SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ - ભવરૂપ વૃક્ષના બીજાંકુર સમાન રાગાદિક દોષ જેના ક્ષય થયા હોય તે ગમે તો બ્રહ્મા હોય, ગમે તો વિષ્ણુ હોય, ગમે તો મહાદેવ હોય કે ગમે તો જિન હોય-તેને મારો નમસ્કાર છે. (આ અને બીજા શ્લોકો આ પહેલાના છઠ્ઠા પ્રકરણની શરૂઆતમાં મૂકયા છે. ૪૫૯. તેમણે અમુક અમુક વિષયમાં જે જે મહાનું વિશારદ થયા તેમનું મુક્તકંઠે સ્મરણ કર્યું છે :- ‘ઉત્કૃષ્ઠ મહાકવિ તો સિદ્ધસેન, ઉત્કૃષ્ઠ મહાતાર્કિક મલ્લવાદી, ઉત્કૃષ્ઠ સંગ્રહકાર ઉમાસ્વાતી, અને ઉત્કૃષ્ઠ વ્યાખ્યાતા તે જિનભદ્ર ક્ષમાશ્રમણ. બીજા તેમનાથી ઉતરતા છે.૩૫૫ આમ જણાવી સાથે સાથે પોતાની લઘુતા બતાવી છે. ૪૬૦. રા. કનૈયાલાલ મુનશીએ એક વખત કહ્યું હતું કે “ગુજરાતના ઇતિહાસનો મને રસ છે. એટલે તેના થોડા અભ્યાસ ઉપરથી હું કહીશ કે બારમી સદી સુધી ‘હિંદુ અને જૈન' જેવા ભેદનું નામનિશાન પણ નહોતું; પાટણના મુંજાલેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે. મહારાજા કુમારપાળ સાથે શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય શિવમંદિરે જાય ત્યાં ભેદ કોને કહેવો ? મને એમ લાગે છે કે તે પછી કોમી ભેદનો જન્મ રાજદ્વારી પુરુષોએ પેદા કર્યો હોય.”૩૫૪ ૪૬૧. અને વિશેષમાં જાહેર કર્યું હતું કે “જૈન અને બૌદ્ધ ધર્મના સંસ્કારો વડે જ હિંદુ સંસ્કૃતિ અને હિંદુ રાષ્ટ્રીયતાનું ગૌરવ આટલું ઉચ્ચ છે; અને ખાસ કરીને ગુજરાતના ઇતિહાસના વિજયી દિવસોમાં સત્તા, પ્રભાવ અને વિદ્વત્તા જૈનોમાં જ હતી તે જોઈ તેમની પાછલી કારકિર્દી મને શૃંગારસમી લાગે છે. ગુજરાતનું ગૌરવ એટલે જૈનોનો જ ઇતિહાસ. આ વિજયી) સમયના વિભાગ આ પ્રમાણે પાડી શકાય: ૧લો વિમલશાહનો કે જ્યારે જૈન શેઠો વેપાર કરતાં લઢતા વધારે, અને પેઢી સ્થાપવા પહેલાં રાજ્ય અને શહેર સ્થાપતા; રજા મીનળદેવીનો સમય કે જ્યારે બ્રાહ્મણ મત અને જૈન મતની રસાકસી વધારે થતી અને ધીમે ધીમે બ્રાહ્મણ ધર્મની અસર ઓછી થતી; ૩જો હેમાચાર્યનો કે જે ગુજરાતના અગ્રગણ્ય ઐતિહાસિક પુરુષે જૈન મત અને બ્રાહ્મણ મતનો વિરોધ પોતાના ડહાપણથી ઘણોખરો કાઢી નાંખ્યો; ૪થો કુમારપાળનો કે જ્યારે જૈન મત પાટણના સિંહાસન પર બીરાજ્યો.” સમકાલીન સોમપ્રભસૂરિનો કુમારપાલ પ્રતિબોધમાંથી ઉલ્લેખવા યોગ્ય શ્લોક આપીશું કે : स्तुमस्त्रिसन्ध्यं प्रभु हेमसूरेरनन्यतुल्यामुपदेसशक्तिं । अतीन्द्रियज्ञानविवर्जितोऽपि यः क्षोणिभर्तुळधित प्रबोधं ॥ -પ્રભુ હેમસૂરિની અનન્યતુલ્ય-અનુપમેય ઉપદેશ શક્તિની દિનની ત્રણ સંધ્યા વખતે-દિવસમાં ત્રણ વખત સ્તુતિ કરીએ છીએ. કારણ કે તેમનામાં અતીન્દ્રિયજ્ઞાન-કેવલજ્ઞાન ન હોવા છતાં તેમણે એક ભૂપાલને પ્રબોધ પમાડયો. ३५५. उत्कृष्टेऽनूपेन ॥ २ । २ । ३९ ॥ उत्कृष्टेऽर्थे वर्तमानात् अनूपाभ्यां युक्ताद् गौणान् नाम्नो द्वितीया भवति । अनु सिद्धसेनकवयः । अनु मल्लवादिनं तार्किकाः । उप उमास्वातिं संग्रहीतारः । उप जिनभद्र क्षमाश्रमणं ગાથાતા૨: | તમાળે હીના:- શબ્દાનુશાસન બૃ. ટીકા. ૩૫૬, ભાવનગરમાં ‘હિંદુ કે જૈન' એ વિષય પર તા. ૨૧-૧૨-૨૨ ને દિને આપેલ ભાષણ “જૈન” તા. ૨૪૧૨-૨૨નો અંક પૃ. ૬૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy