપકનું સ્વરૂપ બતાવ્યું છે અને તેના નિરૂપણમાં લગભગ પંચાવન નાટકાદિ પ્રબંધો (પોતાનાં તેમજ બીજા)નાં ઉદાહરણો આપ્યાં છે. (પ્ર. ગા. ઓ. સી. હિન્દી વિવેચન પ્ર. પરિમલ પબ્લિકેશન }). - ૪૬૫. આ. રામચંદ્ર “પ્રબંધશતકર્તા મહાકવિ-૩૫૭ “પ્રબંધશત વિધાનનિષ્ણાતબુદ્ધિ’ એવાં વિશેષણો પોતાના માટે આપ્યાં છે એ પરથી સ્પષ્ટ જણાય છે કે તેમણે સો પ્રબંધો-ગ્રંથો રચ્યા હશે, પરંતુ હાલ સર્વભક્ષી કાલને લીધે તે સર્વ ઉપલબ્ધ નથી. તે પૈકી જે ઉપલબ્ધ છે અને જેનાં નામો મળી આવે છે તે ઉપરના ઉપરાંત નીચે પ્રમાણે છે : સત્ય હરિશ્ચંદ્ર નાટક (પ્ર. નિ. સા. પ્રેસ), કૌમુદી-મિત્રાણંદ (પ્ર. આ. સભા નં. ૫૯). નિર્ભયભીમવ્યાયોગ (પ્ર. ય. ગ્રં. { હિન્દી સાથે પાર્શ્વનાથ વિદ્યાપીઠ }), રાઘવાળ્યુદય, યાદવાલ્યુદય, યદુવિલાસ, રઘુવિલાસ (બુ, ૬. નં. ૭૬૦ {પ્ર. સિંધી ગ્રં }). નલવિલાસ નાટક (પ્ર. ગા. ઓ. સી.), મલ્લિકામકરન્દ પ્રકરણ, (સં. મુનિ પુણ્યવિજય પ્ર.લા.દ.વિ. } રોહિણીમૃગાંક પ્રકરણ, વનમાલા નાટિકા આદિ નાટકો રચ્યાં છે, તે ઉપરાંત કુમારવિહારશતક (કે જેમાં કુમારપાલે બંધાવેલા કુમારવિહાર' નામના મંદિરનું વૃત્તાંત છે. પ્ર. . સભા.), સુધાકલશ નામનો સુભાષિત કોષ (બુ. ટિ.), હૈમ બૃહૂદવૃત્તિ ન્યાસરામચંદ્રકૃત ન્યાસ પડOOO શ્લોક પ્રમાણનો (બૃ. ટિ.) અને સ્તોત્રાદિ જેવા કે યુગાદિદેવ દ્વાર્નાિશિકા, ૩૫૭. “પ્રબંધચિંતામણિ વગેરેમાં રામચંદ્રને “પ્રબંધશતકર્તાનું ખાસ વિશેષણ લગાડેલું મળી આવે છે, તે ઉપરથી કેટલાક વિદ્વાનો એમ સમજતા હતા કે રામચંદ્ર એકંદર બધા મળીને ૧૦ પ્રબંધોની રચના કરી તેમને આ વિશેષણ પ્રાપ્ત થયું હશે, પરંતુ આ યાદીમાં (પં. રામચંદ્ર કૃત પ્રબન્ધશતં દ્વાદશ રૂપક-નાટકાદિ સ્વરૂપ જ્ઞાપક ૫૦૦૦) એ પ્રમાણે ઉલ્લેખ જોતાં પ્રબંધશત એ શતસંખ્યાપરિમિત પ્રબંધસૂચક નથી. પણ એ નામનો ખાસ ગ્રંથ જ તેમણે કરેલો હતો, અને તેનો જે પરિચય ટૂંકો આવ્યો છે-બાર રૂપક અને નાટક આદિના સ્વરૂપને જણાવનાર તે પરથી તે ગ્રંથ ખાસ કરીને સાહિત્યની રચના વિષયક હોવો જોઈએ. ધનંજયે દશરૂપક નામના ગ્રંથમાં દશરૂપક ગણાવ્યા છે. આમાં રૂપકની સંખ્યા બાર છે. પોતાના ગુરુ આ. હેમચન્દ્ર પોતાના કાવ્યાનુશાસનમાં જે બાર વસ્તુઓ રૂપક તરીકે આપી છે. તેને જ વધારે વિસ્તૃત રૂપમાં અને પ્રમાણરૂપમાં સ્થાપિત કરવા માટે તો આ ગ્રંથમાં પ્રયત્ન કરવામાં ન આવ્યો હોય ? ગ્રંથનું શ્લોક પ્રમાણ જોતાં તે ઘણો વિસ્તૃત અને વિશેષ વિવેચનવાળો હોવો જોઇએ. એકલા રૂપકની જ ચર્ચા કરતો આટલો મોટો ગ્રંથ સંસ્કૃતમાં બીજો સાંભળવામાં નથી-જિનવિજયજી-પુરાતત્ત્વ ૨, ૪૨૧. વડોદરા ગા. ઓ. સિ. નાટ્યદર્પણ છપાય છે તે અમે જોયેલ છે. તેમાં ઉપર લખેલ બાર રૂપક આદિનું વર્ણન છે. અમને પં. લાલચંદનું કથન વધારે યોગ્ય લાગે છે કે તેમના ગ્રંથો (પ્રબંધો) સો લગભગ હતા. પોતાના ગ્રંથોને કવિ પોતે પ્રબંધો કહે છે. જુઓ નવવિલાસની પં. લાલચંદની ભૂમિકા કે જેમાંથી પ્રાયઃ સર્વ, આ કવિ વિષયે અત્ર ટૂંકમાં લીધું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy