SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૪૩ર થી ૪૩૪ હેમચંદ્રાચાર્યની સાહિત્યરચના ૨૦૫ હેમચંદ્રનો સૂત્રોમાં પ્રકરણોનો ક્રમ એ છે કે સંજ્ઞા પ્રકરણ, સ્વરસન્યિ પ્ર. વ્યંજન સંધિ પ્ર., નામ પ્રકરણ, કારક પ્ર, પત્રણત્વ પ્ર., સ્ત્રી પ્રત્યય પ્ર., સમાસ .., આખ્યાત પ્ર., કૃદન્ત પ્ર., તદ્ધિત પ્ર., પ્રાકૃત પ્રક્રિયા. તેમાં સાત અધ્યાયોમાં સંસ્કૃતનું વ્યાકરણ છે અને છેલ્લો ને એકલો આઠમો અધ્યાય પ્રાકૃત, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકા પૈશાચી અને અપભ્રંશને માટે છે-એટલે કે તે અધ્યાય પ્રાકૃત વ્યાકરણ છે. ૨૪°સંસ્કૃત બૃહદ્ વ્યાકરણના મૂળની શ્લોક પ્રમાણ સંખ્યા ૧૧૦૦ છે, એટલે સર્વ સૂત્ર સંખ્યા ૩૫૬૬ અને પ્રાકૃત વ્યાકરણની સૂત્ર સંખ્યા ૧૧૧૯ છે. આખું વ્યાકરણ પ્રસાદ ઉપજાવે તેવું છે. તે પર બૃહદવૃત્તિ-તે અઢાર હજાર શ્લોક સંખ્યાની વિસ્તૃત ટીકા પણ તેમણે રચી છે કે જેની અંદર કોઈપણ શબ્દસિદ્ધિ બાકી નથી રહી; તેને કુશાગ્રબુદ્ધિ વિદ્યાર્થી રસપૂર્વક શીખી શકે છે. મૂળ સૂત્રો પર લgવૃત્તિ એ છ હજાર શ્લોક પ્રમાણ સૂત્રાર્થપ્રદર્શિકા સંક્ષિપ્ત ટીકા છે કે જે પ્રથમાભ્યાસીઓને તે સમજતાં સુગમ પડે-એટલે કે મંદમેધા વિદ્યાર્થી પણ વ્યાકરણના બોધથી વિમુખ ન રહે એ માટે લઘુવૃત્તિ છે. લઘુવૃત્તિનો ક્રમ બ્રહવૃત્તિના જેવો છે. ધાતુઓનાં રૂપો માટેનો રચેલો ધાતુપરાયણ પાંચ હજાર શ્લોક પ્રમાણ છે. ઉણાદિ સૂત્ર ગણ સવિવરણ છે ને તે ઉપરાંત લિંગજ્ઞાન માટે રચેલો લિંગાનુશાસન નાના નાના પ્રકારના લલિત છંદોમાં મૂકયો છે ને તેના પર ત્રણ હજાર શ્લોક પ્રમાણની વિસ્તૃત ટીકા પણ કરી છે. સં ક્ષમાભદ્રસૂરિ મ. હીરાલાલ સોમચંદ) આ સંસ્કૃત વ્યાકરણ ઉપર બૃહન્યાસ નામે અત્યંત વિસ્તૃત વિવરણ પોતે લખ્યું હતું કે જેની સંખ્યા નેવું હજાર શ્લોક હતી. એ વિવરણનો કેટલોક ભાગ નષ્ટ થઈ ગયો છે ને કેટલાક વિદ્યમાન છે. એકંદરે બધાની સંખ્યા એક લાખ પચીસ હજાર શ્લોક પ્રમાણ છે. ૪૩૪. સંસ્કૃત વ્યાકરણની સાથે પ્રાકૃત, શૌરસેની વગેરેનું વ્યાકરણ લખવાની પ્રથાના આદિ આવિર્ભાવક આચાર્ય હેમચંદ્ર છે. આવી પ્રથા કોઈ પણ અન્ય વ્યાકરણમાં નથી. વરરૂચિ અને ભામહ વગેરે પંડિતોએ પ્રાકૃત વ્યાકરણો તો અનેક રચ્યાં છે પણ તેમાં અને ગૂજરાતના આ પ્રાકૃત વ્યાકરણમાં નદી અને સમુદ્રની જેટલું અંતર છે. વરરૂચિ વગેરે લેખકોએ માત્ર નાટકોને સમજવા પૂરતાં જ પ્રાકૃત વ્યાકરણો લખ્યાં છે પણ આ આચાર્યે તો પોતાના સમય સુધીના સમગ્ર પ્રાકૃત સાહિત્ય અને આર્ષ પ્રાકૃતને લક્ષ્યમાં રાખીને પ્રાકૃત વ્યાકરણ રચેલું છે અને સાથે નાટકોની ભાષાને પણ સ્થાન આપેલું છે. પાણિનિએ “છાંદસમ્' કહીને જેમ વેદની ભાષાનું વ્યાકરણ લખ્યું છે તેમ આ આચાર્યે ‘આર્ષદ્' કહીને જૈન આગમોની ભાષાનું પણ અનુશાસન કરેલું છે. વિશેષ મહત્ત્વનું તો એ છે કે બીજા કોઈ પણ પ્રાકૃત વ્યાકરણ કરતાં ગુજરાતના આ વ્યાકરણમાં પ્રાકૃત ભાષાને અને અપભ્રંશ ભાષાને સમજાવવાનો આચાર્યનો વિશિષ્ટ પ્રયત્ન છે અને ખાસ કરીને અપભ્રંશ ભાષા માટે તો તે પહેલાં કોઈ પણ પ્રાચીન વૈયાકરણે આટલું સવિશેષ લખ્યું હોય એમ કહેવાને કાંઈ પ્રમાણ નથી. આ પ્રાકૃત વ્યાકરણ માટે થોડુંક કહીએ તો આ. હેમચંદ્ર કહે છે કે “પ્રકૃતિ સંસ્કૃત છે, અને તેમાંથી ઉત્પન્ન થયેલું-આવેલું તે પ્રાકૃત.” (આ મત સંબંધી કેટલીક મતભેદ છે) પહેલાં (મહારાષ્ટ્રી) પ્રાકૃતનું વ્યાકરણ ૩૪૦. જર્મન વિદ્વાન ડો. પિશલે આ આઠમા અધ્યાયનું તદન છેલ્લી પદ્ધતિએ સરસ સંપાદન કરેલું છે. એનો અંગ્રેજી અને હિન્દી અનુવાદ પણ પ્રગટ થયો છે.} Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy