SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૪૪૭. જો કે ધર્મકીર્તિ, હરિભદ્રસૂરિ, અકલંકદેવ વગેરે પ્રાચીન તાર્કિકોના પ્રાયઃ બધા ન્યાય ગ્રંથો પ્રકરણના રૂપમાં મુકાવા પામેલા છે, જ્યારે હેમચંદ્ર આ ગ્રંથને પણ શબ્દાનુશાસન વગેરે માફક સૂત્ર રૂપે જ ગ્રંથેલ છે અને તેમ કરવાનું કારણ તેની વૃત્તિના પ્રારંભમાં જ તેઓ જણાવે છે કે-“લોક ભિન્નરૂચિવાલા છે અને તેથી પ્રાચીન તાર્કિકોની જેમ પ્રકરણરૂપે પોતાના ન્યાય ગ્રંથને ન કરતાં સૂત્રરૂપે (પોતે) બનાવે તો તેમાં એવી કોઈ પણ પ્રકારની લૌકિક અથવા રાજકીય આજ્ઞા નથી કે જે પોતાની ઇચ્છાને તેમ કરતાં અટકાવે.”૩૪૯ સૂત્રનું લક્ષણ પોતે વૃત્તિમાં ટાંક્યું છે કે “તે થોડા અક્ષરવાળું, સંદેહવિનાનું, સારવાળું, લોકપ્રકાશક અધિકતારહિત અને શાસ્ત્રીય દૂષણ રહિત એવું સૂત્ર હોવું જોઈએ એમ સૂત્રને જાણવાવાળા વિદ્વાનો કહે છે.”૩૫૦ આ લક્ષણ આ. હેમચંદ્રના દરેક સૂત્રમય ગ્રંથોમાં છે તે પ્રમાણે આ ગ્રંથમાં છે. ૪૪૮. આ ગ્રંથમાં ગૌતમના ન્યાયસૂત્રોનું પ્રતિબિંબ છે પણ માત્ર અનુકરણ નથી. બંનેનાં સૂત્રો સરખાવતાં વૈલક્ષણ્ય-પ્રતીતિભેદ જણાય છે. પ્રમાણમીમાંસાના બધા પાંચે અધ્યાય મળતા નથી. તેથી તેને ન્યાયસૂત્ર સાથે સળંગ સરખાવી શકાય તેમ નથી, છતાં જેટલો ભાગ તેનો ઉપલબ્ધ છે. તેની સાથે સરખાવતાં માલૂમ પડે છે કે ગૌતમે ન લીધેલા એવા ઘણા વિષયો આ. હેમચંદ્ર લીધા છે. દા.ત., પ્રમાણ, અનધ્યવસાય, વિપર્યય, વસ્તુ, પ્રત્યભિજ્ઞાન, વ્યાપ્તિ, પક્ષ, દૃષ્ટાન્નાભાસ, દૂષણ, જય, પરાજય આદિ. અવગ્રહ, ઈહા, અવાય, ધારણા, અવધિ, મન:પર્યાયજ્ઞાન, દ્રવ્યેન્દ્રિય આદિ જૈન પરિભાષાના વિષયો ગૌતમસૂત્રમાં છે નહિ-હોઈ શકે નહિ. હેત્વાભાસમાં ગૌતમ મતે પાંચ હેત્વાભાસ છે, હેમચંદ્રમાં ત્રણ છે ને તે ત્રણનો પાંચમાં અંતર્ભાવ થાય છે. વળી કેટલાંક સૂત્રોમાં બંનેમાં ભેદ છે. દા.ત., વાદ, તર્કનાં લક્ષણ આદિ. ટૂંકામાં આ પ્રમાણમીમાંસામાં ન્યાય સંબંધી જૈન સિદ્ધાંતોનો સમાવેશ કર્યો છે, તે ઉપરાંત ન્યાયને લગતી જે જે બાબતોમાં બૌદ્ધ, મીમાંસક, સાંખ્ય, નૈયાયિક અને નાસ્તિક વગેરે દર્શનકારો અલગ પડે છે તે દરેકનું તેઓના મંતવ્યને અનુસાર મંડન કરી યુક્તિથી જૈનશૈલી પ્રમાણે તે સાથેનો ભેદ જણાવ્યો છે. ઘણી સહેલાઈથી થોડી મહેનતે વધારે જ્ઞાન આપનાર આવી ઉત્તમ પદ્ધતિનો જૈન ન્યાયનો ગ્રંથ (વાદિદેવસૂરિ કૃત પ્રમાણનયતત્ત્વાલંકાર સિવાય) બીજો લાગતો નથી. આ સંબંધે “વાદાનુશાસન' નામનો એક વધુ ગ્રંથ અગાઉ જણાવ્યું તેમ મળતો નથી. ૪૪૯. ન્યાયમાં પ્રમાણમીમાંસા ઉપરાંત ન્યાય વિષય ગર્ભિત અન્યયોગ વ્યવચ્છેદ’ અને ‘અયોગ વ્યવચ્છેદ' નામની દરેક બત્રીશ શ્લોકમાં-એમ બે બત્રીશીઓ સંસ્કૃતમાં વર્ધમાનસ્તુતિ તરીકે રચી છે કે જેમાંની પહેલી ઉપર મલ્લિષેણસૂરિ નામના પ્રખર વિદ્વાને સં. ૧૩૪૯ (શક સં. ૧૨ ૧૪)માં ४८. यद्येवं अकलंकधर्मकीर्त्यादिवत् प्रकरणमेव किं नारभ्यते किमनया सूत्रकारत्वाहोपुरुषिकया । मैवं वोचः । fમન ચંગનતતો નાશ સ્વચ્છ પ્રતિબંધે તૌકિ વે વા શાસનમસ્તીતિ ત્રિવિત વૃત્તિની પ્રસ્તાવના પૃ. ૨. उ५०. अल्पाक्षरमसंदिग्धं सारवद् विश्वतो मुखम् । अस्तोभमनवद्यं च सूत्रं सूत्रविदो विदुः ॥ પ્રથમ અધ્યાયના બીજા આહુનિકના ચૌથા સૂત્રમાં પ્રત્યભિજ્ઞાનના પ્રામાણ્ય પ્રસંગે તૈયાયિકની સૂત્રના ઉપર દોષાપત્તિ સિદ્ધ કરતાં વૃત્તિમાં જણાવે છે. પૃ. ૫૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy