SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૪૧૪ થી ૪૧૭ હેમચંદ્રાચાર્ય અને સિદ્ધરાજ ૧૯૭ પરાક્રમી અને પ્રજાપ્રિય નૃપતિ હતો ત્યાં ધીમે ધીમે આખા શહેરમાં ખ્યાતિ થવા લાગી. રાજાના આમંત્રણથી રાજ્યસભામાં જઈ પોતાના જ્ઞાન અને ચારિત્રનો પરિચય કરાવ્યો તેમના પાંડિત્ય, દૂરદર્શિતા અને સર્વ ધર્મ પ્રત્યેના સ્નેહના કારણે તેમનો પ્રભાવ રાજસભામાં ઉત્તરોત્તર વધતો ગયો. ૪૧૬. સિદ્ધરાજને ધર્મચર્ચા સાંભળવાનો ઘણો શોખ હતો. એકવાર તેણે રાજસભામાં એવો પ્રશ્ન કર્યો કે જગત્માં કયો ધર્મ સંસારથી મુક્ત કરનારો છે? આનો ઉત્તર હેમાચાર્ય પુરાણના શંખાખ્યાનનો અધિકાર સંભળાવી-સંજીવની ન્યાય જણાવી બતાવ્યું કે तिरोधीयत दर्भायै र्यथा दिव्यं तदौषधम् । ताथाऽमुष्मिन् युगे सत्यो धर्मो धर्मान्तरैर्नृप॥ परं समग्रधर्माणां सेवनात्कस्यचित् क्वचित् । जायते शुद्धधर्माप्ति दर्भच्छन्नौषधाप्तिवत् ॥ ભવાર્થ - હે રાજન્ ! જેમ દર્ભાદિ સાથે મળી જવાથી દિવ્ય ઔષધીની પીછાન થતી નથી, તેમ આ યુગમાં કેટલાક ધર્મોથી સત્ય ધર્મ તિરોભૂત રહ્યો છે. પરન્તુ સમગ્ર ધર્મના સેવનથી જેમ દિવ્યાશિપ પ્રાપ્ત થઇ તેમ કવચિત્ પુરુષને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઈ જાય છે. ટૂંકમાં સર્વ ધર્મનો પરિચય લઈ સત્ય ધર્મનું ગ્રહણ કરવું યોગ્ય છે-ખરી જિજ્ઞાસા જેને જાગી હોય અને તે જિજ્ઞાસા પ્રમાણે તે પ્રયાસ કરે તો તેની જિજ્ઞાસા જરૂર પૂરી થાય. ધર્મ ગવેષણા માટે આવો નિષ્પક્ષપાત ભાવ પ્રકટ થયેલો જોઈ રાજા મુગ્ધ થયો. ૪૧૭. “મહારાજ જયસિંહદેવે માલવમેલડ ઉપર વિજય મેળવ્યો, તેથી ધારાની સમગ્ર ઋદ્ધિ પાટણમાં આવી, એની સાથે ભોજરાજાનો પુસ્તક ભંડાર પણ લાવવામાં આવ્યો. વિજયવંત સિદ્ધરાજ પાટણમાં આવ્યો તે વખતે આશીર્વચને કહેવા અનેક પંડિતો રાજપ્રાસાદે આવ્યા હતા, તેમાં આચાર્ય હેમચંદ્ર પણ હતા. હવે કોઈ સમયે હેમચંદ્રસૂરિ સિદ્ધરાજને મળવા આવ્યા ત્યારે સિદ્ધરાજના પુસ્તક ભંડારના રક્ષકો અવંતીના એ ભંડારનું નિરીક્ષણ કરતા હતા. એ રક્ષકોએ “લક્ષણ” સંબંધીનું એ ભંડારનું એક પુસ્તક રાજાને બતાવ્યું. રાજાએ આચાર્યને પૂછ્યું કે “એ શું છે ?” આચાર્યે જણાવ્યું કે “ભોજવ્યાકરણ” એ નામનું એ શબ્દશાસ્ત્ર છે” વળી કહ્યું કે “એ માલવાનરેશ ભોજ વિદ્વચ્ચક્ર શિરોમણિ હતો. એણે શબ્દશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, જ્યોતિશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, રાજસિદ્ધાંત, તરૂશાસ્ત્ર(વૃક્ષાયુર્વેદ), વાસ્તુલક્ષણ, અંકગણિત, શકુનવિદ્યા, અધ્યાત્મશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિક તથા મેઘમાલા વિગેરે અનેક ગ્રંથોનું પ્રણયન કરેલું છે” આ બધું સાંભળીને સિદ્ધરાજ બોલ્યો કે શું અમારા ભંડારમાં આવા શાસ્ત્રો નથી ? આખાય ગુજરાતમાં આવો કોઈ સર્વશાસ્ત્ર નિષ્ણાત પંડિત નથી એનું શું કારણ ?” આ સમયે ત્યાં ઉપસ્થિત રહેલા વિદ્વાનોની દૃષ્ટિ આચાર્ય હેમચંદ્ર તરફ વળી. રાજાએ આ. હેમચંદ્રને વિનંતી કરી કે- “આપ શબ્દવ્યુત્પત્તિકર શાસ્ત્રને રચીને અમારો મનોરથ પૂર્ણ કરો. આપના સિવાય બીજો કોઈ પંડિત એને રચી શકે તેમ નથી. વર્તમાનમાં આપણો દેશ કલાપ(કાતંત્ર) વ્યાકરણને અધીન છે એ અધીનતા ભોગવતાં છતાંય વિદ્યાર્થીને શબ્દ વ્યુત્પત્તિ તો બરાબર થતી નથી. વળી, એક વ્યાકરણ તરીકે પાણિનિનું વ્યાકરણ ઠીક છે, પણ બ્રાહ્મણો અભિમાનથી તેને વેદાંગ કહીને અભ્યાસીઓની અવગણના કરે છે. એ લોકો સમયે સમયે એમ ટકોર કર્યા કરે એ કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy