SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૪૪૭ થી ૪૫૧ જૈન ન્યાય ૨૧૧ સ્યાદ્વાદમંજરી નામની અદ્વિતીય વ્યાખ્યા સ્વાદ્વાદ એટલે જૈન દર્શનનું સ્વરૂપ બતાવતી રચી છે, એ પરથી ખ્યાલ આવે તેમ છે કે બત્રીશીનો વિષય અતિ ગહન અને મહત્તાવાળો છે. તેનું નામ (અહંન્ સિવાય) અન્ય (દેવોમાં), (આપ્તપણાનો) યોગ હોવાનો વ્યવચ્છેદ-ખંડન ન્યાયપદ્ધતિથી આવેલ છે. તેથી અન્યયોગ વ્યવચ્છેદ' રાખવામાં આવ્યું છે. બીજી બત્રીશીમાં અહંન્ દેવમાં આપ્તપણાનો અયોગ નથી (પણ યોગ જ છે.) એ બતાવેલ હોવાથી તેનું નામ “અયોગ વ્યવચ્છેદ' રાખેલ છે. ૪૫૦. જૈન ન્યાયશાસ્ત્રનો ત્રીજો યુગ-વિ. સૈકા ૧૧માંથી ૧૩મા સુધીનો પંડિત સુખલાલે પાડી તેનું નામ “પુષ્પિત કાળ' આપ્યું છે; અને તે જણાવે છે કે “પુષ્પો કાંઈ સંખ્યામાં પલ્લવો જેટલાં નથી હોતાં. કદાચિત પુષ્પોનું પરિમાણ પલ્લવોથી નાનું પણ હોય છે, છતાં પુષ્પ એ પલ્લવોની ઉત્તર અવસ્થા હોઈ તેમાં એક જાતનો વિશિષ્ટ પરિપાક હોય છે. બીજા યુગમાં જૈન ન્યાયનો જે વિસ્તાર અને સ્પષ્ટીકરણ થયાં તેને પરિણામે ત્રીજો યુગ જન્મ્યો. આ યુગમાં અને આ પછીના ચોથા યુગમાં દિગંબર આચાર્યોએ ન્યાયવિષયક કેટલાક ગ્રંથો રચ્યા છે, પણ હજુ સુધી મારી નજરે એવો એકે ગ્રંથ નથી પડ્યો કે જેને લીધે જૈન ન્યાયના વિકાસમાં તેને સ્થાન આપી શકાય. ત્રીજા યુગના શ્વેતાંબર સંપ્રદાયમાં વાદિ દેવસૂરિ અને હેમચંદ્ર એ બેનું મુખ્યસ્થાન છે. એ ખરું કે આચાર્ય હેમચંદ્રની પરિચિત કૃતિઓમાં જૈનન્યાયવિષયક બહુ કૃતિઓ નથી, તેમ પરિમાણમાં મોટી પણ નથી. છતાં તેઓની બે બત્રીશીઓ અને પ્રમાણમીમાંસા જોનારને તેઓની વિશિષ્ટતા ધ્યાનમાં આવ્યા સિવાય નહિ રહે અને એમ આપોઆપ જણાશે કે મોટા મોટા ને લાંબા લાંબા ગ્રંથોથી કંટાળેલ અભ્યાસીઓ માટે સંક્ષેપમાં છતાં વિશેષતાવાળી રચનાઓ તેઓએ કરી, અને ફૂલનું સૌરભ તેમાં આપ્યું. વાદિદેવસૂરિ કાંઈ કંટાળે એવા ન હતા; તેઓએ તો રત્નાકરની સ્પર્ધા કરે એવો એક સ્યાદ્વાદરત્નાકર ગ્રંથ રઓ અને કોઈ અભ્યાસીને જૈનન્યાય માટે તેમજ દાર્શનિક ખંડનમંડન માટે બીજે ક્યાંય ન જવાની સગવડ કરી દીધી.૫૫ ૪૫૧. ધાર્મિક સાહિત્યમાં કુમારપાળ રાજા માટે ૧૨૦૦ શ્લોકમાં યોગશાસ્ત્ર અપનામ અધ્યાત્મોપનિષદ નામનો ગ્રંથ બરાબર બાર હજાર શ્લોક પ્રમાણ સ્વોપજ્ઞ ટીકા સહિત રચ્યો છે. ૩૫તે સરલ છતાં મહત્ત્વનો ગ્રંથ છે. તેમાં ઐહિક અને પારલૌકિક જીવનને પવિત્ર શી રીતે કરવું તે પર વિસ્તૃત અને હૃદયંગમ વિવેચન કરેલું છે, ને યોગ અને અધ્યાત્મ જેવા ગૂઢ વિષયો સંબંધી પણ ફુટતાથી ઘણી હકીકતો જણાવી છે. તેમાં બાર “પ્રકાશ” છે. ૧લામાં શ્રી મહાવીર ભ.ની સમદષ્ટિ કરૂણા બતાવી યોગનું સામર્થ્ય દૃષ્ટાંતો સહિત બતાવ્યું છે, ને જ્ઞાનયોગ દર્શનયોગ અને ચારિત્રયોગ એ ભેદ પાડી સમજાવ્યા છે. બીજામાં અને ત્રીજામાં સમ્યકત્વ અને મિથ્યાત્વનું સ્વરૂપ બતાવી ગૃહસ્થ ધર્મનાં બાર વ્રતોનું વર્ણન કર્યું છે. ચોથામાં ક્રોધાદિ કષાય, ઈદ્રિયજય, મનઃશુદ્ધિ, સમભાવ પર કહી ધ્યાનની મૈત્રી આદિ ચાર ભાવના, ધ્યાન માટેનાં સ્થળ અને આસન સંબંધી જણાવ્યું છે. પાંચમા ૩૫૧. જૈનન્યાયનો ક્રમિક વિકાસ” એ લેખ. ભાવનગર ગૂ. સા. પરિષ, ૩પ૨. વે. નં. ૧૬૪૯-૧૬૨૨ પ્ર. બિ. ઈ. નં. ૧૭૨; મૂળ પ્ર. જૈ. ધ. સભા ગૂ. ભાષાંતર સહિત પ્ર. ભી. મા. મું. માં. જૈનસભા. {સંપા. મુનિ જબૂવિજયજી પ્ર. જૈન સાહિત્ય વિકાસ મંડલ ગુ. ભા. હેમસાગરસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy