SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૪૩૫ થી ૪૩૯ વ્યાકરણ-ધ્યાશ્રયકાવ્ય ૨૦૭ બ્રાહ્મણપરંપરાની વિશેષતા જ હેતુરૂપ હોય બ્રાહ્મણ પંડિતો લોકોમાં સર્વદા અગ્નિની જેમ વંદ્ય રહ્યા છે અને શ્રમણ ગુરુઓ જીવનપ્રદ જલધરના જલની પેઠે સર્વત્ર મળી ગયા છે.આથી જ કદાચ બ્રાહ્મણ પંડિતોને સંસ્કૃત ભાષાનો જ આગ્રહ હોય અને શ્રમણગુરુઓને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ વગેરે ભાષાઓ પ્રત્યે સમભાવ હોય.૩૪૩ ૪૩૭. “ગૂજરાત તો આ એક જ વ્યાકરણને લઈને બધી શાસ્ત્રીય ભાષાઓ તરફની પોતાની મમતાને વ્યક્ત કરી શકે છે અને એમ પણ કહી શકે છે કે, આ જાતની ઉદારતા દર્શાવવાનું પ્રથમ માન ગુજરાતને જ છે. વર્તમાનમાં તો પ્રાકૃત વગેરે ભાષાઓને શીખવા માટે કે પ્રાચીન ભાષાઓના અભ્યાસને માટે કોઇપણ દેશના વિદ્યાર્થીને ગૂજરાતના આ બૃહવ્યાકરણ તરફ જ ખેંચાવું પડે છેગુજરાતનું આ ગૌરવ કાંઈ સાધરણ ન કહેવાય. ૩૪(આ વ્યાકરણ વગેરે ગ્રંથો પર ટીકા ટિપ્પન વગેરે રૂપમાં ઘણા વિદ્વાનોએ લખેલું છે પણ તે અત્રે લંબાણના ભયથી બતાવેલ નથી.) ૪૩૮. કાવ્યમાં આ. હેમચંદ્ર સંસ્કૃતમાં જ્યાશ્રય નામે અતિ મહત્ત્વનું ઐતિહાસિક કાવ્ય રચ્યું છે. તેમાં મુખ્યવર્ણન ચૌલુક્યવંશનું તથા સિદ્ધરાજ જયસિંહના દિગ્વિજયનું છે અને સાથે સાથે બીજી બાજુ સિદ્ધહેમ શબ્દાનુશાસનનાં સૂત્રોનાં પ્રતિપાદિત ક્રમશઃ ઉદાહરણો નીકળે છે; અને એવું જ બીજું એક પ્રાકૃત યાશ્રય કાવ્ય રચેલ છે કે જેનું નામ “કુમારપાલ ચરિત’ પણ છે, કારણ કે તેમાં કુમારપાલનું ચરિત્ર છે. તે કાવ્ય અતિ વિચિત્ર અને કાવ્યચમત્કૃતિના નમુનારૂપ છે. કારણ કે હકીક્ત એમ છે કે વિદ્યાર્થીઓએ વ્યાકરણ દ્વારા જે જે પ્રયોગોને જાણ્યા હોય છે તેના તેજ પ્રયોગો કાંઈ સાહિત્યમાં નથી આવતા, એથી જો કોઈ કાવ્ય એવું હોય કે જેમાં એ શીખેલા જ પ્રયોગો બરાબર ક્રમપૂર્વક વપરાયા હોય તો એ કાવ્ય વિદ્યાર્થીઓને પ્રયોગ વ્યવહારની દિશા દર્શાવી શકે અને સાથે વ્યાકરણ પણ પરિપક્વ થાય; આ એક જ ઉદેશને સિદ્ધ કરવાને સારૂ આચાર્યશ્રીએ સંસ્કૃત દયાશ્રય મહાકાવ્યની ૪પ રચના કરી છે અને એમાં (સિદ્ધહૈમના) સંસ્કૃતના સાતે અધ્યાયનાં બધાં એના એ જ ઉદાહરણો વ્યાકરણના જ ક્રમ પ્રમાણે યોજ્યાં છે અને એવું જ બીજું (ઉક્ત) પ્રાકૃત યાશ્રય મહાકાવ્ય૪૬ રચેલું છે, એમાં પણ (અષ્ટમાધ્યાયના પ્રાકૃત વ્યાકરણના) પ્રાકૃત, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપશાચી અને અપભ્રંશનાં બધાં એના એ જ વ્યાકરણગત ઉદાહરણો આનુપૂર્વીપૂર્વક મૂકેલાં છે. ૪૩૯. “યાશ્રય”નો અર્થ બે આશ્રયવાળું છે. આ કાવ્યનું એ નામ ચરિતાર્થ છે. આમાં એક તરફ જોતાં આઠે અધ્યાયનાં બધાં ઉદાહરણો સંગતિપૂર્વક મળી આવે છે અને બીજી તરફ જોતાં મૂલરાજથી તે ઠેઠ કુમારપાલ સુધીના ગુજરાતના સોલંકી વંશનો ઇતિહાસ ચીતરાએલો છે. એથી આ કાવ્ય વ્યાકરણના અભ્યાસીને તો ઉપયોગી જ છે પણ ગૂજરાતના ઇતિહાસમાં એનું અસાધરણ સ્થાન છે. ( ૩૪૩-૪ પં. બહેચરદાસનો લેખ નામે “ગુજરાતનું પ્રધાન વ્યાકરણ.” ૩૪૫. સંસ્કૃત યાશ્રય કાવ્ય. વ. નં. ૧૭૩૭-૪૦; અભયતિલકગણિની ટીકા સહિત પ્ર. મુંબઈ સંસ્કૃત સીરીઝ સને ૧૯૧૫-૧૯૨૧; ૩૪૬, પ્રાકૃત યાશ્રય કાવ્ય-પૂર્ણકલશગણિની ટીકા સહિત-સં. શંકરપાંડુરંગ પંડિત પ્ર. ઉક્ત સીરીઝ સન ૧૯00. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy