SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નવીનજ વ્યાકરણ રચવું ઉત્તમ છે. (શ્લોક ૭૦-૮૩) છેવટે સિદ્ધરાજે એમ કહ્યું કે “મારો દેશ ને હું ધન્ય છીએ, જ્યાં આવા અલૌકિક વિદ્વાન્નો નિવાસ છે. (શ્લોક ૯૫) રાજાએ તેમની પાસે વિચલોકોપકાર તથા સ્વકીર્તિ માટે નૂતન વ્યાકરણ-સિદ્ધહેમવ્યાકરણ રચાવ્યું. આ સંબંધમાં વ્યાકરણનાં ૮ પુસ્તકો કાશમીરથી મંગાવવામાં આવ્યા હતાં. જ્યારે ગ્રંથ સમાપ્ત થઈ ગયો, ત્યારે રાજાએ પોતાના દેશમાં તેના અધ્યયન અધ્યાપનનો પ્રારંભ કરાવ્યો અને અંગ વંગ કલિંગ લાટ કર્ણાટ આદિ દેશોમાં તેનો પ્રચાર કરાવ્યો અને તેની ૨૦ પ્રતિઓ કાશ્મીર મોકલી. રાજકોષમાં તેની પ્રત રાખી. આ વ્યાકરણના અભ્યાસીને રાજ્યમાં બહુ ઉત્તેજન મળતું હતું કાકલ કે કક્કલ નામના અષ્ટ વ્યાકરણ ના વિદ્વાન કાયસ્થને આ વ્યાકરણનો અધ્યાપક નીમવામાં આવ્યો. જ્ઞાનપંચમી આદિ દિનોમાં તેની પૂજાઅર્ચા થતી હતી વગેરે (શ્લોક ૯૬-૧૧૫ પ્રભાવકચરિત) ૪૧૮. સિદ્ધરાજની વિનંતીથી આચાર્ય હેમચંદ્રને ગુજરાત માટે નવીન સાહિત્ય નિર્માણ કરવાની -વ્યાકરણાદિ રચવાની–પ્રેરણા મળી એ નિર્વિવાદ છે. આ હેમચંદ્ર પોતે જ તે વાત સિદ્ધહૈમ વ્યાકણની પ્રશસ્તિમાં જણાવે છે કે –૩૩૧ અતિ વિસ્તૃત, દુર્બોધ અને વિપ્રકીર્ણ વ્યાકરણોના સમૂહથી કદર્શિત થયેલા શ્રી સિદ્ધરાજ જયસિંહે સર્વાગપૂર્ણ એક નૂતન શબ્દાનુશાસન રચવાની આચાર્ય હેમચંદ્રને પ્રાર્થના કરી અને તે મુજબ આચાર્ય હેમચંદ્ર આ વ્યાકરણને વિધિપૂર્વક (સર્વાગપૂર્ણ) બનાવ્યું.” ૪૧૯. વળી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રની પ્રશસ્તિમાં કુમારપાલ આ. હેમચંદ્રનો ઉપકાર માને છે તેવા શ્લોકમાં બતાવ્યું છે કે-૩૩૨ ‘પૂર્વે (અમારા) પૂર્વજ (પૂર્વાધિકારી) સિદ્ધરાજ નૃપતિએ ભક્તિથી વશ થઈને કરેલી યાચના વડે આપે સાંગ-સર્વાગ તેમજ સુવૃત્તિ વડે સુગમ એવું અગાઉ વ્યાકરણ રચ્યું. ૪૨૦. આ વૃત્તાંતને સંક્ષેપમાં આ. હેમચંદ્રના સમસમયી આચાર્ય સોમપ્રભે જણાવેલો તે ઉપર કહેવાઈ ગયો છે, તેમજ બીજા પ્રાકૃત પ્રબંધમાં પણ આ વાતને પુષ્ટિ મળે છે. ૪૨૧. પ્ર.ચિં.માં આ. મેરૂતુંગે કે જે પ્રભાચંદ્રસૂરિના સમસમી ગણાય તે જણાવે છે કે- “સૂરિએ સમસ્ત વ્યાકરણોનું અવગાહન કરી એક જ વર્ષમાં સવાલાખ શ્લોક પ્રમાણ પંચાગપૂર્ણ વ્યાકરણ રચ્યું અને રાજા તથા પોતાની સ્મૃતિમાં તેનું નામ શ્રી સિદ્ધહૈમ રાખ્યું. વળી આ ગ્રંથ રાજાની સવારીના હાથી પર રાખી રાજાના દરબારમાં લાવવામાં આવ્યો. હાથી પર બે ચામર ધારનારી સ્ત્રીઓ બંને બાજુ ચામર ઢાળતી હતી અને ગ્રંથ પર શ્વેત છત્ર ધર્યું હતું. ત્યાર પછી તેનું પઠન રાજસભાના 33१. तेनाति विस्तृतदुरागमविप्रकीर्णशब्दानुशासनसमूहकदर्थितेन । अभ्यर्थितो निरवमं विधिवद् व्यधत्त शब्दानुशासनमिंद मुनिहेमचंद्रः ॥ 33२. पूर्वं पर्वजसिद्धराजनृपते भक्तिस्पृशो याञ्चया सांगं व्याकरणं सुवृत्तिसुगमं चक्रु भवन्तः पुरा । ૩૩૩. જિનમંડને તેનો ઉલ્લેખ ટાંક્યો છે. जयसिंहदेववयणाउ निम्मियं सिद्धहेमवागरणं । नीसेससद्दलक्खण निहाणमिमिणा मुणिंदेणं ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy