SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અને સુરગુરુ બંનેને પોતાના શરીરમાં એક રૂપ કરીને ધારણ કરેલ છે એવા, અને સ્યાદ્વાદને સાધનારા શ્રી હેમચંદ્રપ્રભુ સદ્ગદ્ધિના સાગરને જાણવાની વિધિ માટે પોતાના શરીરના દષ્ટાંતરૂપ મને થાઓ. -જેઓ આ ઉક્ત ગ્રંથના અર્થની આચરણા રૂપી મિષથી હેમચંદ્રમુનિનો આશ્રય લે છે તેઓ ગૌરવ પ્રાપ્ત કરીને ઉજ્વલ કલાઓના ઉચિત સ્થાનરૂપ બને છે. 'सन्त्यन्ये कवितावितानरसिकास्ते भूरयः सूरयः, क्षमापस्तु प्रतिबोध्यते यदि परं श्री हेमसूरेगिरा । उन्मीलन्ति महामहांस्यपि परे लक्षाणि ऋक्षाणि वै, नो राकाशशिना विना बत भवत्युज्जागरः सागरः ॥' કવિતાની વિશિષ્ટ રચના કરવામાં રસિયા એવા અન્ય સૂરિઓ ઘણા છે પણ શ્રી હેમસૂરિની વાણી કે જેનાથી એક રાજા પ્રતિબોધ પામે છે તે અનોખી છે. મોટા પ્રકાશવાળા બીજા તારાઓ લાખો ઊગે છે પણ પૂર્ણિમાના ચંદ્ર વગર સાગર વિશેષ જાગૃત થતો નથી-ઉલ્લાસ પામતો નથી. એક કવિ જિનમંડનકૃત કુ. પ્રબંધ પૃ.૫૭. હેમચંદ્ર-વચનો अकृत्रिमस्वादुपदां परमार्थाभिधायिनाम्। सर्वभाषापरिणतां जैनों वाचमुपास्महे ॥ –કાવ્યાનુશાસનનું મંગલાચરણ भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ यत्र तत्र समये यथा तथा योसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद् भवानेक एक भगवनमोस्तु ते ॥ त्रैलोक्यं सकलं त्रिकालविषयं सालोकमालोकितं साक्षाद्येन यथा स्वयं करतले रेखात्रयं सांगुलि । रागद्वेषभंयामयान्तकजरालोलत्वलोभादयो नालं यत्पदलंघनाय स महादेवो मया वन्द्यते ॥ ये विश्वं वेद विद्यं जननजलनिधे भंगिनः पारदृश्वा, पौर्वापर्याविरुद्धं वचनमनुपमं निष्कलंकं यदीयम्। तं वंदे साधुवंद्यं सकलगुणनिधिं ध्वस्तदोषद्विषं तं, बुद्धं वा वर्धमानं शतदलनिलयं केशवं वा शिवं वा ॥ ” –વીતરાગસ્તુતિ. -અકૃત્રિમ સ્વાદ (માધુર્ય) યુક્ત પદવાળી, પરમાર્થને કહેનારી, સર્વેને ભાષારૂપે પરિણમનારી જિનોની વાણીનું અમે ઉપાસના કરીએ છીએ. જેના ભવરૂપી બીજના અંકુરોને ઉત્પન્ન કરનારા રાગાદિ ક્ષય થઈ ગયા છે તે બ્રહ્મા હો, વિષ્ણુ હો અથવા જિન તો તેને નમસ્કાર છે. ગમે તે સમયે ગમે તે અવસ્થામાં, ગમે તે નામથી આપ (પ્રખ્યાત) હો, પણ જો આપ દોષરૂપી કલંકથી મુક્ત હો તો ભગવાન્ ! આપને નમસ્કાર છે. જેને આલોક (જ્યાં જીવની ગતિ નથી એવો પ્રદેશ) સહિતનો સકલ ત્રિલોક જેવી રીતે પોતાની મેળે આંગળીઓ સહિતની હથેલીની ત્રણ રેખા સાક્ષાત્ દેખાય છે તેમ સાક્ષાત્ ત્રણે કાલમાં દશ્યમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy