SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સાધુ પણ લઈ શ્રીદત્તસૂરિનો શિષ્ય થયો. સાધુવ્રત લઇને તેણે અનેક પ્રકારનાં તપશ્ચરણો કર્યા અને ઊંડો શાસ્ત્રાભ્યાસ કરી યશોભદ્રસૂરિ નામે આચાર્ય પદ પ્રાપ્ત કર્યું. આચાર્ય થયા પછી તેમણે લોકોને ધર્મોપદેશ આપવા જુદાં જુદા સ્થળોમાં પરિભ્રમણ કર્યું. જ્યારે વૃદ્ધાવસ્થાના યોગે શરીર બહુ શિથિલ અને ક્ષીણપ્રાય થયું ત્યારે ઉજજ્યત(ગિરનાર)તીર્થ ઉપર જઈ તેમણે અનશન વ્રત અંગીકાર કર્યું અને સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થયા તેમના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ થયા કે જેમણે “ઠાણય પગરણ” (સ્થાનક પ્રકરણ) નામે ગ્રંથ રચ્યો. તેમના શિષ્ય ગુણસેનસૂરિ અને તેમના શિષ્ય દેવચંદ્રસૂરિ થયા. દેવચંદ્રસૂરિએ ઉક્ત પ્રદ્યુમ્નસૂરિ રચિત ઠાણય પગરણ પર ટીકા રચી છે તથા શાન્તિજિનચરિત્ર રચ્યું છે. (જુઓ પારા ૩૨૭) ૪૧૪. “એ દેવચંદ્રસૂરિ ફરતા ફરતા એક વખત ધંધુકા નામે ગામમાં ગયા ત્યાં ચર્ચા અને ચાહિણી નામે મોઢ જાતીય વણિદંપતીનો જંગદેવ નામે એક પ્રતિભાવાનું બાલક તેમની પાસે આવવા લાગ્યો, અને નિરંતર તેમનો ધર્મબોધ સાંભળવા લાગ્યો. તેમના ઉપદેશથી પ્રબુદ્ધ થઈ બાલક ચંગદેવ તેમનો શિષ્ય થવા તૈયાર થયો, અને તેમની સાથે જ તે રહેવા-ફરવા લાગ્યો. ફરતા ફરતા દેવચંદ્રસૂરિ ખંભાતમાં આવ્યા, અને ત્યાં, તે બાલકના મામા નામે નેમિ દ્વારા ચચ્ચ અને ચાહિણીને સમજાવીબુઝાવી, તેને દીક્ષા આપી અને ચંગદેવના બદલે સોમચંદ્ર નામ સ્થાપ્યું. અલૌકિક બુદ્ધિશાળી બાળક સાધુ સોમચંદ્ર થોડા જ સમયમાં સકળ શાસ્ત્રોનો અભ્યાસ કરી સમર્થ વિદ્વાન થયો અને ગુરૂએ તેની પૂર્ણ યોગ્યતા જોઇ હેમચંદ્ર એવા નવીન નામ સાથે તેને આચાર્યપદ પ્રદાન કર્યું. હેમચંદ્રાચાર્યની વિદ્વત્તાથી મુગ્ધ થઈ સિદ્ધરાજ જયસિંહ દેવ તેમના ઉપર બહુ ભક્તિભાવ ધરાવતો હતો, અને દરેક શાસ્ત્રીય બાબતના તેમની પાસે ખુલાસા મેળવી સંતુષ્ટ થતો હતો. તેમના ઉપદેશથી સિદ્ધરાજની જૈનધર્મ ઉપર પ્રીતિ થઈ હતી, અને તેના ઉપલક્ષમાં સિદ્ધરાજે “રાયવિહાર' નામે એક જૈનમંદિર પાટણમાં, સિદ્ધવિહાર' નામે એક ૨૪ જિનપ્રતિમાવાળું મંદિર સિદ્ધપુરમાં બંધાવ્યું હતું. સિદ્ધરાજના કથનથી હેમચંદ્રાચાર્ય સિદ્ધહૈમ વ્યાકરણ' નામે સવગપૂર્ણ શબ્દશાસ્ત્ર બનાવ્યું હતું. તેમનો અમૃતોપમ ઉપદેશ સાંભળ્યા વિના સિદ્ધરાજને જરા પણ ચેન પડતું ન હતું.” ૪૧૫. હવે અન્ય સાધનોમાંથી જોઇએ - તેમનો જન્મ સં.૧૧૪૫ની કાર્તિકી પૂર્ણિમાને દિને થયો. જૈન સાધુ તરીકેની દીક્ષા નવ વર્ષની વયે દેવચંદ્રસૂરિએ પોતાના જ્ઞાન બલથી આ વ્યક્તિ દ્વારા જૈન ધર્મનો મહાન્ ઉદય જાણી આપી. તેણે પૂર્વજન્મના સંસ્કારથી તીવ્ર સ્મરણશક્તિ અને ધારણાશક્તિથી અલ્પપરિશ્રમે ગુરૂ પ્રતાપે શાસ્ત્રજ્ઞાન સંપાદન કર્યું ઉત્કટ આત્મસંયમ-ઈદ્રિયદમન-વૈરાગ્યવૃત્તિથી આજન્મ નૈષ્ઠિક બ્રહ્મચર્ય સેવ્યું. ગુરુએ નાગપુર (મારવાડનું નાગોર)માં સં.૧૧૬૨માં આચાર્યપદ આપી સોમચંદ્રને બદલે હેમચંદ્ર નામ આપ્યું. વિધવિધ ગ્રામાનુગ્રામ વિચરતા અનેકને ઉપદેશ આપી ગૂર્જર પાટનગર અણહિલપુર પાટણ પ્રવેશ કર્યો. આ સમયે મહારાજા સિદ્ધરાજ જયસિંહ ત્યાં ૩૩૦. પોતે સ્વગુરૂ પાસેથી જ્ઞાન મેળવ્યું એમ હેમચંદ્ર જણાવે છે. મારા ગવંદ્ર પૂરપામોઝષ: તofધનતજ્ઞાનસંપન્નહોત્ર: A -ત્રિ. શ. પુ. ચરિત્ર પ્રશસ્તિ ગ્લો.૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy