SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ લખી, પછી શૌરસેનના વિશેષ નિયમ લખી જણાવ્યું કે “શેષ પ્રાકૃતવતું. પછી માગધીને વિશેષ નિયમ કરી કહ્યું કે “શેષ પ્રાકૃતવત;' અર્ધમાગધીને “આર્ષ” માની તેનું વિવેચન કર્યું નહિ; પછી પૈશાચીનું વિવેચન કરી લખ્યું કે “શેષ શૌરસેનીવત્ એ જ પ્રમાણે ચૂલીકા – પૈશાચીના વિશેષ નિયમ બતાવી જણાવ્યું કે “શેષ પ્રાગ્વત્-એટલે કે પૈશાચીવત્'; પછી અપભ્રંશના વિશેષ નિયમ લખી લખ્યું કે “શૌરશેનીવતું, અને ઉપસંહારમાં સર્વે પ્રાકૃતોને લક્ષમાં રાખી કહ્યું કે “શેષ સંસ્કૃતવત્ સિદ્ધ'આમાં વસ્તુતઃ મહારાણી સિવાય બીજી બધી પ્રાકૃત કરતાં અપભ્રંશને વધારે ન્યાય આપેલ છે. ૪૩૫. અપભ્રંશનું વિવરણ ૪-૩૨૯ થી ૪-૪૪૮ સૂત્રોમાં છે; ધાત્વાદેશ સૂત્રો ૪-૫ થી ૪૨૫૯ છે. તેમાંનો મોટો ભાગ પણ વાસ્તવિક રીતે અપભ્રંશ સૂત્રો જ છે, કારણ કે તેમાંના ધાતુઓ મુખ્યત્વે અપભ્રંશમાં મળી આવે છે એટલે કુલ ૩૭૮ સૂત્રમાં અપભ્રંશની વાત છે, જ્યારે શૌરસેની ૨૭, માગધી ૧૬, પૈશાચી ૨૬ સૂત્રોમાં છે. ધાત્વાદેશનાં સૂત્રોને બાદ કરીએ તો પણ અપભ્રંશ સૂત્રોની સંખ્યા ૧૨૦ થાય છે. આ. હેમચંદ્રના એક શતક પહેલાંના પુરોગામી નમિસાધુ નામના જૈન આલંકારિકે (જુઓ પારા ૨૯૬) અપભ્રંશના પ્રકારો નોંધ્યા છે, જ્યારે હેમાચાર્યે તે પ્રકારોનો નામોલ્લેખ પણ કર્યો નથી; કદાચ તેમણે મહારાષ્ટ્રી (અપભ્રંશ) સાથે શૌરસેની અપભ્રંશનું થોડું વિવરણ કરેલું હોય એમ તેનાં સૂત્રો અને ઉદાહરણો પરથી કોઇને લાગે છે. ગમે તેમ પણ અપભ્રંશ ભાષાનું હેમાચાર્યે કરેલું વિવરણ અતિ પૂર્ણ છે. તેમના વ્યાકરણનું મૂલ્ય પદ્યમાં જે ઉદાહરણો મોટે ભાગે ઇ.સ. ૯મા ૧૦મા સૈકાના રચાયેલા અન્ય ગ્રંથોમાંથી અને કયાંક સ્વરચિત મૂકેલાં છે. તેનાથી વિશેષ વૃદ્ધિગત થાય છે. ઘણા ખરા દોહા શૃંગારરસના છે, પણ તેમાંના લગભગ ૧૮ વીરરસના, ૬૦ ઉપદેશમય, ૧૦ જૈન ધાર્મિક, ૫ દંતકથા-પુરાણમાંના, ૧ કૃષ્ણ રાધા સંબંધી, ૧ બલિ વામન વિષેનો, ૧ રામ અને રાવણને ઉદેશી અને ર મહાભારતને લગતા છે. શૃંગાર રસમાંના બે તો ઈ.સ. ૧૦ મી સદીના રાજા મુંજ સંબંધે છે.૩૪૫ એટલે પ્રાકૃત વ્યાકરણ, ગૂજરાતી-હિંદી-મરાઠી આદિ દેશી ભાષાઓ માટે અતિ ઉપયોગી અને મૌલિક છે; કારણ કે બધા પ્રાકૃત વ્યાકરણકારોમાં જૈન ચંડ બેંક અપભ્રંશ માટે કહ્યું ને પછી જૈન જ એવા હેમાચાર્યે અપભ્રંશ ભાષા સંબંધી બીજા કરતાં ઘણી કાળજીથી અને અતિ વિસ્તારથી વિવેચન કર્યું છે અને વિશેષમાં વધુ અગત્યનું તો એ છે કે તેમણે તેનાં ઉદાહરણ તરીકે અપભ્રંશ દોહા આપેલ છે. આથી અપભ્રંશ ભાષાની દૃષ્ટિએ આ. હેમચંદ્ર સૌથી વધારે મહત્ત્વનાં છે.૪૨ ૪૩૬. આ. “હેમચંદ્ર પોતાના સમયના પ્રતિષ્ઠિત સંસ્કૃત પંડિત હતા, શ્રમણગ્રામના અગ્રણી હતા અને એક શિષ્ટ લોકનેતા પણ હતા. તેથી એમણે પોતાના વ્યાકરણને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશરૂપ ત્રિવેણીનું સંગમસ્થાન બનાવ્યું છે. અપભ્રંશના ભાગમાં એમણે જે પદ્યભાગ આપ્યો છે તે ભાષાશાસ્ત્રના ઇતિહાસમાં ખાસ સ્થાન લે એવો છે, અને એથી જ આપણે આ. હેમચંદ્રના સમયની શિષ્ટ સાહિત્ય ભાષાને મેળવી શકીએ છીએ. આ. હેમચંદ્રની પૂર્વે કેટલાય સૈકાથી સાહિત્યમાં શિષ્ટ લોકભાષા તરીકે અપભ્રંશભાષા જામી ગયેલી હતી. છતાંય એ પહેલાંના કોઈ પણ વૈયાકરણે અપભ્રંશનું આવું સંપૂર્ણ અનુશાસન કર્યું જણાતું નથી. સંભવ એ છે કે, આમ થવામાં શ્રમણપરંપરાની અને ૩૪૧-૨ સ્વ. પ્રો. ગુણેની ભવિયત્ત કહા પરની અંગ્રેજી પ્રસ્તાવના (ગા.ઓ.સીરીઝ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy