SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૪૦૨ થી ૪૦૯ મુનિરભસૂરિ સોમપ્રભસૂરિ ૧૯ ૧ રૂદ્રનો પુત્ર ભટ્ટ સૂદન કે જે વિપ્ર હતો છતાં પણ જૈનગુરૂના બોધથી સુશ્રાવક જેવો થયો હતો તેની સાથે જિનશાસનની ઉન્નતિ અર્થે ઘણું ધન ખર્યું હતું.(પી.૩.૯૬-૯૭) ૪૦૬. સં.૧૨૨૮માં સિદ્ધાંતિક યક્ષદેવ શિષ્ય પાર્થનાગે ગંભૂતમાં જંબૂ નામના શ્રાવકના જિનાલયમાં તેની સહાયથી શક ૮૨૬માં રચેલી શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ તાડપત્ર પર લખાવી (પાટણ સૂચિ). ૪૦૭. સોમપ્રભસૂરિ- એ એક સુપ્રસિદ્ધ અને સુજ્ઞાત જૈન વિદ્વાન થયા. ‘તેઓ ગૃહસ્થાવસ્થામાં પ્રાગ્ધાટ (પોરવાડ) જાતિના વૈશ્ય-વણિક હતા. પિતાનું નામ સર્વદેવ અને પિતામહનું નામ જિનદેવ હતું. જિનદેવ કોઇક રાજાનો મંત્રી હતો અને તે પોતાના સમયમાં બહુ પ્રતિષ્ઠિત પુરુષ હતો. સોમપ્રભે કુમારવસ્થામાં જ જૈન દીક્ષા લઇ તીવ્ર બુદ્ધિના પ્રભાવે સમસ્ત શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરી આચાર્યપદવી પ્રાપ્ત કરી. તેમની તર્કશાસ્ત્રમાં અદ્ભુત પટુતા, કાવ્ય વિષયમાં ઘણી ત્વરિતતા અને વ્યાખ્યાન આપવામાં બહુ કુશલતા હતી.' ૪૦૮. ગુરુ પરંપરામાં તેઓ બૃહદ્ગચ્છના સર્વદેવસૂરિ-યશોભદ્ર-મુનિચંદ્રસૂરિ (પા૨ા ૩૩૨ થી ૩૩૪) અને માનદેવ-અજિતદેવ-વિજયસિંહસૂરિના શિષ્ય થાય. ૪૦૯. સોમપ્રભસૂરિની કૃતિઓ ચાર જાણવામાં છે.૧ સુમતિનાથ ચરિત્ર-એ જૈનધર્મના પાંચમા તીર્થંકર સુમતિનાથનુ ચરિત્ર મુખ્યતઃ પ્રાકૃત ભાષામાં છે, એન તેમાં જૈન ધર્મના સિદ્ધાન્તોનો બોધ આપતી પુરાણકથાઓ કલ્પિત છે. તેની શ્લોક સંખ્યા સાડાનવ હજાર ઉપર છે. તેની રચના કુમારપાલ રાજ્યમાં થયેલી પોતે જણાવી છે. (પા.નં. { સં. રમણીક શાહ પ્ર. પ્રા. ગ્રં. ૫.})૨ સૂક્તિમુક્તાવલી૧૦૦ પદ્યનો પ્રકીર્ણ સુભાષિત જેવો ગ્રંથ તેનું પ્રથમ પદ્ય ‘સિન્દુર પ્રકર' એવા વાક્યથી શરૂ થતું હોવાથી તે નામ પણ તેમજ સોમશતક એ નામ પણ તેને અપાય છે. તે ભર્તૃહરિના નીતિશતકની શૈલીમાં રચાયેલો છે અને અહિંસા, સત્ય, અસ્તેય, શીલ સૌજન્ય આદિ વિષયો પર સંક્ષિપ્ત પરંતુ હૃદયંગમ રીતે તેમાં વિવેચન કરેલું છે. તેની રચના સરલ, સરસ અને સુબોધ છે તેનાં કેટલાંક પઘો તેમની કૃતિ નામે કુમારપાલ પ્રતિબોધમાં પણ મૂકેલા છે. આ ગ્રંથ મુદ્રિત થયો છે. ૩- શતાર્થ કાવ્ય૨૫ આ ગ્રંથ કર્તાનાં સંસ્કૃત ભાષા સંબંધિ પાંડિત્યનું પ્રકટ કરે છે. તે ગ્રંથ માત્ર એક વસંતતિલકા છંદ રૂપે છે.૩૨૬ તેના જુદા જુદા સો અર્થ કરવામાં આવ્યા છે, ને તે પોતે જ ટીકા કરી બતાવ્યા છે. ટીકાના પ્રારંભમાં પાંચ શ્લોકોમાં વિવક્ષિત સોએ અર્થોની અનુક્રમણિકા આપી પછી ૨૪ જૈન તીર્થંકરોના અર્થા લખી, વચ્ચે બ્રહ્મા, નારદ, વિષ્ણુ આદિ વૈદિક દેવો વગેરેના અર્થો પણ આળેખ્યા છે અને ૩૨૫. જુઓ તેમનાં શતાર્થ કાવ્યની પ્રશસ્તિકુમારપાલ પ્રતિબોધની પ્રસ્તાવના પૃ.૧૪-૧૫માં. ૩૨૬. તે છંદ આ છે. कल्याणसार सवितानहरेक्षमोह, कान्तारवारण समानजयाद्यदेव । धर्मार्थकाममदमहोदयवीरधीर सोमप्रभाव परमागमसिद्धसूरे ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy