SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૧ ૫૬. વિનયી વર્તન રાખી ધર્મમાં દેખાતું ક્લેશમય ઝનૂની વાતાવરણ અને સમાજમાં ઘુસી ગયેલ ખોટી માન્યતા અને વહેમોના પરિણામે રહેલ સડાઓ સામે સત્ય અને અહિંસાનાં સાધનથી સામનો કરવામાં યુવકો સફળતા મેળવી શકશે એ નિઃસંદેહ છે. વાણી અને વિચારના અસંયમથી ધાર્યો ઘા થઈ શકશે નહિ અને એમ કરતાં નિશાન ખાલી જવાથી પ્રત્યાઘાત વધારે જોરવાળો થશે. સાંસ્કારિક, ધાર્મિક, સાહિત્યવિષયક, સામાજિક પ્રશ્નને છેડી તેની વિચારણા, નિમંત્રણા યુવકો કરશે તો શાસ્ત્રો શાસ્ત્ર બની સંહારક બન્યાં છે, સાહિત્ય નિવૃત્તિપ્રધાન હોઇ આત્માને જડ બનાવે છે, સમાજ અધ:પતન પ્રત્યે જાય છે એવા આક્ષેપો દૂર કરી પોતે અતિ ઉપયોગી થઈ શકશે. ૫૭. આપણામાં આવેલ છે, સારી ભાવનાઓ પણ છે, પરંતુ એ આવેશથી કે એ ભાવથી આપણો ઉદ્ધાર થવાનો નથી, તેનાથી આપણું માગ્યું આપણને મળવાનું નથી. આપણે જે કરેલું હશે તે જ કાયમ રહેવાનું છે અને તે ઉપરથી જ ભવિષ્યનું ઘડતર થવાનું છે. આપણા આવેશને આપણે કૃતિમાં ન મુકીએ, એ આવેશનું સુંદર પરિણામ ન લાવીએ તો એ આવેશ મિથ્યા છે. ભાવનાઓ જગાડવાનું કાર્ય સારું છે. તેની તેવે વખતે જરૂર પણ છે. પરંતુ ભાવનાઓ જગાડવામાં રોકાવા કરતાં આપણે કામ જ કરવા લાગી જઇશું તો તેની અસર વધારે થશે અને કામ કરી બતાવીને આપણે વધારે દૃઢ ભાવનાઓ જગાડી શકીશું. આપણી પ્રાચીન સંસ્કૃતિ વિષે, આપણા ધર્મની સાહજિક સરળતા વિષે અડગ વિશ્વાસને લીધે જ વિરોધ અને વિખવાદનાં વાદળોમાં અનેક મહાજન શાંતિ અને આશા જાળવી શક્યા છે. તે વિશ્વાસ આપણામાં જાગૃત અને પ્રજ્વલિત રહે તો આશા, હિંમત અને બળમાં વૃદ્ધિ થતી જાય એ નિઃશંક છે. ૫૮. સાહિત્યનો રસ અક્ષરજ્ઞાન વગર લઈ શકાય તેમ નથી. અક્ષરજ્ઞાન અને તેનાથી સાક્ષર થવું એ એક વાત છે, અને ખરા ચારિત્રવાનું થવું એ બીજી વાત છે. ગાંધીજી કહે છે કે મારો અનુભવ છે કે માણસનું ચારિત્ર એ તેની લખી વાંચી શકવાની કેળવણીથી તદન અલાયદી વસ્તુ છે અને એકલી લખવા વાંચવાની કેળવણી માણસની નૈતિક કમાઈમાં એક દમડીનો પણ ઉમેરો કરે છે એવો નિયમ નથી. જે કેળવણી આપણી બધી મર્દાનગી હરી લે, આપણને નાદાર અને નાસ્તિક કરી મૂકે, અસંતોષથી આપણાં જીવનને ભરી દે અને બીજી બાજુએ અસંતોષ મટાડવા માટે કશો જ માર્ગ ન રાખીને દશે દિશાએ આપણને નાસીપાસીજ પીરસી મૂકે તે ખરી કેળવણી નથી. અક્ષરજ્ઞાન એટલે જ દરજ્જ જરૂરનું છે જેટલે દરજે તે આપણી વિચારશક્તિને ખીલવે ને આપણને સારાસારનો નિર્ણય કરતાં આવડે. આપણે મનુષ્ય બનવું એ પ્રથમ ભણતર છે. મનુષ્ય જ અક્ષર જ્ઞાનને લાયક છે. અક્ષરજ્ઞાનથી મનુષ્યત્વ નથી આવતું. આપણે આપણા બળને વિષે અજ્ઞાત છીએ તેથી-તે અજ્ઞાનથી બીજા દોષો આવી જાય છે. આપણામાં રહેલા આત્માને વિષે જ શંકા છે, તેના ગુણોને વિષે શ્રદ્ધા નથી. આ અજ્ઞાન કેવળ અક્ષરજ્ઞાનથી નથી જવાનું. માત્ર વિચારના પરિવર્તનથી જ જઇ શકે છે. ૫૯. આપણે પોતે ને આપણી પ્રજાએ અક્ષરકેળવણી લઇ બુદ્ધિ ખીલવવાની જેટલી જરૂર છે તેટલી જ જરૂર નૈતિક કેળવણી લેવાની છે. નીતિની કેળવણી એટલે ધર્મનું ભાન થવું. જેને ધર્મ ઉપર આસ્થા બેઠી છે, જે તેના સ્વરૂપને સમજે છે તેની સાથે જગત એકંદરે કજીઓ કરતું નથી ને કરવા આવે તો પેલો પુરૂષ તેને વિનયપૂર્વક દૂર કરાવી શકે છે. અહીં ધર્મનો અર્થ માત્ર ધર્મગ્રંથોમાં લખેલાં ક્રિયાકાંડ કરવાં એ નથી, પણ પોતાને ઓળખવો, ઇશ્વરની પહેચાન કરવી એ છે; અને જેમ જેને વણતાં ન આવડે તે વણકર નથી થઈ શકતો તેમ જે અમુક નિયમોનું પાલન નથી કરતો તે પોતાને ઓળખી જ નથી શકતો. તે નિયમો તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy