SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૪૨૫ થી ૪૨૮ હેમચન્દ્રસૂરિ અને કુમારપાલ ૨૦૧ —હે દેવ ! જો શુદ્ધ શ્રદ્ધાથી નિર્મલ હૃદયવાળો-શ્રાદ્ધ શ્રોતા હોય અને શાસ્ત્રપારંગત તત્ત્વ પારખી વક્તા હોય તો એ બંનેના યોગથી કલિકાલમાં પણ તારા શાસનનું એકચ્છત્ર સામ્રાજ્ય થઈ શકે છે. ૪૨૭. ‘શ્રી હેમચંદ્રાચાર્યે લોકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો; શ્રી હેમચંદ્રચાર્ય મહાપ્રભાવક, બળવાન્ ક્ષયોપશમવાળા પુરુષ હતા, તેઓ ધારત તો જુદો પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન્ હતા. તેમણે ત્રીશ હજાર ઘરને શ્રાવક કર્યા, ત્રીશ હજાર ઘર એટલે સવાથી દોઢ લાખ માણસની સંખ્યા થઇ. શ્રી સહજાનંદજીના સંપ્રાદયમાં હાલ એક લાખ માણસ હશે, એક લાખના સમૂહથી સહજાનંદજીએ પોતાનો સંપ્રદાય પ્રવર્તાવ્યો, તો દોઢ લાખ અનુયાયીઓનો એક જુદો સંપ્રદાય શ્રી હેમચંદ્રાચાર્ય ધારત તો પ્રવર્તાવી શકત. પણ શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું હતું કે ‘સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર જ ધર્મપ્રવર્તક હોઈ શકે, એમ તો એ તીર્થંકરની આશાએ ચાલી તેમના પરમાર્થમાર્ગનું પ્રકાશન કરવા પ્રયત્ન કરનાર, વીતરાગમાર્ગનો પરમાર્થ પ્રકાશવા રૂપ લોકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો, તેમ કરવાની જરૂર હતી. વીતરાગમાર્ગ પ્રતિ વિમુખતા અને અન્યમાર્ગ તરફથી વિષમતા, ઈર્ષ્યા આદિ શરૂ થઈ ચુક્યા હતા. આવી વિષમતામાં વીતરાગ માર્ગ ભણી લોકોને વાળવા માટે લોકોપકારની તથા તે માર્ગના રક્ષણની તેમને જરૂર જણાઈ. ‘અમારૂં ગમે તેમ થાઓ, આ માર્ગનું રક્ષણ થવું જોઈએ' એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યું; પણ આમ તેવા જ કરી શકે; તેવા ભાગ્યવાન્-મહાત્મ્યવાન્ક્ષયોપશમવાન્ જ કરી શકે. જુદાં જુદાં દર્શનોનો યથાવત્ તોલ કરી અમુક દર્શન સંપૂર્ણ સત્ય-સ્વરૂપ છે એવો નિર્ધાર કરી શકે એવા પુરુષ જ લોકાનુગ્રહ ૫૨માર્થપ્રકાશ, આત્માર્પણ કરી શકે.' (શ્રીમદ્ રાજચંદ્ર પૃ. ૭૧૬) ૪૨૮. હેમાચાર્યની સતત પ્રેરણાથી કુમારપાલે જે જૈનધર્મની વૃદ્ધિ અર્થે કાર્ય કર્યાં તે ટુંકમા અગાઉના પ્રકરણમાં કહેવાઈ ગયા છે કુમારપાલે દેવકી પત્તનમાં સોમનાથ મહાદેવના મંદિરનો પુનરુદ્ધાર-જીર્ણોદ્ધાર કર્યો અને તેના નિર્માણ સંબંધી ત્યાંના પંચકુલનો પત્ર આવતાં નિર્માણ સંબંધમાં શું કરવું ઘટે એવું આ. હેમચંદ્રને પૂછતાં તે સૂરિએ જણાવ્યું કે ‘આ ધર્મભવનના નિર્વિઘ્ન નિર્માણ અર્થે તો આપે બ્રહ્મચર્યવ્રતનું પાલન કરીને દેવાર્ચનમાં વિશેષ સંલગ્ન રહેવું ઘટે; અથવા મંદિરના ધ્વજારોપણ સુધી મદ્યમાંસના ત્યાગનું વ્રત લેવું ઘટે.' કુમારપાલે નીલકંઠ પર જલ ચડાવ્યું અને મઘમાંસ ત્યાગનું વ્રત લીધું. બે વર્ષ પછી જ્યારે મંદિર પૂર્ણ થયું અને કેવલ કલશ ધ્વજા ચઢાવવાનું બાકી રહ્યું ત્યારે રાજાએ પૂર્વે લીધેલું વ્રત પૂરું કરવા ઇચ્છયું. ત્યારે આ. હેમચંદ્રે જણાવ્યું કે આપે ભગવાન્ સોમનાથના મંદિરમાં પધારી તેની સમક્ષ જ વ્રતની સમાપ્તિ કરવી ઘટે. પછી બીજાના કહેવાથી સૂરિને પણ સોમેશ્વરની યાત્રામાં સાથે આવવા કહ્યું. તે આમંત્રણ પોતે સ્વીકાર્યું. એટલે રાજાએ તેમને સુખાસન વાહનાદિ લેવા જણાવતાં તેમણે પાદવિહાર કરવાની ઇચ્છા પ્રકટ કરી જણાવ્યું કે શીઘ્ર પ્રયાણ કરીને શત્રુંજય ઉજ્જયંતાદિ મહા તીર્થોની યાત્રા કરી દેવપત્તન આવી મળું છું. ત્યાં કુમારપાલ જતાં હેમચંદ્ર આવી મળ્યા ને શિવની સ્તુતિ કરવા જણાવ્યું ત્યારે તેમણે વીતરાગસ્તોત્ર-મહાદેવસ્તોત્ર બનાવ્યું. તેમાં મહાદેવ કોણ કહેવાય એને માટેના ગુણો બતાવી તેવા ગુણોવાળા જે કોઈ દેવ હોય- પછી બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ-શિવ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy