SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૪૧૮ થી ૪૨૪ સિદ્ધહેમ વ્યાકરણ ૧૯૯ વિદ્વાનો પાસે કરાવવામાં આવ્યું અને રાજાએ સમુચિત પૂજોપચાર કર્યા પછી તેને રાજકીય સરસ્વતી કોષમાં સ્થાપિત કરવામાં આવ્યું. આ સમયે એક વિદ્વાને એક શ્લોકથી તે ગ્રંથની પ્રશંસા કીધી તે અત્રે નોંધવા યોગ્ય છે. भ्रातः संवृणु पाणिनिप्रलपितं कातन्त्रकन्था वृथा, माकाषी: कटुशाकटायनवचः क्षुद्रेण चान्द्रेण किम्। किं कण्ठाभरणादिभिर्बठरयस्यात्मानमन्यैरपि, श्रूयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्धहेमोक्तयः ॥ – હે ભાઈ ! જ્યાં સુધી શ્રી સિદ્ધહેમ-વ્યાકરણના અર્થમાધુર્યવાલાં વચનોનું શ્રવણ કરવામાં આવે ત્યાં સુધી પાણિનિ વ્યાકરણના પ્રલાપને બંધ રાખવા દે. (શિવશર્મ કૃત) કાત– વ્યાકરણ રૂપી કંથાને વૃથા સમજ, શાકટાયન વૈયાકરણનાં કટુ વચનો કાઢ નહિ; ભલા શુદ્ર (ચંદ્રગોમિ નામના બૌદ્ધાચાર્ય કૃત) ચાન્દ્ર વ્યાકરણથી શું સરવાનું? અને કંઠાભરણ આદિ અન્ય વ્યાકરણોથી પણ આત્માને શા માટે બઠર કલુષિત કરે છે ?”૩૩૪ ૪૨૨. અન્યત્ર બીજું કથન છે કે : किं स्तुमः शब्दपथोधे हेमचन्द्रयतेर्मतिम् । एकेनपि हि येनेदृक् कृतं शब्दानुशासनम् ॥ શબ્દોના સમુદ્રરૂપ આ. હેમચંદ્રની મતિની શું સ્તુતિ કરીએ ? (કરી શકીએ), કારણ કે તેમણે એકલાએ આવું શબ્દાનુશાસન રચ્યું છે. ૪૨૩. “ગૂજરાતમાં વ્યાકરણ-ગ્રંથોમાં પહેલું સ્થાન કાલાપકને અને બીજું સ્થાન કાતંત્રને મળેલું હતું. ગૂજરાતમાં રચાયેલા ગ્રંથોમાં પ્રમાણ રૂપે જ્યાં વ્યાકરણનાં સૂત્રો મળી આવે છે ત્યાં મોટે ભાગે આ જ બે વ્યાકરણના હોય છે. પાણિનિના વ્યાકરણનું અધ્યયન-અધ્યાપન ગુજરાતમાં ઘણું ઓછું થતું. ગુજરાતની માફક બંગાલમાં પણ જૂના જમાનામાં મોટે ભાગે આ બંને વ્યાકરણોનો પ્રચાર વધારે હતો એ વાત બંગાલી વિદ્વાનોએ એ વ્યાકરણ ઉપર લખેલી સંખ્યાબંધ ટીકા વગેરેથી જાણી શકાય છે. જૈનેતર વિદ્વાનોની માફક જૈન વિદ્વાનોએ પણ આ ગ્રંથો ઉપર ઘણાં ટીકા-ટિપ્પણ લખ્યાં છે તે ઉપરથી પણ એજ વ્યાકરણ ભણવા-ભણાવવાનો પ્રચાર હતો એ સ્પષ્ટ જણાય છે. આચાર્ય હેમચંદ્રના સર્વાગપૂર્ણ સિદ્ધહેમ શબ્દાનુશાસન નામે વ્યાકરણના પ્રાદુર્ભાવ પછી જૈન સમાજમાંથી પણ જૈન વિદ્વાનોએ વ્યાકરણ ઉપર સ્વતંત્ર રચનાઓ કરેલી છે, પરંતુ તેમાંની કોઈને પણ આ. હેમચંદ્રની રચના જેવું વિશેષ સ્થાન મળ્યું નથી. આ. હેમચંદ્રના ઉપરાંત ચાર સ્વતંત્ર વ્યાકરણ ગ્રંથો જૈન વિદ્વાનોના નોંધાયા છે તે ૧. વિદ્યાનંદ (દિવે), ૨. (મલયગિરિ કૃત) મુષ્ટિ વ્યાકરણ, ૩. જૈનેન્દ્ર વ્યાકરણ (પ્ર.ભા.જ્ઞા.} (દિ) અને ૪. શાકટાયન વ્યાકરણ.૭૫ (પ્ર.ભા.જ્ઞા.} ૪૨૪. સં. ૧૧૮૮માં વાદિ દેવસૂરિ અને કુમુદચંદ્ર-એમ શ્વેતાંબર અને દિગંબર વચ્ચે રાજસભામાં ચાલેલા શાસ્ત્રાર્થ સમયે આ. હેમચંદ્ર ભાગ લીધો હતો. સિદ્ધરાજ શૈવધર્મી હતો અને સાથે સાથે વિદ્યાનુરાગી અને ધાર્મિક ચર્ચા સાંભળવાનો પ્રેમી હતો. તેણે હેમચંદ્રના ઉપદેશથી પાટણમાં રાયવિહાર અને ૩૩૪. લગભગ આ જ પ્રમાણોનું વૃત્તાંત આ શ્લોક ટાંકીને મેરૂતુંગ પછી થયેલા જિનમંડન ગણિએ કુમારપાલ પ્રબંધ (પૃ. ૧૬-૧૭) અને ચારિત્રસુંદરે કુમારપાલ ચરિત્ર (પૃ. ૮ શ્લોક ૨૯-૪૬)માં જણાવેલ છે. ૩૩પ. જિનવિજય- “પુરાતત્ત્વ' ૨, ૪૧૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy