SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૪૪૦ થી ૪૪૬ કોશ, અલંકાર, છંદ, ન્યાયગ્રંથો ૨૦૯ શબ્દ, તે મુખ્ય-ગૌણ-લક્ષ્ય-વ્યંગ્ય અર્થમાં લક્ષણ, વ્યંગ્યાર્થના ભેદ નામે શબ્દશક્તિમૂલ અને અર્થશક્તિમૂલ વ્યંગ્યાર્થ. બીજો અધ્યાય રસ સંબંધી છે. રસનું લક્ષણ, તેના નવ ભેદ-શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત અને તે દરેકનાં લક્ષણ, સ્થાયિભાવો, વ્યભિચારિભાવો, અને સાત્ત્વિક ભાવો તે દરેકના ભેદ સહિત, ને રસાભાસ. ત્રીજો દોષોને લગતો છે-કાવ્યના, રસના, પદના, વાક્યના, પદવાક્યના અને અર્થના દોષો જણાવ્યા છે, ચોથામાં ગુણો નામે માધુર્ય, ઓજસ, પ્રસાદ અને તે દરેકના વ્યંજક તથા ગુણથી અન્યથાપણું બતાવેલ છે. પાંચમો શબ્દાલંકારોનો છે જેવો કે અનુપ્રાસ, લાટાનુપ્રાસ, યમક, ચિત્રકાવ્ય, શ્લેષ, વક્રોક્તિ ને પુનરુક્તાભાસ. છઠ્ઠામાં અર્થાલંકારો નામે ઉપમા, ઉત્પ્રેક્ષાથી માંડી સંકર સુધી ૨૯ બતાવ્યા છે. સાતમામાં નાયકાદિલક્ષણો-નાયક, તેના ગુણ, અને ભેદ, નાયિકાલક્ષણ અને સ્ત્રીઓના સ્વાભાવિક અલંકારો અને છેલ્લામાં પ્રબન્ધાત્મક કાવ્યના ભેદો નામે પ્રેક્ષકાવ્ય અને શ્રવ્યકાવ્ય અને તે દરેકના ભેદ નામે નાટકાદિ આપ્યા છે. (પ્ર. કાવ્યમાલા નં. ૭૧ નિ. સા. પ્રેસ મુંબઈ.) ૪૪૪. છંદને માટે છંદોનુશાસન’ નામનો ઉપયોગી વિસ્તૃત ગ્રંથ લખ્યો છે. તે પણ આઠ અધ્યાયમાં વિભક્ત છે. તેના જેવો બીજો કોઇ છંદ ગ્રંથ નથી. તે ૫૨ પણ સ્વોપજ્ઞ ટીકા લખી છે. {પ્ર. ચંદ્રોદય ચે. ટ્રસ્ટ} દરેક પ્રકારના છંદનું ઉત્તમ રીતે જ્ઞાન મેળવવામાં આ પરમ સાધન છે. કેદારભટ્ટના વૃત્તરત્નાકર, ગંગાદાસની છંદોમંજરી અને પિંગલકૃત છંદઃશાસ્ત્ર કરતાં પણ છંદ સંબંધી કેટલીક વિશેષ બાબતો આ ગ્રંથમાં જણાય છે. પિંગલ વિગેરે કરતાં એની રચના અને વ્યાખ્યા સરસ છે. સંસ્કૃત અને પ્રાકૃતના અનેક છંદોનું વર્ણન કરવા સાથે જુદા જુદા અનેક ગ્રંથોનાં વિવિધ સુભાષિતો ઉદાહરણ તરીકે ચુંટી તેમાં ઉદ્ધૃત કર્યા છે. ‘પ્રાકૃતપિંગલ’નો ગ્રંથ આથી ઘણો અર્વાચીન છે. કારણ કે તેમાં આપેલ ઉદાહરણ હમ્મીર આદિ આની પછી થયેલ વ્યક્તિઓનાં છે. (પ્ર. શેઠ દેવકરણ મૂળજી, મુંબઈ સં. ૧૯૬૮.) ૪૪૫. આમ ચાર અનુશાસન નામે શબ્દાનુશાસન, લિંગાનુશાસન, કાવ્યાનુશાસન અને છંદોનુશાસન રચ્યાં છે. તે ઉપરાંત પાંચમા અનુશાસનરૂપે વાદાનુશાસન નામે એક અન્ય ગ્રંથ રચેલ છે તે હાલ અનુપલબ્ધ છે. તેમાં નામ ઉપરથી વાદની ચર્ચા હોવી જોઇએ. ૪૪૬. ન્યાયશાસ્ત્રમાં તેમણે પ્રમાણમીમાંસા નામનો અપૂર્વ મહત્ત્વનો ગ્રંથ રચ્યો. તે તેમણે શબ્દ-કાવ્ય-છંદના અનુશાસન રચ્યા પછી રચ્યો.૭૪૭ તે ૩૪૮પાંચ અધ્યાયમાં હતો. દરેક અધ્યાયમાં એક કરતાં વધુ આન્શિક હતા અને તે પર સ્વોપક્ષવૃત્તિ રચી હતી. હાલ વૃત્તિસહિત બે આન્તિકવાળો પ્રથમ અધ્યાય અને બીજા અધ્યાયનો પ્રથમ આન્ડિક એટલા પૂરતો જ આ ગ્રંથ મળી આવે છે. ગ્રંથ સૂત્રબદ્ધ અને સૂત્રો પણ એવાં સરલ, અસંદિગ્ધ અને સંપૂર્ણ છે કે દરેક અભ્યાસી માટે તે અતિ ઉપયોગી નીવડે. {સં.પંસુખલાલા પ્ર. સીંધીગ્રં. ગુજ વિવેચન રત્નત્રય વિ. પ્ર.રંજનવિ. લાયબ્રેરી ૩૪૭. જુઓ તેની વૃત્તિ “આનન્તા/ર્થી વાથ શબ્દ: શાવ્ય ંોનુશાસનેયોઽનન્તરે પ્રમાાં મીમાંસ્થત રૂત્યર્થ:” ૩૪૮. જુઓ તેજ વૃત્તિ ‘પશ્ચમિરાય: શાસ્ત્રમેતવનયવાચાર્ય:' પૃ. ૩ (પ્ર. આર્હુતમતપ્રભાકર-પુના.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy