SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૪૩૨. સાહિત્યસેવા-હવે તેમની સાહિત્યસેવા જરા વિસ્તારથી જોઇએ. વ્યાકરણશાસ્ત્રનાં બધાં અંગો ઉપર તેમણે વિસ્તારથી લખ્યું છે. ઉક્ત સિદ્ધહેમ શબ્દાનુશાસન (પી. ૧, ૧૯; પી. ૧, ૨૩; કી. ૨, ૪૬ થી ૪૮) તે ૩૩૮ગુજરાતનું પ્રધાન વ્યાકરણ છે. તે રચવામાં કર્તાનો ઉદેશ તેને સર્વગ્રાહ્ય બનાવવાનો જણાય છે. તેમ કરવા માટે અનેક વૈયાકરણો નામે આપિશાલિ, પાણિનિની પૂર્વના બીજાઓ જેવા કે યા, શાકટાયન ગાર્ગ્યુ, વેદમિત્ર શાકલ વગેરે, ઈન્દ્ર, બૌદ્ધ ચંદ્રગોમિ (ચાંદ્રવ્યાકરણ કર્તા), શેષભટ્ટારક-પતંજલિ, પાણિનિ, દિગંબર દેવનંદિ (જૈનેંદ્રવ્યાકરણકર્તા), જયાદિત્ય અને વામન ઉર્ફે વિશ્રાન્ત વિદ્યાધર (કાશિકાના વૃત્તિકાર), વિશ્રાન્તન્યાસકાર, જૈન શાકટાયન (શાકટાયનવ્યાકરણના કર્તા), દુર્ગસિંહ અને શ્રુતપાલ (કાતંત્ર-કાલાપના વૃત્તિકાર), ભર્તુહરિ (વાક્યપદીયનો કર્તા), ક્ષીરસ્વામી (અમરકોશટીકાકાર), ભોજ (સરસ્વતીકંઠાભરણનો કર્તા), નારાયણકંઠી, સારસંગ્રહકાર, દ્રમિલ, શિલાકાર, ઉત્પલ, ન્યાસકાર, પારાયણકારના ઉલ્લેખો તેમાં મળે છે, તેથી આ વ્યાકરણ અનેક વ્યાકરણોના નવનીતરૂપ છે. વળી ઉદાહરણો પણ પ્રાચીન અને સર્વ સાધારણ જેવાં મૂકેલાં છે, અને જે ઉદાહરણો જૈનધર્મને લગતાં છે તે માત્ર ઇતિહાસ પૂરતાં છે. પણ તેમાં સાંપ્રદાયિકતાની ગંધ નથી. રચના એવી રીતે કરી છે કે પાછળ વાર્તિકો વધારવાની જરૂર પડી નથી, છતાં સૂત્રસંખ્યા વધી નથી, ને તેની સંખ્યા માત્ર ૧૧૦૦ છે. વ્યાકરણનાં પાંચ અંગો છે: સૂત્ર, ગણપાઠસહિતવૃત્તિ, ધાતુપાઠ, ઉણાદિ, અને લિંગાનુશાસન. આ પાંચેય પોતે રચ્યાં છે; આથી આ વ્યાકરણના વિદ્યાર્થીને કોઈ રીતે પરતંત્રતા ભોગવવી પડતી નથી. આ એક જ વ્યાકરણને લીધે ગુજરાતને બીજા કોઇપણ દેશમાં માત્ર વ્યાકરણની દૃષ્ટિએ ગુરુપદ મળી શકે તેમ છે. સૂત્રો સરલબોધ થાય ને અલ્પ પ્રયાસે સ્મૃતિદ્વારા તેનો ભાવ ઝીલી શકાય તેવા ઉદેશથી એક બીજાના મંકોડા રૂપે સંકળાયેલ નવીન ક્રમમાં ગોઠવેલ છે અને એ સંકલનાથી રચેલાં વ્યાકરણનાં પ્રકરણોનો ક્રમ વર્તમાન પદ્ધતિના શબ્દકોશની પેઠે યોજેલો છે. એમાં (જૈન) શાકટાયનનું પ્રતિબિંબ છે છતાંય અનુકરણ માત્ર નથી; એમાં સૂત્રના ક્રમની યોજનાનું કૌશલ, વૃત્તિનું કૌશલ, ઉદાહરણો ઘડવાનું ચાતુર્ય અને વ્યાકરણના ખાસ સિદ્ધાન્તો ઉપર ચર્ચા કરવાની પદ્ધતિ એ બધામાં આ. હેમચંદ્રની પ્રતિભા પદે પદે દેખાય છે. ૪૩૩. ૧ મૂળ સૂત્રો, ૨ એ ઉપરની માહિતી અને લઘુ વૃત્તિ, ૩ સવિસ્તર વૃત્તિવાળું અને અનેક ધાતુપારાયણના દહનવાળું ધાતુપારાયણ, {સ મુનિચંદ્ર વિ. પ્ર ગિરધરનગર જૈન સંઘ ૪ ઉણાદિસૂત્ર સવૃત્તિ, ૫ લિંગાનુશાસન પણ બૃહતી ટીકા સાથે-સિદ્ધહૈમનાં એ પાંચ અંગો છે. આ ૩૩૮ “ગુજરાતનું પ્રધાન વ્યાકરણ” એ નામથી પંડિત બહેચરદાસે એક નિબંધ મુંબઇની આઠમી ગૂજરાતી સાહિત્ય પરિષહ્માં રજૂ કરેલો હતો તે જુઓ પુરાતત્ત્વ પુ. ૪, ૧-૨, પૃ. ૬૧, ગુજરાતી સાહિત્ય પરિષદ-મંડળ પત્રિકા સૈમાસિક પુ. ૧, ૨ પૃ. ૫૧. આમાંથી ઘણી હકીકત આ વ્યાકરણ સંબંધે લેવામાં આવી છે. ૩૩૯. સિદ્ધહૈમની સ્વોપજ્ઞ વૃત્તિમાં આ. હેમચંદ્ર પોતે અનેક વૈયાકરણોના મતોને વિવેકપૂર્વક પ્રરૂપેલા છે ને તે પૈકી કેટલાક મતોની સમાલોચના પણ કરી છે. તેથી વ્યાકરણોના મતોને લગતી આ. હેમચંદ્રની પ્રરૂપણા વ્યાકરણશાસ્ત્રના ઇતિહાસમાં મોટો ફાળો આપે એવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy