SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧ ૩ પારા ૪૫૨ થી ૪૫૮ યોગશાસ્ત્ર હતા, અને તે વિષયના પણ દ્વાર્નાિશિકા વગેરે એમના કેટલાક ગ્રંથો છે; પરંતુ જૈન વાડ્મયને એમની ચિરસ્થાયી સેવા તો આ વિષય કરતાં ભાષા અને સાહિત્યના વિષયમાં વધારે થઇ છે-એમાં સંશય નથી. સંસ્કૃત ભાષા ઉપર એમનો હાથ કેવો સફાઇથી અને સરળતાથી ફરતો, એમનું કવિત્વ કેવું મધુર હતું એ ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર વગેરે ગ્રંથોની શૈલી અલંકાર કલ્પના વગેરે જોતાં જણાય છે.”૩૫૪ ૪૫૬. અગાઉ કહેવાયું છે તેમ હેમાચાર્યના ઉપદેશથી સિદ્ધરાજે “રાયવિહાર' ને “સિદ્ધવિહાર' કુમારપાલે “કુમારવિહાર', ત્રિભુવન વિહાર”, “ત્રિવિહાર' આદિ અનેક જૈન મંદિરો, બંધાવ્યાં અને ઉદયન મહામાત્યના જયેષ્ઠ પુત્ર વામ્ભટ્ટ (બાહડે) શત્રુંજયના મંદિરનો અને બીજા પુત્ર અંબડે ભરૂચના શકુનિકા વિહારનો જીર્ણોદ્ધાર કર્યો, અને તે બંનેમાં હેમાચાર્યે પ્રતિષ્ઠા કરી તેમજ અન્ય શ્રાવકોએ અનેક મંદિરો બંધાવ્યાં. અજયપાલની અવકૃપાથી તેમજ મુસલમાનોના આક્રમણોથી હાલ પર્વતો ઉપરનાં મંદિરો સિવાયનાં તે વખતનાં વિશાલ મંદિરો પૈકી કોઈ દૃશ્યમાન થતાં નથી. ૪૫૭. હેમાચાર્યની જૈન ધર્મ પર શ્રદ્ધા તાત્વિકપણે અટલ હતી. પોતે મહાવીર સ્તુતિમાં જણાવ્યું કેઃ न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तात् परीक्षयाच्च त्वामेव वीर ! प्रभुमाश्रिताः स्मः ॥ -હે વીર ! કેવળ શ્રદ્ધા-અંધ શ્રદ્ધાથી જ તારામાં (અમારો) પક્ષપાત છે તથા કેવળ દેષ માત્રથી જ અન્યોમાં (અમારી) અરુચિ છે એમ નથી; કિન્ત પરીક્ષાપૂર્વક તને યથાતપણે આમ જાણીને જ તારો આશ્રય લીધો છે. इमां समक्ष प्रतिपक्षसाक्षिणा - मुदारघोषामवघोषणां ब्रुवे । न वीतरागात्परमस्ति दैवतं, न चाप्यनेकान्तमृते नयस्थितिः ॥ -પ્રતિપક્ષીઓની સન્મુખ મોટી ઘોષણા કરીને કહું છું કે, જગમાં વીતરાગના જેવો તો કોઈ અન્ય દેવ નથી અને અનેકાન્ત (સ્યાવાદ-જૈન) ધર્મની સિવાય કોઈ તત્ત્વ-ફિલસુફી નથી. ૪૫૮. છતાં પણ તેમને અન્ય દર્શનો-મતો પર તિરસ્કાર ન હતો. કુમારપાલ જૈન થયા પહેલાં દેવપત્તનના-પ્રભાસપાટણની યાત્રાએ ગયો ને ત્યાં હેમાચાર્યને આવવા આમંત્રણ આપ્યું. તેઓ ત્યાં ગયા હતા અને ત્યાં શિવની સ્તુતિ ખરી જૈન શૈલીથી કરી હતી. તેમણે એ મહાદેવસ્તોત્રમાં છેવટે કહ્યું છે કે : भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ ४० ॥ ૩૫૪. જુઓ તેમનો લેખ “ગુજરાતનું સંસ્કૃત સાહિત્ય; એનું રેખાદર્શન’-રાજકોટ ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ અને નિબંધસંગ્રહ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy