SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અને છઠ્ઠામાં પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણાનું સ્વરૂપ કહ્યું છે. ૭ થી ૧૧માં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર પ્રકારનાં ધ્યાન ઉપરાંત ધર્મધ્યાન અને શુકલધ્યાનનું ભેદ સહિત સ્વરૂપ દાખવ્યું છે. બારમામાં સામાન્ય ઉપસંહાર રૂપે મનનો જય, પરમાનંદ, અભ્યાસક્રમ, તત્ત્વજ્ઞાન, ઉન્મનીભાવ વગેરે જણાવી ઉપદેશનું રહસ્ય અને આત્મોપદેશ આપેલ છે. ૪૫૨. ‘યોગશાસ્ત્રમાં પાતંજલ-યોગશાસ્ત્રમાં નિર્દિષ્ટ કરેલા આઠ યોગાંગોના ક્રમથી સાધુ અને ગૃહસ્થના જીવનની આચાર પ્રક્રિયાનું જૈનશૈલી અનુસાર વર્ણન છે; તેમાં આસન તથા પ્રાણાયામ સાથે સંબંધ રાખનારી અનેક બાબતોનું વિસ્તૃત સ્વરૂપ છે, કે જેના ૫૨થી તાત્કાલીન લોકોમાં હઠયોગપ્રક્રિયાનો કેટલો બધો પ્રચાર હતો તે જણાય છે. હેમાચાર્યે આ ગ્રંથમાં હરિભદ્રસૂરિના યોગ વિષયક ગ્રંથોની નવીન પરિભાષા અને રોચક શૈલીનો ક્યાંય પણ ઉલ્લેખ કર્યો નથી, પરંતુ (દિગં.) શુભચંદ્રાચાર્યના જ્ઞાનાર્ણવમાંના પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ, રૂપાતીત ધ્યાનનું વિસ્તૃત તથા સ્પષ્ટ વર્ણન કરેલું છે. (જુઓ પ્રકાશ ૭ થી ૧૦) અંતમાં તેમણે સ્વાનુભવથી વિક્ષિપ્ત, યાતાયાત શ્લિષ્ટ અને સુલીન એવા મનના ચાર ભેદોનું વર્ણન કરી નવીનતા લાવવાનું પણ ખાસ કૌશલ બતાવ્યું છે (૧૨ પ્રકાશ શ્લોક ૨ થી ૪). નિ:સંદેહ યોગશાસ્ત્ર તે જૈન તત્ત્વજ્ઞાન અને જૈન આચારનો એક પાઠ્ય ગ્રંથ છે.’૩૫૩ ૪૫૩. બીજો ગ્રંથ અર્હન્ દેવના જુદા જુદા લોકોત્તર ગુણોને લઇને પરમાત્માની સ્તુતિ રૂપે સ્તુતિ તરીકેના દરેક ગુણથી યુક્ત કુમારપાળ માટે જ વીતરાગ સ્તોત્ર એ નામનો ભક્તિરસથી ભરપૂર રચ્યો છે. (મુ.) તે ઉપરાંત મહાદેવ સ્તોત્ર રચ્યું છે. (મુ.) ધર્મકથાના નિધિરૂપ ૬૩ શલાકા (ઉત્તમ મહાન) પુરૂષોના જીવનચરિત્રરૂપે ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર નામનો મહાકાવ્ય રૂપે ગ્રંથ ૧૦ પર્વમાં (વે. નં. ૧૭૨૪-૧૭૩૨ પ્ર. જૈ. ધ. સ.) કુમાળપાળના કહેવાથી રચ્યો છે. તેમાં ૨૪ જિનો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ બળદેવ, ૯ પ્રતિવાસુદેવ એમ કુલ ૬૩ નાં ચરિત્રો છે. તેમાં તેમની કલ્પના, પ્રતિભા, રસિકતા અપૂર્વ ખીલી છે. આ ગ્રંથનું ૧૧મું પરિશિષ્ટપર્વ નામનું રચી તેમાં ભ. મહાવીર પછી થયેલ વજસ્વામી સુધીના આચાર્યોનાં જીવનવૃત્ત છે અને વજસ્વામીના વંશ વિસ્તાર વર્ણન સુધીની હકીક્ત આપી તે પૂરો કર્યો છે. (પ્ર. જૈ. ધ. સભા.) ૪૫૪. નીતિ વિષયે અર્જુન્નીતિ નામનું પુસ્તક તેમના નામે ચડેલું છે. તેનું કર્તૃત્વ તેમનું હોવા વિશે શંકા રહે છે. ઉ૫૨ના ગ્રંથો સિવાય બીજી અનેક કૃતિઓ રચેલી સંભળાય છે; (જુઓ પ્રભાવક ચરિત પૃ. ૩૪૬, શ્લોક ૮૩૧-૮૩૬, જેસ. પ્ર. ૨૬) છતાં જે વિદ્યમાન-ઉપલબ્ધ છે તે પરથી પણ તેમના જ્ઞાનની અગાધતા સમજાય તેમ છે ને તેમની ‘કલિકાલસર્વજ્ઞ'ની ઉપાધિ અસ્થાને નથી-તેમાં અતિશયોક્તિ ભાસતી નથી. ૪૫૫. આચાર્ય આનન્દશંકર જણાવે છે કે ઇ.સ. ૧૦૮૯ થી ૧૧૭૩ એ વર્ષો ‘કલિકાલ સર્વજ્ઞ' હેમચંદ્રના તેજથી દેદીપ્યમાન છે. હેમચંદ્રાચાર્ય ધર્મ અને તત્ત્વજ્ઞાનના પણ બેશક સારા વિદ્વાન્ ૩૫૩. પં. સુખલાલની યોગદર્શન તથા યોગવિશિકા પરની પ્રસ્તાવના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy