SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ પર. ધાર્મિક જીવનની બે ભાવના જુદી પાડી શકાય. એક પ્રવૃત્તિની અને બીજી નિવૃત્તિની, એક કર્મની અને બીજી જ્ઞાનની, એક ગૃહસ્થની અને બીજી સંન્યાસની. આ પૈકી નિવૃત્તિ ધર્મને સ્વીકારનારાદીક્ષિત મુનિઓ-ધર્મગુરૂઓ સાહિત્યના વિકાસ અને વિસ્તાર માટે પોતાના પૂર્વજોનું અનુકરણ કરી એટલું બધું કરી શકે એવી તેમની નિવૃત્તિની સ્થિતિ છે કે જૈન ગૃહસ્થોનો બધો સમૂહ કે તેમની સંસ્થાઓ કરે તેના કરતા સરસાઈ બતાવી શકે. “એ નિવૃત્તિ પ્રવૃત્તિમાં છૂપાયેલી હોવી જોઇએ. દેહ માત્ર પ્રવૃત્તિ વિના એક ક્ષણભર પણ ટકી શકે નહિ એ સ્વયંસિદ્ધ વસ્તુ છે. પ્રત્યેક શ્વાસ આપણે લઇએ છીએ એ પ્રવૃત્તિ-સૂચક છે. ત્યાં નિવૃત્તિનો અર્થ આ જ હોઈ શકે કે શરીર નિરંતર પ્રવૃત્ત રહેવા છતાં આત્મા નિવૃત્ત રહે એટલે કે તેને વિષે અનાસક્ત રહે. તેથી નિવૃત્તિપરાયણ મનુષ્ય કેવળ પરમાર્થને ખાતર જ પ્રવૃત્તિ કરે. નિવૃત્તિ એટલે અનાસક્તિપૂર્વક પરમાર્થે આચરેલી પ્રવૃત્તિ.” –આવી નિવૃત્તિથી પોતે પરમાર્થે સાહિત્યપ્રવૃત્તિ કર્યા કરશે તો વર્તમાન જૈન સાધુઓ સત્ય અને અહિંસાના જગવ્યાપી ધર્મને સમજાવવામાં મહાન્ ફાળો આપી શકશે. ખરી ધર્મ જાગૃતિથી પ્રાચીન સંસ્કૃતિમાં જેટલું સત્ય, શિવ અને સુંદર છે તેટલાનો જ સંગ્રહ કરવાની ધગશ હોય તો આપણી સ્થિતિ આજે જુદી જ હોય. એનો પુનરૂદ્ધાર કરવામાં ધર્મના વ્યાપક સ્વરૂપને નજરમાં રાખી ભગિરથ મૌલિક પ્રયત્નો થશે ત્યારે જ આપણને પ્રાચીન સભ્યતાની ખોવાઈ ગયેલી ચાવી હાથમાં આવશે. પ૩. આચાર્યશ્રી કાકાસાહેબ કાલેલકરે એક વ્યાખ્યાનમાં ધર્મનું વ્યાપક સ્વરૂપ શું છે તે યથાર્થ શબ્દોમાં કહ્યું છે કે :- “ધર્મ માત્રમાં બુદ્ધિ, અનુભવ, શ્રદ્ધા, અંતઃકરણની લાગણીઓ, કાવ્યકલ્પના અને કલારસિકતા એ બધી વસ્તુઓ હોય છે, હોવી જ જોઈએ. એની સાથે વ્યક્તિનો સમાજ અને વિશ્વ સાથેનો સંબંધ, જીવનવ્યાપી સંઘ સ્થાપવાની વૃત્તિ અને આવશ્યકતા, તેમજ ક્ષેમવૃત્તિ (Conservatism) અને પરિવર્તનવૃત્તિ (Radicalism) એ બંને બાજા ધર્મમાં સ્વભાવતઃ હોય છે અને હોવાં જોઇએ, આમાંથી એકે અંગ જો ઓછું કરીએ તો ધર્મ વિકલાંગ થવાનો, અને મનુષ્યજીવન માટે અપર્યાપ્ત નીવડવાનો. ધર્મમાં શ્રદ્ધાની માત્રા વધવાથી ધર્મ બગડતો નથી. લાગણી અને કોમળતા વધવાથી તે પોચો થતો નથી. કાવ્યકલ્પનાઓ વધવાથી તે અસત્યપ્રેરક થતો નથી. કલારસિકતા વધવાથી તે હીનતાનો સંગ્રાહક બનતો નથી. વિશ્વ સાથેનો સંબંધ પૂર્ણપણે સ્વીકારવાથી તે અવ્યવહારૂ થતો નથી. ક્ષેમવૃત્તિને અંગીકારવાથી તે જડ થતો નથી. પરિવર્તનશીલતાને આવકાર આપવાથી તે વિનાશક બનતો નથી. ધર્મનું મરણ તો અજ્ઞાન, વિલાસિકતા અને બાહ્ય સત્તામાં છે. ભ્રમમૂલક અસત્યથી સત્ય ઢંકાય, પણ કોઈ કાળે વીંધાય નહિ. કેમ કે અસત્યના પેટમાં પણ સત્ય જ છુપાયેલું રહે છે. સત્યનો પરાજય સત્તામાં છે. કોઈપણ ધર્મ જ્યારે અજ્ઞાનને સાંખે છે, વિલાસિતા સાથે માંડવાળ કરે છે, અથવા સત્તાની ઉપાસના કરે છે ત્યારે એ ધર્મ પ્રથમ સુલભ થાય છે, રોચક થાય છે, વિશાળ થાય છે અને અંતે પરપોટાની પેઠે ફુટી જાય છે.' ૫૪. પ્રવૃત્તિ-ધર્મમાં રાચતા એવા યુવકો સાહિત્ય, વિજ્ઞાન, ધર્મ કે સમાજના સંબંધે ધારે તો ઘણું કરી શકે–જાનામાંથી નવું સર્જી શકે–પૂર્વજોના સાહિત્ય પ્રત્યે આદર તેમનામાં ઉત્પન્ન કરાય તો તેઓ તેનો વિસ્તાર શાસ્ત્રીય અને તાર્કિક પદ્ધતિથી યુક્તિ પુર:સર કરી શકે, અને ભૂતકાળ અને ભવિષ્યકાલના સેતુરૂપ બની વર્તમાનકાલને ઉજ્જવલ બનાવી શકે. યુવકો પ્રત્યે બંડખોર કહી ઉપેક્ષા કરવી, તેમને હરકોઈ પ્રકારે નિન્દવા, તેમની અવગણના અને અવહેલના કરવી, તેમનો જુસ્સો દબાવી દેવો અને તેમની પ્રવૃત્તિઓને વિચારસ્કરણાઓને અનિષ્ટ ઉછુંખલ તથા અહિતકારી ગણી જ લેવી-એ તેમનું માનસ નહિ સમજવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy