SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સિદ્ધપુરમાં સિદ્ધવિહાર નામનાં જૈનમંદિરો બંધાવ્યા હતા એ અગાઉ કહેવાઈ ગયું છે. સિદ્ધરાજે સં. ૧૧૫૧ થી ૧૧૯૯ સુધી રાજ્ય કર્યું. પ્રાયઃ તે રાજાના જીવનસુધી આ. હેમચંદ્રે ગુજરાત સિવાય અન્ય દેશમાં વિહાર કર્યો નહોતો,જ્જ (એટલે મુખ્યત્વે પાટણમાં નિવાસ કર્યો હતો.) જૈન શાસ્ત્રમાં મુનિ માટે ચિરકાલ સુધી એક સ્થાનમાં રહેવાનો નિષેધ કર્યો છે, છતાં આ આચાર્યે સંયોગાનુસાર ધર્મ પ્રભાવનાનો લાભ સમજી રાજાના ઉપરોધથી અધિક સમય સુધી ગુરૂ અને સંઘની ઈચ્છાથી પાટણગૂજરાતમાં જ રહેવાનું સ્વીકાર્યું હતું. તે રાજાનું અવસાન થતાં અન્ય પ્રદેશોમાં વિચરવા લાગ્યા. તે સમયમાં તેમના ઉપદેશથી હજારો જૈન ધર્મમાં આવ્યા. અવકાશ સમયે ગ્રંથોની રચના ચાલુ હતી. ૪૨૫. પછી કુમારપાલ ૫૦ વર્ષની વયે ગૂર્જર દેશનો અધિપતિ થયો. તેણે કેટલાંક વર્ષો રાજ્યની સુવ્યવસ્થા કરવામાં તથા શત્રુઓને જીતવામાં ગાળ્યા. રાજ્યની સીમા વધી, નિષ્કંટક રાજ્ય થતાં શાન્તિ સર્વત્ર ફેલાઇ ત્યારે હેમાચાર્ય શાસનોદ્ધારની પ્રતિજ્ઞા પૂર્ણ કરવાનો અવસર જાણી પાટણ આવ્યા. ૪૨૬. રાજા રાજ્યપ્રાપ્તિ પહેલાં અનેક સંકટોમાંથી પોતાને ઉગારવા માટે આચાર્યનો ઉપકારવશ હતો. પોતાનું રાજ્ય સમર્પણ કરતા રાજાને સૂરિએ કહ્યું કે– નિષ્પરિગ્રહી અમો મુનિઓને એ સર્વ તુચ્છ છે. પછી પોતાની ત્રણ આજ્ઞાઓ પાલન કરવા જણાવ્યું: (૧) પ્રાણીમાત્રનો વધ બંધ કરી સર્વ જીવોને અભયદાન આપો, (૨) પ્રજાની અધોગતિના મુખ્ય કારણરૂપ દુર્વ્યસન-ધૂત, માંસ, મદ્ય, શિકાર આદિનો નાશ કરો, અને (૩) પરમાત્મા મહાવીરની પવિત્ર આજ્ઞાઓનું પાલન કરી તેના સત્ય ધર્મનો પ્રચાર કરો. કુમારપાલે તેનો સ્વીકાર કરી ‘અમારિ પડહ’ વગડાવી સમસ્ત રાજ્યમાંથી હિંસાને દેશનિકાલ કરી, રાજકુલદેવી કંટકેશ્વરીને બલિ અપાતી પણ બંધ કરી, દુર્વ્યસનોનો બહિષ્કાર કરાવ્યો; પોતે શ્રાવક ધર્મ સ્વીકારી (સં. ૧૨૧૬) ૫૨માર્હત’ બન્યો અને વીતરાગ ધર્મની પ્રભાવના અનેક પ્રકારથી કરવા લાગ્યો. આ. હેમચંદ્ર સિદ્ધરાજના સમયમાં કેવલ પોતાની વિદ્યાને લીધે દરબારમાં સત્કાર-ભાજન થયા હતા અને કુમા૨પાલના સમયમાં રાજાના ગુરૂ બની તેમણે પોતાના પ્રભાવથી જૈન ધર્મને અતુલિત લાભ પહોંચાડ્યો હતો. તેમણે ધાર્યું કે આપણપઈ પ્રભુ હોઈઅં કઇ પ્રભુ કીજઇ હત્યિ, કજ્જ કરિવા માણસહ બીજઉ માગુ ન અસ્થિ. યા તો મનુષ્યે પોતેજ સમર્થ થવું ઘટે, યા કોઈ સમર્થને પોતાના હાથમાં લેવો ઘટે. મનુષ્યને કાર્ય સિદ્ધ કરવા માટે આ બે માર્ગ સિવાય અન્ય (ત્રીજો) માર્ગ નથી. તેથી જ તે આચાર્યે કૃતકૃત્ય થઈ પોતાના ‘વીતરાગસ્તોત્ર'માં સ્પષ્ટ જણાવ્યું છે કે : श्राद्धः श्रोता सुधी र्वक्ता युज्येयातां यदीश ! तत् । त्वच्छासनस्य साम्राज्यमंकच्छत्रं कलावपि । ૩૩૬. જુઓ તત્કાલીન સોમપ્રભસૂરિના કુમારપાલ પ્રતિબોધઃ તેમાં જણાવ્યું છે કે : “હવે સ્વભાવ પ્રમાણે નિરંતર લોકોપકાર કરવાની ભાવનાથી હેમચંદ્રસૂરિ દેવીના કહેવાથી વિવિધ દેશમાં વિચરવા લાગ્યા. એવામાં કોઇવાર દેવતાએ તેમને કહ્યું કે ‘હે મહાનુભાવ ! ગુર્જર દેશ મુકીને તમે બીજા દેશોમાં વિહાર કરશો નહિ. કારણ કે અહીં રહેતાં તમે મોટો ઉપકાર કરી શકશો.' આથી દેશાંતરના વિહા૨થી નિવૃત્ત થઇ તે ભવ્યજનોને પ્રતિબોધ આપતા ગુજરાતમાં જ રહેવા લાગ્યા.'' અને જિનમંડન-કુમારપાલ પ્રબંધમાં જૂના પ્રાકૃત પ્રબંધમાંથી ઉતારો. પૃ. ૧૭. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy