SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ઉપસ્થિત થયેલાં પરિણામો છે. વસ્તુતઃ અંધશ્રદ્ધા, ગતાનગતિકતા, કુપ્રથાઓ સામે પ્રહાર કરી જ્ઞાનપૂર્વક શ્રદ્ધા, વિચારપૂર્વક પ્રવૃત્તિ અને સુપ્રથાઓનું વાતાવરણ જમાવવું એ એક જાતનું બંડ છે. એવું બંડ તો આદરણીય છે, ઉત્તેજનીય છે. આ દૃષ્ટિથી શ્રીમાનું મહાવીર પ્રભુના સમગ્ર જીવનને વિચારપૂર્વક લક્ષમાં લેતાં જણાશે કે તેઓ એક જબરા બંડખોર હતા. વેદવિહિત હિંસા, ચાતુર્વર્યથી થયેલી સંકુચિતતા અને સ્ત્રીઓ તથા શૂદ્રો પ્રત્યે અન્યાયી વર્તનની સામે મહાન સામનો તેમણે કર્યો હતો અને શુદ્ધ સર્વતોભદ્ર અહિંસા સમજાવી, ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તે સંઘમાં સ્ત્રીઓ તથા શુદ્રોને સમાન અધિકાર વાળું સ્થાન આપ્યું હતું. અનિષ્ટ તત્ત્વો અને વહેમોનાં જાળાં જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં પોકાર કરી તેને પીંખી નાંખી તેની બદલીમાં ઇષ્ટ તત્ત્વો અને સત્ય શ્રદ્ધા સત્ય જ્ઞાન અને સત્ય આચારની સ્થાપના કરવી એમાં યુવકોના યૌવનનો+જોસનો વ્યય થાય એ ગૌરવાસ્પદ છે. તે બીજે રસ્તે વહી જવા ન જોઇએ, વહી જતાં હોય તો સવળે રસ્તે વાળી તેમને અભિનંદન-ઉત્તેજના આપી વૃદ્ધોએ અમીદૃષ્ટિ અને પ્રેમભાવ દાખવવા ઘટે. યુવકો અને નવજવાનોનો વર્ગ જ હમેશાં હરકોઈ પ્રજાની બધી આશા અને ઉમેદોનો ખજાનો છે. ૫૫. ભણેલા યુવકો ન્યાય ચાહે છે, યુક્તિ ઈચ્છે છે. “અમે જે કહીએ છીએ તે પૂર્વજો કહી ગયા છે, અને તે આ પ્રકારે જ કહી ગયા છે તો તેને તે પ્રકારે જ સત્ય તરીકે સ્વીકારો, કારણ કે પૂર્વજોનાં કથનો દ્રવ્યક્ષેત્રકાળભાવથી અબાધિત-અપરિવર્તનશીલ છે, સનાતન સત્ય છે' –એમ કહેવાથી બધા યુવકો માની નહિ જાય. તેમાં ન્યાય ને યુક્તિ હશે, તે બરાબર સમજમાં ઉતરી શકે તેવી રીતે બતાવવામાં આવશે તો તેઓ સ્વીકારશે, નહિ તો વખતે સામા થઈ જશે. એમ સમજી તેમની સાથે આદરભર્યો વર્તાવ કરવામાં આવશે તો જ તેમનામાં નિજ માન અને પૂર્વજોનું માન જળવાશે યુક્તિ કે ન્યાય દાખવવા જેટલી બુદ્ધિ કે શક્તિ ન હોય અને તે છતાં સ્વમાન જાળવવું હોય તો પ્રેમદૃષ્ટિથી યુવકો જે કરે તે જોયાં કરવું-મૌન સેવવું એમ આજનો યુગધર્મ કહે છે. અત્યારે તો વિરોધ, પ્રતિકાર, પ્રણાલિકાભંગ, આક્રમણ, એવા એવા અનેક શબ્દોના રણકાર સંભળાય છે. આથી ભડકવાનું નથી, પરંતુ યુગમાં એક પ્રકારનું જોસ-બળ આવ્યું છે તેના ચિન્ડ તરીકે એ રણકાર છે એમ સમજી આનંદવાનું છે અને વિશેષમાં તેનો લાભ લઈ તે રણકાર વધુ ને વધુ ગતિ લઈ યોગ્ય પ્રગતિના પંથે વહી એક પ્રચંડ મહાન્ અવાજ બની વિશાલવ્યાપી થાય, આખા ભારતમાં ફરી વળે એવું હૃદયપૂર્વક ઈચ્છવાનું છે. એની ગતિથી, ચેતનાથી બધી જાતની પરવશતા-મન વચન શરીરની પરવશતા જશે, અજ્ઞાન, ગરીબાઇ દૂર થશે અને ધાર્મિક ઝનૂન, સામાજિક સડાઓ, અને ચૂસ્ત મૂર્ખતાઓનાં પ્રદર્શનો નાશ પામશે; ટુંકામાં આપણી આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રગતિમાં આડે આવનાર મહા વિનનો નાશ થશે. આવા સામનાનો અર્થ વૃદ્ધ મુરબ્બીઓ સામેનો વિરોધ કે તેમનો તિરસ્કાર સમજવાનો નથી. આ સંબંધી પ્રાચીન ફિલસૂફીઓના મહાન્ અભ્યાસી પ્રોફેસર સર રાધાકૃષ્ણન્ના લખનૌ વિદ્યાપીઠના ૩૧ મા પદવીપ્રદાન-સમારંભ વખતે આપેલું ભાષણ મનનીય છે. તેઓ જણાવે છે કે : બગડી ગયેલ સામાજિક વ્યવસ્થા અને ધાર્મિક ઝનૂન સામે બંડ કરનાર યુવકોના હાથમાં ખરું ભવિષ્ય છે. અત્યારે પરિસ્થિતિ એવી ગંભીર છે કે જેઓ તે યુવકો પ્રત્યે ઉપેક્ષા રાખે તેઓ ક્રૂરતાનો અપરાધ કરે છે. લોકોની ઉપેક્ષા પર અન્યાય વૃદ્ધિ પામે છે. ખરાબ શેઠ, ભ્રષ્ટ નેતા, અસત્યનિષ્ઠ ગુરૂ-એ બધા વધતા જાય છે. તેનું કારણ તેમના પ્રત્યે સામનો કદિપણ કરવામાં નથી આવ્યો તે છે. અન્યાય કરનારા નભે છે. કારણ કે જેઓમાં ન્યાયની ભાવના હોય છે તેઓ જડભરત જેવા અક્રિય બેઠા રહે છે. સમાજમાંના અન્યાય સામે સામનો કરવાનો જુસ્સો એ આજ્ઞાનો કે નિયમોનો અનાદર અથવા અસહનશીલતા છે એવી ખોટી ભ્રમણામાં પડવાનું નથી. બીજાઓની લાગણી પ્રત્યે માન અને ઉંડા આંતરિક વિવેક સાથે તે સામનો તદન સંગત છે. આપણે શિષ્ટસમાજ માટેની આવશ્યક એવી પ્રધાનભૂત વિનયશીલ રીતભાતને તિલાંજલિ દેવી ન જોઈએ.’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy