SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ બુદ્ધ કે જિન જે હોય તેને મારા નમસ્કાર છે એવી સ્તુતિ કરી. આના થોડા શ્લોકો આ પ્રકરણના મથાળે મૂકાયા છે. –સ્થિતિ થી વૃદ્ધ વા વર્ધમાન શતત્વનત્રય વૈશવં વા શિવં વા | સુધીના. (પ્રચિ.). ૪૨૯. એકવાર કાશીથી આવેલા વિશ્વેશ્વર નામના કવિએ કુમારપાલ સમક્ષ વિત્સમિતિમાં હેમચંદ્રસૂરિની અર્ધ શ્લોકથી વ્યાજસ્તુતિ કરી કે : पातु वो हेमगोपालः कम्बलं दण्डमुद्वहन् । -કામળો અને દંડ ધારણ કરતા એવા હેમ(ચંદ્ર) ગોપાલ (ગોવાળીઓ) તમારી રક્ષા કરે. આ. હેમચંદ્ર સામો અબ્ધ શ્લોક કહી તેનો પ્રત્યુત્તર તે જ પ્રમાણે આપ્યો. :षड्दर्शनपशुग्रामं चारयन् जैनगोचरे ॥ –તે ગોપાલ એવો છે કે જે છ દર્શનરૂપી પશુઓને જૈન ગોચર-તૃણ ક્ષેત્રમાં ચારતો રહ્યો છે. આવી આવી અનેક ઘટનાઓ તેમના જુદા જુદા પ્રબંધોમાં ચરિતોમાં મળી આવે છે તો ત્યાંથી જોઇ લેવી. ૪૩૦. જેમ સિદ્ધરાજની વિનતિથી સિદ્ધહેમ રચ્યું, તેમ કુમારપાલના માટે યોગશાસ્ત્ર, વીતરાગસ્તોત્ર અને ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર રચ્યાં. ૩૦ અને લોકો માટે કયાશ્રય, છંદોનુશાસન, અલંકાર, નામસંગ્રહ આદિ અન્ય ગ્રંથો રચ્યા. ૪૩૧. હેમાચાર્યના જીવનને જગતુમાં શાશ્વત પ્રકાશિત રાખનાર અને અન્ય ધર્મીઓને પણ આશ્ચર્ય ઉત્પન્ન કરાવનાર-એ તેમનો અગાધ જ્ઞાન ગુણ હતો. તેમના જેવો સકલ શાસ્ત્રોમાં પારંગત અત્યંત શોધવા જતાં પણ કોઈ મળશે નહિ. આ અપરિમિત જ્ઞાનશક્તિને લીધે “કલિકાલ સર્વજ્ઞ'એ ઉપાધિથી તે ઓળખાય છે. પીટર્સન આદિ પાશ્ચિમાત્ય વિદ્વાનો પણ તેમને જ્ઞાનનો સાગર (Ocean of knowledge) કહે છે. એમ કહેવાય છે કે તેમણે સાડાત્રણ કરોડ શ્લોક પ્રમાણ ગ્રંથો રચ્યા છે. ઉપલબ્ધ થતા ગ્રંથોનું શ્લોકપ્રમાણ તેટલું નથી, તેથી બીજા લુપ્ત થયા હશે, છતાં જે મળી શકે છે તેનું પ્રમાણ ઓછું નથી તેમનો સ્વર્ગવાસ સં. ૧૨૨૯માં થયો. ૩૩૭. આ. હેમચંદ્ર ત્રિશષ્ટિશલાકા પુરુષ ચરિત્રમાં રાજા કુમારપાલ તેમનો ઉપકાર માને છે તે શ્લોક પોતે મૂક્યો છે જેનો અર્ધો ભાગ અગાઉ ટિપ્પણ ૩૩૨માં મૂક્યો છે ને બીજો અર્ધો ભાગ નીચે પ્રમાણે છે. : मद्धेतोरथ योगशास्त्रममलं लोकाय च व्याश्रयच्छन्दोऽलंकृतिनामसंग्रह मुखान्यन्यानि शास्त्राण्यपि ॥ १८ ॥ लोकोपकारकरणे स्वयमेव यूयं सज्जाः स्थ यद्यपि तथाप्यहमर्थयेऽदः । माहग्जनस्य परिबोधकृते शलाका पुंसां प्रकाशयत वृत्तमपि त्रिपष्टेः ॥ १९ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy