SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૪૬૪ થી ૪૬૯. હેમચન્દ્રાચાર્યના ૨ ૧૭ વ્યતિરેક દ્વાáિશિકા, પ્રસાદ ત્રિશિકા, આદિદેવસ્તવ, મુનિસુવતસ્તવ, નેમિસ્તવ, સોળ સાધારણ જિનસ્તવ તથા જિનસ્તોત્રો (આ સર્વ સ્તોત્રો વડોદરાના ઝવેરી, અંબાલાલના ભંડારમાં છે) રચ્યાં છે. કૌમુદી મિત્રાણંદ એ દશ અંકનું રૂપક નાટક છે તે કૌમુદી અને મિત્રાનંદની કુતૂહલમયી કથાને અવલંબી રચેલું છે. નલવિલાસ એ સપ્તાંકી નાટક છે ને તેમાં નલદમયંતીનું ચરિત્ર છે.૫૮ ૪૬૬. તેમનાં બધાં કાવ્યોમાં તેમનું કવિ તરીકેનું અભિમાન, તથા સ્વાતંત્ર્ય તરી આવે છે. પોતે સ્વયં ઉત્પાદક છે, બીજાની વાણી ઉછીની લેતો નથી-પારકાના શબ્દાર્થ વગેરે પરથી પોતાનાં કાવ્યો રચતો નથી, જૂના ચીલે ચાલતો નથી પણ શાશ્વતી સ્વાતંત્ર્યલક્ષ્મીને વહે છે-અનુભવે છે એમ પોતાનાં નાટકોમાં ખુલ્લી રીતે બીજા કવિઓની અવગણનાસૂચક જણાવે છે. પોતાની સૂક્તિઓ માટે તે કહે છે કે : सूक्तयो रामचन्द्रस्य वसन्तः कलगीतयः । स्वातन्त्र्यमिष्टयोगश्च पंचैते हर्षवृ(स)ष्टयः । ૪૬૭. આ. રામચંદ્ર સિવાયના બીજા શિષ્યોમાં ગુણચંદ્ર બે કૃતિઓ રામચંદ્ર સાથે રહી કરેલી તે કહેવાઈ ગયું છે. મહેન્દ્રસૂરિએ અનેકાર્થ કરવાકરકૌમુદી નામની હૈમ અનેકાર્થ સંગ્રહ પરની ટીકા પોતાના ગુરુના નામથી જ સં. ૧૨૪૧માં રચી હતી. (પી. ૧, ૨૩૩, ભાં. ૬, ૩પર). વર્ધમાનગણિએ કુમારવિહાર પ્રશસ્તિ કાવ્ય વ્યાખ્યાદિ રચેલ હતાં. ઉક્ત ત્રણે ગુણચંદ્ર, મહેન્દ્ર અને વર્ધમાને સોમપ્રભસૂરિનો કુમારપાલ પ્રતિબોધ સાંભળ્યો હતો. વિશેષમાં દેવચંદ્ર નામના શિષ્ય ચંદ્રલેખાવિજય પ્રકરણ રચ્યું તે અગાઉ કહેવાયું છે; ઉદયચંદ્ર નામના શિષ્યના ઉપદેશથી ચંદ્રગચ્છના ધર્મસૂરિરત્નસિંહ-દેવેન્દ્રસૂરિના શિષ્ય કનકપ્રભે હૈમન્યાસસારનો ઉદ્ધાર કર્યો. યશચંદ્ર ગણિ નામના પણ એક શિષ્ય હતા તેમનો ઉલ્લેખ પ્ર. ચિં.માં છે. ૪૬૮. વળી એક બાલચંદ્ર નામનો શિષ્ય થયો, તે રામચંદ્રસૂરિનો પ્રતિસ્પર્ધિ હતો. ગુરુનો દ્રોહ કર્યો હતો ને કુમારપાલના અવસાન પછી અજયપાલ રાજાનો મિત્ર બનીને તેણે મંત્રભેદથી રામચંદ્રસૂરિનું મરણ ક્રૂર રીતે નિપજાવ્યું હતું. તેણે “સ્નાતસ્યા' નામની પ્રસિદ્ધ સ્તુતિ રચી હતી એમ કહેવાય છે. આમ બીજા પણ અનેક શિષ્યો આ. હેમચંદ્રના થયાનું સંભવે છે. ૪૬૯, આ સમયમાં દેવસૂરિના સંતાનીય જયપ્રભસૂરિના શિષ્ય રામભદ્ર પ્રબુદ્ધ રૌહિણેય નાટક છ અંકનું રચ્યું. સ. પુણ્યવિજય પ્ર. .આ.સ. } શ્રી ચાહમાનરાજાના ભૂષણ રૂપ પાર્જચંદ્રકુલના (તેના પુત્રો નામે) યશોવર ૫૯ અને અજયપાળે બંધાવેલા ભ. આદીશ્વરના ચૈત્યના યાત્રોત્સવ પ્રસંગે આ નાટક ભજવવામાં આવ્યું હતું. ભ. મહાવીર તથા બુદ્ધના સમકાલીન શ્રેણિકના રાજ્યમાં બનેલા બનાવ ઉપર ૩૫૮. જુઓ સાક્ષર શ્રી રામનારાયણ પાઠકનો લેખ જૈન સા. સં. ખંડ ૩ અંક ૨ પૃ. ૨૧૬-૨૨૩ ‘નલવિલાસ નાટકઃ એક ગ્રંથ પરિચય.” ૩૫૯. આ યશોવીર તે સં. ૧૨૨૧ના લેખ (જિ. ૨, નં. ૩૫૨)માં જણાવેલ ભાં. પાસૂનો પુત્ર યશોવીર છે. તે વખતે તે જાલોરના જૈન સમાજનો એક મુખ્ય શ્રીમાનું અને રાજમાન્ય શહેરી હોય તેમ જણાય છે. તે અને તેનો લઘુભાઈ અજયપાલ બંને, પોતાના રાજ્યકર્તા ચાહમાન સમરસિંહ દેવના અત્યંત પ્રીતિપાત્ર, સર્વજનના હિતચિન્તક, જૈન ધર્મની ઉન્નતિના અભિલાષી અને મોટા દાનેશ્વરી હતા. વિશેષ જાલોરના બે શિલાલેખો ના. ૧, નં. (૮૯૯ના બે) જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy